Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bharuch : ફાયર અધિકારીઓ સિવિલ હોસ્પિટલમાં પહોંચતા જ જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો!

ભરૂચ (Bharuch) સિવિલ હોસ્પિટલમાં ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા ફાયર સેફટી અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, ફાયર સેફટીની (fire Safty) સુવિધા કર્મચારીઓ સાથે કાર્યરત હતી, પરંતુ હોસ્પિટલના પાર્કિંગમાં આગ લાગી શકે તેમ હોસ્પિટલનો બિનઉપયોગી બેડ, ગાદલા જોવા મળતા ફાયર...
12:22 AM Jun 01, 2024 IST | Vipul Sen

ભરૂચ (Bharuch) સિવિલ હોસ્પિટલમાં ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા ફાયર સેફટી અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, ફાયર સેફટીની (fire Safty) સુવિધા કર્મચારીઓ સાથે કાર્યરત હતી, પરંતુ હોસ્પિટલના પાર્કિંગમાં આગ લાગી શકે તેમ હોસ્પિટલનો બિનઉપયોગી બેડ, ગાદલા જોવા મળતા ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક સિવિલ હોસ્પિટલને (Civil Hospital) નોટિસ આપવામાં આવતા પાર્કિંગ ખાલી કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.

હોસ્પિટલની પાર્કિંગમાં ગાદલાઓનો જથ્થો

પાર્કિંગમાં મેડિકલ વેસ્ટ, ગાદલાનો જથ્થો મળ્યો

'ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા' મારવા જેવો ઘાટ હાલ ગુજરાતમાં ચાલી રહ્યો છે. રાજકોટના (Rajkot) અગ્નિકાંડની ઘટના બાદ ફાયર NOC ને લઇ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભરૂચ (Bharuch) સિવિલ હોસ્પિટલ જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ માનવામાં આવે છે અને આ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. પરંતુ, કોઈ દુર્ઘટના ઘટે તો ફાયર સેફટીના સાધનો કેટલા કાર્યરત છે તે અંગેની ચકાસણી માટે ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરાગદાન ગઢવી પોતાની ટીમ સાથે સરપ્રાઈઝ ચેકિંગ અર્થે ગયા હતા, જ્યાં ફાયર સેફ્ટીના સાધનો કાર્યરત કર્મચારીઓ સાથે હતા.

હોસ્પિટલની પાર્કિંગમાં ગાદલાઓનો જથ્થો

હોસ્પિટલ સંચાલકોએ ભૂલ સ્વીકારી

પરંતુ, ભરૂચ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં સિવિલ હોસ્પિટલનો (Civil Hospital) મેડિકલ વેસ્ટ (Medical Waste) તથા હોસ્પિટલના બિનઉપયોગી બેડ, ઝડપી આગ પકડી શકે તેવા ગાદલાનો જથ્થો જોવા મળતા ફાયર ઓફિસરની ટીમ પણ લાલઘૂમ બની હતી અને તાત્કાલિક પાર્કિંગ ખાલી કરવા માટે સૂચન આપી તાત્કાલિક નોટિસ આપવાની કવાયત કરી હતી. ફાયર ઓફિસરે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને નોટિસ પાઠવ્યાની જાણ થતા હોસ્પિટલના ડોક્ટર ગોપી મિખીયાએ ફાયર ઓફિસરે જે ક્ષતિઓ કાઢી છે તેને દૂર કરવામાં આવશે અને પાર્કિંગને તાત્કાલિક ખાલી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. હોસ્પિટલ સંચાલકોએ પોતાની ભૂલને સ્વીકારી હતી.

અહેવાલ : દિનેશ મકવાણા

 

આ પણ વાંચો - ‘World No Tobacco Day’ નિમિત્તે GCS હોસ્પિટલમાં ગુજરાત SRP જવાનો માટે ખાસ કાર્યક્રમ યોજાયો

આ પણ વાંચો - Ahmedabad : સામાજીક સંસ્થાઓ વૃક્ષોની નનામી બનાવી આપી શ્રદ્ધાજંલી

આ પણ વાંચો - Ahmedabad : તપાસ એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓની ઓળખ આપી લોકો પાસે નાણા પડાવતી ગેંગની ધરપકડ

Tags :
Bharuch Civil Hospitalfire departmentFire NOCFire noticeGujarat FirstGujarati NewsHopital wastemattressesMedical Wasteunused hospital beds
Next Article