ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bhavnagar : તંત્રની બેદરકારીનાં લીધે ઢોરવાડામાં કાદવ-કિચડનું સામ્રાજ્ય! અનેક પશુઓનાં મોત

ભાવનગર (Bhavnagar) જિલ્લાના રૂવા ગામ નજીક આવેલા ઢોર ડબ્બામાં (cattle shed) પુરાયેલા પશુઓની દયનીય હાલતના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. ચોમાસાની (Monsoon) સિઝન ચાલુ થતા વરસાદને પગલે કાદવ-કિચડનું સામ્રાજ્ય ફેલાયું છે. જ્યારે યોગ્ય સાફ-સફાઈ ન થતાં અનેક પશુઓનાં મોત પણ...
12:48 PM Jul 01, 2024 IST | Vipul Sen

ભાવનગર (Bhavnagar) જિલ્લાના રૂવા ગામ નજીક આવેલા ઢોર ડબ્બામાં (cattle shed) પુરાયેલા પશુઓની દયનીય હાલતના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. ચોમાસાની (Monsoon) સિઝન ચાલુ થતા વરસાદને પગલે કાદવ-કિચડનું સામ્રાજ્ય ફેલાયું છે. જ્યારે યોગ્ય સાફ-સફાઈ ન થતાં અનેક પશુઓનાં મોત પણ નીપજ્યાં છે. પશુઓ પકડીને ઢોર ડબ્બામાં પૂરી દીધા બાદ મનપા (BMC) દ્વારા યોગ્ય સંભાળ નહીં લેવાતા પશુઓના મોત થઈ રહ્યા હોવાના આરોપ થઈ રહ્યા છે.

ઢોરવાડામાં વરસાદને પગલે કાદવ-કિચડનું સામ્રાજ્ય

ઢોરવાડામાં પશુઓની દયનીય હાલત

રાજ્યમાં રખડતા પશુઓના ત્રાસથી કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો હોવાથી હાઈકોર્ટ (Gujarat High Court) દ્વારા રખડતા પશુઓ અંગે તંત્રને કડક આદેશ કર્યા હતા. ત્યાર બાદ સમગ્ર રાજ્યમાં તંત્ર દ્વારા કાર્યવાહી કરી રખડતા ઢોરને પકડી ઢોરવાડામાં મોકલાયા હતા. જો કે, રાજ્યમાં વિવિધ સ્થળે ઢોરવાડામાં પશુઓની દયનીય હાલત જોવા મળી છે. ભાવનગર જિલ્લાના રૂવા (Ruwa) ગામ નજીક આવેલા ઢોર ડબ્બામાં તો ગંદકીના કારણે પશુઓના મોત થઈ રહ્યા હોવાની ઘટના બની છે.

ગંદકીના કારણે પશુઓની દયનીય સ્થિતિ

કાદવ-કિચડનું સામ્રાજ્ય, અનેક પશુઓના મોત

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ભાવનગરના (Bhavnagar) રુવા ગામ નજીક આવેલા મહાનગરપાલિકાના (BMC) ઢોર ડબ્બામાં વરસાદના કારણે કાદવ-કિચડનું સામ્રાજ્ય ફેલાયું છે. તંત્ર દ્વારા ત્યાં યોગ્ય સફાઈ ના કરાતા કેટલાક ઢોરનું મોત નીપજ્યું છે. સ્થાનિકોના આરોપ મુજબ, શહેરમાં રસ્તે રખડતા ઢોરને પકડી અલગ-અલગ 3 ઢોર ડબ્બામાં રાખવામાં આવ્યા છે. પરંતુ, ત્યાં મનપા દ્વારા યોગ્ય સંભાળ નહીં લેવાતા પશુઓના મોત થઈ રહ્યા છે. આજની સ્થિતિએ ઢોર ડબ્બામાં મૃત પશુઓનો શવ આમતેમ પડેલા જોઈ શકાય છે. આ ઘટનાનો એક વીડિયો જાગૃત નાગરિક દ્વારા વાઇરલ પણ કરવામાં આવ્યો છે. ત્યાર હવે તંત્ર આ મામલે ક્યારે અને કેવા પગલાં લેશે તે જોવાનું રહેશે ?

 

આ પણ વાંચો - Surat : મુસાફરોથી ભરેલી ST બસ અચાનક પલટી મારી, ચોંકાવનારા CCTV ફૂટેજ વાઇરલ

આ પણ વાંચો - Vadodara : વરસાદ જોવા ગેલેરીમાં ઊભી મહિલા પર અચાનક બાલ્કની પડી, થયું મોત

આ પણ વાંચો - Rajkot : 150 ફૂટ રિંગરોડ, રૈયા રોડ, અંડર બ્રિજ પાણીમાં ગરકાવ, માધાપરમાં સ્કૂલ બસ ખાડામાં ફસાઈ

Tags :
Bhavnagarcattle shedsGujarat FirstGujarati Newsheavy rainHigh CourtmudMunicipal CorporationRuwa villagestray cattle
Next Article