Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch : મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે વાકયુદ્ધ, એક બીજા પર લગાવ્યા ગંભીર આક્ષેપ, જુઓ Video

ભરૂચ (Bharuch) લોકસભા બેઠક પરના INDI ગઠબંધનના ઉમેદવાર અને AAP નેતા ચૈતર વસાવા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ફરી એકવાર ચૈતર વસાવા (Chaitar Vasava) અને મનસુખ વસાવા (Mansukh Vasava) સામસામે આવ્યા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ...
bharuch   મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે વાકયુદ્ધ  એક બીજા પર લગાવ્યા ગંભીર આક્ષેપ  જુઓ video

ભરૂચ (Bharuch) લોકસભા બેઠક પરના INDI ગઠબંધનના ઉમેદવાર અને AAP નેતા ચૈતર વસાવા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ફરી એકવાર ચૈતર વસાવા (Chaitar Vasava) અને મનસુખ વસાવા (Mansukh Vasava) સામસામે આવ્યા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ચૈતર વસાવા પર બંધ કેબિનમાં TDO અધિકારીને ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે બીજી તરફ ચૈતર વસાવા આગેવાનો સહિત તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા અને મનસુખ વસાવા પોતાની પોસ્ટને લઈને ખુલાસો કરે તેવી માંગ કરી હતી.

Advertisement

ચૈતર વસાવા પર મનસુખ વસાવાનો ગંભીર આક્ષેપ

ભાજપના (BJP) ઉમેદવાર મનસુખ વસાવા અને INDI ગઠબંધનના ઉમેદવાર અને AAP નેતા ચૈતર વસાવા ફરી એકવાર સામસામે આવ્યા છે. માહિતી મુજબ, મનસુખ વસાવાએ તેમના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરીને ચૈતર વસાવા પર ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે લખ્યું કે, ચૈતર વસાવાએ બંધ કેબિનમાં ડેડીયાપાડાના (Dediapada) તાલુકા વિકાસ અધિકારીને (Taluk Development Officer) ધમકી આપી છે. તેમણે આરોપ લગાવતા લખ્યું કે, મતદાન બાદ ચૈતર વસાવાએ (Chaitar Vasava) TDO ને ધમકાવ્યો હતો. મનસુખ વસાવાની પોસ્ટ સામે આવતા ચૈતર વસાવા પણ પોતાના આગેવાનો સાથે તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા અને મનસુખ વસાવા પોતાની પોસ્ટને લઈને ખુલાસો કરે તેવી માંગ કરી હતી.

Advertisement

બંને નેતાઓ વચ્ચે વાકયુદ્ધ છેડાયું હતું

મનસુખ વસાવાની પોસ્ટ બાદ એવી ચર્ચાએ વેગ પકડ્યો કે ચૈતર વસાવા સામે વધુ એક ફરિયાદ દાખલ થશે. જણાવી દઈએ કે, અગાઉ પણ ચૈતર વસાવા પર વનકર્મીને માર મારવાનો આરોપ લાગ્યો હતો. વનકર્મીને માર મારવાના કેસમાં ચૈતર વસાવાને જેલ પણ જવું પડ્યું હતું. ત્યારે હવે ફરી એકવાર મનસુખ વસાવા (Mansukh Vasava) અને ચૈતર વસાવા સામે આવતા મામલો ગરમાયો છે. માહિતી મુજબ, તાલુકા પંચાયત કચેરીની બહાર બંને વચ્ચે વાકયુદ્ધ છેડાયું હતું. મનસુખ વસાવા અને ચૈતર વસાવાએ એકબીજા પર કર્યા આક્ષેપ કર્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Satta Bazaar માં વધુ એક બુકીએ બહાર પાડ્યા ભાવ, રૂપાલા, પૂનમ માડમ સહિત BJP ઉમેદવારોને લઈ કર્યાં આ દાવા!

આ પણ વાંચો - Padminiba એ સંકલન સમિતિને ફરી આડેહાથ લીધી! કહ્યું- રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણા…

આ પણ વાંચો - Ahmedabad : AMC ના બાબુઓ AC કેબિનમાં બેસશે અને નાગરિકો ગટરનાં ઢાંકણા ખોલશે ?

Tags :
Advertisement

.