Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bhavnagar News: ભાવનગરમાં રામ ઉત્સવને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન

Bhavnagar News: ભારત દેશમાં 22 જાન્યુઆરીઓ ઈતિહાસ રચવા જઈ રહ્યો છે. તેનું મુખ્ય કારણ છે કે... 500 વર્ષ બાદ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો સમારોહ યોજાવાનો છે. ત્યારે દેશના દરેક ખૂણે-ખૂણે રામલલા માટે અનોખી રીતે તૈયારી કરવામાં આવી છે. ભાવનગરમાં...
bhavnagar news  ભાવનગરમાં રામ ઉત્સવને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન

Bhavnagar News: ભારત દેશમાં 22 જાન્યુઆરીઓ ઈતિહાસ રચવા જઈ રહ્યો છે. તેનું મુખ્ય કારણ છે કે... 500 વર્ષ બાદ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો સમારોહ યોજાવાનો છે. ત્યારે દેશના દરેક ખૂણે-ખૂણે રામલલા માટે અનોખી રીતે તૈયારી કરવામાં આવી છે.

Advertisement

ભાવનગરમાં 1551 વિદ્યાર્થીઓએ રામઉત્સવમાં જોડાયા

ત્યારે ભાવનગર શહેરમાં ભાજપ દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રામ ભગવાનના નામે યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 21મી જાન્યુઆરીના રોજ કુલ 1551 વિદ્યાર્થીઓ એક જ સ્થળે એક જ વેશભૂષામાં બાળરામ બન્યા હતા.

Advertisement

Bhavnagar News

Bhavnagar News

તમામ બાળકો એક વેશભૂષામાં જોવા મળ્યા

Advertisement

શહેરના પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો આ કાર્યક્રમમાં બાળરામ બન્યા હતા. બાળકોને રામની વેશભૂષા તેમજ ધનુષ બાણ પૂરા પાડવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં જાહેર જનતાને ભાવભીનું આમંત્રણ ભાજપે પાઠવ્યું હતું. પ્રભુ શ્રી રામને લગતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ, શિક્ષકો અને નાગરિકો ઉમટી પડ્યા હતા.

આ રામઉત્સવને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન

21 મી જાન્યુઆરીના રોજ આતાભાઈ ચોકથી રૂપાણી સર્કલ વચ્ચે સાંજે 7.00 કલાકે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત આ રામઉત્સવને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Rajkot Rangoli: રાજકોટમાં રામ, લખન અને મા સિતાની અલૌકિક રંગોળી

Tags :
Advertisement

.