ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bharuch : નેત્રંગ પંથકમાં જળબંબાકાર! પાણી ભરાતાં યુવક તાડનાં ઝાડ પણ ચઢ્યો

ભરૂચ (Bharuch) જિલ્લામાં અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં નેત્રંગ (Netrang) પંથકમાં સૌથી વધુ 133 મીમી વરસાદ વરસતા અનેક નદી- નાળાઓ છલકાયાં છે. સાથે જ ઘણા નાડાઓ ઉપરથી પાણી પસાર થઈ રહ્યા છે. તો મોવી અને ડેડીયાપાડાને જોડતું નાળુ...
03:06 PM Jul 15, 2024 IST | Vipul Sen

ભરૂચ (Bharuch) જિલ્લામાં અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં નેત્રંગ (Netrang) પંથકમાં સૌથી વધુ 133 મીમી વરસાદ વરસતા અનેક નદી- નાળાઓ છલકાયાં છે. સાથે જ ઘણા નાડાઓ ઉપરથી પાણી પસાર થઈ રહ્યા છે. તો મોવી અને ડેડીયાપાડાને જોડતું નાળુ તણાઈ જતાં મોટી સંખ્યામાં અને ગામો સંપર્ક વિહોણા બન્યા છે.

તાજેતરમાં જ બનેલું રૂ. 2 કરોડનું નાળુ પણ તણાઈ ગયું.

સૌથી વધુ વરસાદ નેત્રંગ પંથકમાં, 2 કરોડનું નાળું તણાયું!

ભરૂચ (Bharuch) જિલ્લામાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ તો ક્યાંક અમીછાટણાં થયા હોવાનાં અહેવાલો વચ્ચે સૌથી વધુ વરસાદ (Heaviest Rainfall) ટ્રાઇબલ વિભાગ એટલે કે નેત્રંગ પંથકમાં નોંધાયો છે, જેમાં સવારે 8 થી 12 વાગ્યાના સમયગાળા દરમિયાન જ 5 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેના પગલે અનેક નદી- નાળાઓ ઊભરાયા છે. સતત ધોધમાર વરસાદનાં કારણે અનેક પ્રવાસન સ્થળ એવા ધોધ પણ નરમ્ય દ્રશ્ય જોવા મળી રહ્યા છે અને સાથે જ નેત્રંગ પંથક અને ડેડીયાપાડાને (Dedyapada) જોડતા મોવી માર્ગ ઉપરનું તાજેતરમાં જ બનેલું રૂ. 2 કરોડનું નાળુ પણ તણાઈ ગયું છે, જેને લઇને સંખ્યાબંધ ગ્રામજનો સંપર્ક વિહોણા થયા હોવાના અહેવાલ છે.

વરસાદી પાણી ભરાતાં યુવક તાડનાં ઝાડ પણ ચઢ્યો

વરસાદી પાણી ભરાતાં યુવક તાડનાં ઝાડ પણ ચઢ્યો, કલાકો બાદ રેસ્ક્યૂ

નેત્રંગ (Netrang) પંથકમાં ધોધમાર વરસાદના પગલે નદી-નાાળાઓ છલકાઈ જતાં સતત વહેતા પાણીમાં એક યુવાન પાણીથી બચવા માટે તાડનાં ઝાડ (Palm Tree) પર ચડી ગયો હતો અને કલાકો સુધી ઝાડ પર ટીંગાઈ રહેવાની નોબત આવી હતી. જો કે, તાડનાં ઝાડ પર ટિંગાયેલાને રેસ્ક્યૂ કરવા માટેની ટીમ પણ દોડી આવી હતી. તેને ધસમસ્તા પાણીના પ્રવાહ વચ્ચેથી બચાવી લેવામાં આવ્યો હતો. નેત્રંગ પંથકમાં અનેક નદી-નાળાઓ નવા નીરથી ઊભરાઈ જતાં અનેક સ્થળોએ નયન રમ્ય દ્રશ્ય જોવા મળ્યા હતા. આ દ્રશ્યો જોવા માટે પણ ઘણા બ્રિજ પર લોકો નજારો જોવા માટે ઉમટી પડ્યા હતા.

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

 

આ પણ વાંચો - Rain in Ahmedabad : અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર, શહેરીજનોની આતુરતાનો આવ્યો અંત!

આ પણ વાંચો - South Gujarat : ઉમરપાડામાં 4 કલાકમાં 10 ઇંચ વરસાદ…

આ પણ વાંચો - Rain in Gujarat : આ જિલ્લાઓમાં યલો એલર્ટ, આજે અતિભારે વરસાદની આગાહી

Tags :
BharuchDedyapadaGujarat FirstGujarati NewsHeaviest RainfallNetrangPalm TreeWaterfalls
Next Article