Bharuch : યુવકને જીવતો સળગાવી નાખવાના કેસમાં પોલીસને મળી સફળતા
Bharuch : કહેવાય છે કે એક દુલ્હન શોધવા માટે યુવકો એ ફાંફા મારવા પડે છે આવા જ એક યુવકે લગ્ન કરવા માટે દુલ્હન શોધવા માટે નડિયાદ ની એક મહિલા તથા ભરૂચની (Bharuch) એક મહિલા મારફતે યુવતી બતાવવાનું ગોઠવાતા લગ્ન...
Bharuch : કહેવાય છે કે એક દુલ્હન શોધવા માટે યુવકો એ ફાંફા મારવા પડે છે આવા જ એક યુવકે લગ્ન કરવા માટે દુલ્હન શોધવા માટે નડિયાદ ની એક મહિલા તથા ભરૂચની (Bharuch) એક મહિલા મારફતે યુવતી બતાવવાનું ગોઠવાતા લગ્ન કરવાના ઈરાદે ભરૂચની મહિલાએ 1.65 લાખ લીધા પછી પણ દુલ્હન 10 દિવસ પણ નહિ ટકતા અને રૂપિયા પરત નહિ મળતા રૂપિયા ગુમાવનાર અને યુવતીનું સુખ નહિ મળનાર કંટાળેલા યુવકે નવસારી થી જ ભરૂચ માં એકને જીવતો સળગાવી દેવાનો પાલન ઘડી નાંખી યુવકને સળગાવી દેતા પોલીસની તપાસમા પાપડી સાથે ઈયળ બફાઈ હોવાનું બહાર આવ્યું છે.
યુવકને જીવતો સળગાવી નાખવાના પ્રયાસનો મામલો
ભરૂચમાં (Bharuch ) 18 મી માર્ચના બપોરના ત્રણ વાગ્યાના અરસામા પશ્ચિમ વિસ્તારમાં આવેલ જૂની વાડી વસંત મીલની ચાલમાં રહેતા કિશન નારણ વસાવા પોતાના ઘરમાં હતો તે દરમ્યાન એક અજાણ્યો ઈસમ આવી કિશન વસવાનો દરવાજો ખખડાવતા કિશન વસાવાએ દરવાજો ખોલતા જ અજાણ્યા ઈસમે પ્લાસ્ટિકની થેલીમાં ભરેલ પેટ્રોલની પેટ્રોલ મારી કેરોસીનનો દીવો નાંખી તેને સળગાવી અજાણ્યો ઈસમ ભાગી જવામાં સફળ થયો હતો.જે સંદર્ભે અજાણ્યા ઈસમ વિરુદ્ધ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો અને ઈજાગ્રસ્ત હજુ ભરૂચની ખાનગી હોસ્પિટલ માં ગંભીર રીતે દાઝી ગયો હોવાના કારણે સારવાર હેઠળ છે.
સમગ્ર ગુનાનો ભેદ ઉકેલવા માટે ભરૂચ એલસીબી,ટેક્નિકલ ટીમ,બી ડિવિઝન પોલીસ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટિમ બનાવી સંપૂર્ણ પ્રકરણમાં જીણવટ ભરી તપાસ કરતા અજાણ્યો ઈસમ જામનગરના ગુલાબ નગર ના રાજપાર્ક માં રહેતો દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકી હોવાનું પ્રાથમિક તપાસમા સામે આવતા સમગ્ર ભરૂચ શહેરના સીસીટીવી ચેક કરી સીસીટીવી માં કેદ ઈસમને સૌરાષ્ટ્ર સાયલા તરફ થી ઝડપી લાવી પૂછપરછ કરતા કિશન વસાવાને જીવતો સળગાવવાનો પ્રયાસ કર્યો હોય અને તેનું કારણ કિશન ના ઘરે આરોપી દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકીને નડિયાદ ની એક મહિલા તથા ભોગબનનારની ફોઈ મારફતેએક યુવતી લગ્નના ઇરાદે બતાવવામાં આવી હતી અને તેના બદલામાં યુવતી બતાવવાના અને લગ્ન કરાવી આપવાના બદલામાં 1.65 લાખ રૂપિયા મહિલાઓને આપ્યા હતા.પરંતુ જે યુવતી માટે રૂપિયા આપ્યા હતા તે યુવતી 10 જ દિવસમાં રફફુચક્કર થઈ હોય અને શરીર સુખ ન મળતા અને રૂપિયા ગુમાવ્યા હોય જેના કારણે બોખલાયેલા દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકીએ નવસારી 18 માર્ચના રોજ કોર્ટમાં કેસ હોય અને એ કેસ પતાવી પરત પોતાના ઘરે જવાનું હોય ત્યારે નવસારી માંથી સૌ પ્રથમ એસિડ ખરીદયું હતું અને પોતાના હાથ ઉપર લગાવી ચેક કરતા એસિડ ની અસર થઈ ના હતી અને પ્લાન બદલી નવસારી માંથી જ પેટ્રોલ અને દીવો તેમજ માસ્ક ખરીદી ટ્રેન મારફતે ભરૂચ માં આવી પેટ્રોલને પ્લાસ્ટિકની થેલી માં ભરી સ્ટેશન થી રિક્ષામાં બેસી ભરતી ટોકીઝ પાસે ઉતરી યુવતી જે ઘરે બતાવી હતી તે ઘરે પહોંચી છેતરપિંડી કરનાર મહિલાના સભ્યને જીવતો સળગાવી દેવાનું મન બનાવી ગુનાને અંજામ આપ્યો હોય તેવી કબૂલાત કરતા આખરે હત્યાનો પ્રયાસ કરવાનો ભેદ ઉકેલવામાં ભરૂચ પોલીસને સફળતા મળી હતી.
1.65 લાખ રૂપિયા યુવતી સાથે લગ્ન કરવા આપ્યા હતા
આરોપી દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકીને ભરૂચમાં કિશન વસાવા ના ઘરે લગ્ન કરવા માટે યુવતી બતાવવામાં આવી હતી અને આરોપી સાથે યુવતીના ફુલહાર કરાવી આપવામાં આવ્યા હતા અને યુવતી 10 દિવસમાં આરોપીના ઘરેથી ભાગી ગઈ હોય અને તેના બદલામાં જે મહિલાએ યુવતીના બહાને રૂપિયા 1.65 લાખ રૂપિયા લીધા હતા અને પરત આપવાની દાનત ન હોય જેના કારણે જે ઘરમાં યુવતી બતાવી હતી તે ઘરમાં જ જે મળે તેને જીવતો સળગાવી દેવાનો મક્કમ મન બનાવી ગુનો કર્યો હતો.
પાપડી સાથે ઈયળ બફાઈ : રૂપિયા કોઈ બીજું કમાય અને ભોગ નિર્દોષ બન્યો
આરોપી દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકીને ભરૂચમાં શીલા નામની મહિલાએ હત્યાનો પ્રયાસનો ભોગ બનાનર ના યુવકના ઘરે યુવતી બતાવી હતી અને આ ઘર યુવતી નું હોવાનું માની છેતરાયેલા આરોપીએ કિશન વસાવા ના ઘરે પહોંચી આ ઘર યુવતીનું જ હોવાનું માની તેનો ભાઈ હોય તેવું માની તેને જીવતો સળગાવી દીધો પરંતુ રૂપિયા મહિલા શીલા કમાઈ અને ભોગ નિર્દોષ કિશન વસાવા બની ગયો હોવાનો ચોંકવનારો ભાંડો ફૂટ્યો હતો.
નવસારી થી આરોપી ટ્રેન મારફતે ભરૂચ પેટ્રોલ લાવ્યો
ભરૂચ (Bharuch ) જીલ્લામાં એક ઈસમની હત્યાના પ્રયાસમાં રેલવે વિભાગની પણ ગંભીર બેદરકારી સામે આવી છે.જેમાં આરોપી ભરૂચમાં ગુનાને અંજામ આપવા માટે નવસારીથી પેટ્રોલ અને કેરોસીન નો દીવો ટ્રેન મારફતે લઈને આવ્યો આ સમય ગાળા દરમ્યાન ટ્રેન માં કોઈ મોટી દુર્ઘટના ઘટી હોત તો જેને લઈને રેલવે વિભાગની પણ ગંભીર બેદરકારી સામે આવા જવલનશીલ પ્રવાહી ટ્રેન મારફતે લાવી શકાય ખરું અને નવસારીથી ભરૂચ સુધી ટ્રેન મારફતે પેટ્રોલ અને કેરોસીન લાવવામાં આવ્યું તો ટ્રેનમાં ફરજ નિભાવતા રેલવે વિભાગના અધિકારીઓને પેટ્રોલ હાથે કેમ ન લાગ્યું?તેવા સવાલો ઉભા થયા છે.
આ પણ વાંચો - Surat : આર્થિક મંદીએ એક જ પરિવારના બે રત્ન કલાકાર ભાઈઓનો જીવ લીધો!
Advertisement