ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bharuch Protest: ભરૂચના અયોધ્યા નગરમાં ગટરના ઉભરાતા પાણીથી સ્થાનિકો ઘરમાં પુરાવા મજબુર

Bharuch Protest: ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં આવેલા અયોધ્યા નગરમાં ઉભરાતી ગટરોના પાણીથી પરેશાન લોકોએ રોગચારો ફાટી નીકળ્યો હોવાના આક્ષેપ સાથે ચૂંટણી ટાણે ગટરના ગંદા પાણીના કાયમી નિકાલની માંગ સાથે ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામી હાયરે નગર પાલિકા હાય હાયના...
11:30 PM Apr 26, 2024 IST | Aviraj Bagda
Bharuch Protest

Bharuch Protest: ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં આવેલા અયોધ્યા નગરમાં ઉભરાતી ગટરોના પાણીથી પરેશાન લોકોએ રોગચારો ફાટી નીકળ્યો હોવાના આક્ષેપ સાથે ચૂંટણી ટાણે ગટરના ગંદા પાણીના કાયમી નિકાલની માંગ સાથે ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામી હાયરે નગર પાલિકા હાય હાયના નારા લગાવી વિરોધ દર્શાવી પાલિકાને જગાડવાના પ્રયાસો કર્યા છે.

ભરૂચ લોકસભાની ચૂંટણી ટાણે જ ઘણા વિસ્તારોમાં કામ ન થયા હોવાના આક્ષેપ સાથે વિરોધ વંટોળ ઉભો થયો છે. તો ભરૂચમાં ભાજપના ગઢ સમા અયોધ્યા નગર સોસાયટીમાં ગટરના ગંદા પાણીનો નિકાલ ન થતો હોવાના કારણે ચોમાસાની ઋતુનો બારેમાસ અનુભવ કરતા રહીશો લોકસભાની ચૂંટણી ટાણે જ પોતાના ઘર પાસે ભરાતા ગટરના ગંદા પાણીના કાયમી નિકાલની માંગ સાથે મેદાનમાં ઉતર્યા હતા.

આ પણ વાંચો: Rajiv Modi Case : બલ્ગેરિયન યુવતીએ કરી CBI તપાસની માગ, પોલીસ પર લગાવ્યા આ ગંભીર આરોપ!

સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મૂક્યું હતું

કામ નહિ તો વોટ નહિ, હાય રે નગરપાલિકા હાય હાય ના નારા લગાવી ચૂંટણી બહિષ્કારની ચીમકી સાથે ઉંઘતી નગરપાલિકા અને 200-500 મતોથી ભાજપને કશું થવાનું નથી તેવું બોલનારા સ્થાનિક રાજકારણીઓના કાન ખોલવા માટે સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મૂક્યું હતું.

આ પણ વાંચો: Vadodara : ડભોઈના કવ્વાલી પ્રોગ્રામમાં મુંબઈના મશહૂર યુવા કવ્વાલનું મોત

આટલું કરો તો સારું કહીં બે હાથ જોડયા

ઉભરાતી ગટરોના ગંદા પાણી ઘર આંગણે ભરાઈ રહેતા પીવાના પાણીની પાઈપ લાઈનમાં ગટરના પાણી ફરી વળ વાના કારણે ગટરના ગંદા પ્રદુષિત પાણી પણ પીવાના પાણી સાથે ભેરસેળ થતા બાળકો પણ રોગચારામાં સપડાયા હોવાના આક્ષેપો સ્થાનિકોએ કરવા સાથે 70 વર્ષીય વૃદ્ધાએ તો આક્રોશ વ્યક્ત કરીને કહ્યું આટલું કરો તો સારું કહી બે હાથ જોડયા અને સમગ્ર મહિલાઓએ ભરૂચ નગરપાલિકામાં હલ્લાબોલ કરી વિરોધ દર્શાવ્યો હતો.

અહેવાલ-દિનેશ મકવાણા

આ પણ વાંચો: Lok Sabha Candidate At Ambaji: મા અંબાના ધામમાં 100 મીટરના અંતરમાં બે દિગ્ગજ નેતાએ કર્યો પ્રચાર

Tags :
BharuchBharuch ProtestCorporationElection 2024GujaratGujaratFirstLok-Sabha-electionMunicipality CorporationProtest
Next Article