BHARUCH : જર્જરિત હોસ્પિટલના પરિસરમાં વિદ્યાર્થીઓ ભણવા મજબૂર
- જર્જરીત દવાખાના ઉપર હોસ્પિટલનો બિન ઉપયોગી અને આગ વહેલી તકે પકડી શકે તેવા ગાદલા અને ગોદરાનો જથ્થો
- ફાયર એનઓસીનો અભાવ તેમજ અત્યંત જર્જરી હોસ્પિટલમાં જીવનું જોખમ ઊભું કરી ભણાવાઈ છે એક વર્ષથી બાળકોને
- શાળા પ્રવેશોત્સવના તાઇફા કરવા કરતા શાળામાં શિક્ષકોની ભરતી અને સારી કન્ડિશનની શાળાઓની જરૂર ?
BHARUCH : સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવના નામે તાઈફાઓ કરવામાં આવી રહ્યા છે પરંતુ સાચા અર્થમાં સરકારી શાળામાં બાળકોને પૂરતો શિક્ષણ મળે છે ખરું ? સારા શિક્ષકો છે ખરા ? પ્રાથમિક શાળાઓની કન્ડિશન કેવી છે ક્યાં બેસીને અભ્યાસ કરે છે તેનો ખ્યાલ છે ખરો ? તેવા પ્રશ્નો વચ્ચે અંકલેશ્વરમાં અત્યંત જર્જરી સરકારી દવાખાનામાં છેલ્લા એક વર્ષથી ૧થી ૮ ધોરણના બાળકો માત્ર ચાર જ શિક્ષકો થી જોખમી રીતે અભ્યાસ મેળવી રહ્યા છે.
ભણાવવા માટે નથી બોર્ડ
ગુજરાતમાં પ્રાથમિક અને કન્યા શાળાઓમાં શાળા પ્રવેશોત્સવના તાઈફાઓ થતા હોય છે. પરંતુ પ્રાથમિક અને કન્યા શાળાઓમાં ગરીબ અને જરૂરિયાત મંદ બાળકોને પૂરતું શિક્ષણ મળે છે ખરું..? બાળકોને ગણવેશ મળે છે ખરા..? પૂરતા પુસ્તકો મળે છે ખરા..? એટલું જ નહીં પરંતુ અંકલેશ્વર પંથકમાં તો સરકારી જર્જરીત દવાખાનાની અંદર છેલ્લા એક વર્ષથી સરકારી શાળાના ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ અભ્યાસ મેળવી રહ્યા છે પરંતુ આ હોસ્પિટલ માં ચાલતી શાળામાં બાળકોને ભણાવવા માટે નથી બોર્ડ કે નથી પૂરતું શિક્ષણ મળે તેવા સાધનો પરંતુ શાળામાં બાળકોને પ્રવેશ અપાઈ ગયો છે. છતાં પણ તાઈફા કરવા માટે ૨ દિવસ પછી શાળા પ્રવેશોત્સવ થનાર હોવાની માહિતી પણ મળી રહી છે.
ચાર જ શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે
અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે અંકલેશ્વરમાં અંકલેશ્વર સીટી પોલીસ સ્ટેશન ની સામે જ સરકારી બીન ઉપયોગી જર્જરીત હોસ્પિટલમાં બાળકો છે. એક વર્ષથી અભ્યાસ મેળવી રહ્યા છે. અને જો હોસ્પિટલ ધસી પડે તો મોટી હોનારત થવાનો ભય છે. જે બાળકો અભ્યાસ મેળવી રહ્યા છે. તેમના જીવનું પણ જોખમ છે. એટલું જ નહીં આ બાળકોને પૂરતુ શિક્ષણ પણ મળતું નથી. સાથે ધોરણ ૧થી ૮માં માત્ર ચાર જ શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે. અને શાળાના મુખ્ય શિક્ષકે પણ સ્વીકાર્યું કે છેલ્લા એક વર્ષથી બાળકોને ભણાવવામાં હાલાકી ભોગવી પડે છે. પરંતુ અમે પણ ફરિયાદ કોને કરીએ ત્યારે શાળા પ્રવેશોત્સવના તાઇફા કરવા કેટલા યોગ્ય છે.
દારૂની બોટલો પણ મળી આવી
સમગ્ર જર્જરીત સરકારી દવાખાનાનું રિયાલિટી ચેકિંગ પણ ગુજરાત ફર્સ્ટે (GUJARAT FIRST) કર્યો અને સંપૂર્ણ હોસ્પિટલ જર્જરીત હોય ફાયર એનઓસી વિનાનું હોય સાથે સંપૂર્ણ હોસ્પિટલ કે જ્યાં બાળકો અભ્યાસ મેળવી રહ્યા છે. સંપૂર્ણ લાકડાનું હોય અને અત્યંત જર્જરીત હોસ્પિટલ ની ઉપર હોસ્પિટલના બિન ઉપયોગી સાધનો પડ્યા હોય તથા ઘણી વખત વ્યસન કાળો દારૂનું સેવન પણ કરતા હોય તેવી દારૂની બોટલો પણ મળી આવી છે. સાથે હોસ્પિટલના બિન ઉપયોગી ગાદલા અને ગોદળાનો જથ્થો પણ શાળામાંથી મળી આવ્યો છે. અને જો આગ લાગે તો આગ ઉપર રહેલી તકે કાબુ પણ ન મેળવી શકાય છતાં પણ બાળકોના જીવનું જોખમ કેડીને સરકારી સ્કૂલના બાળકોને જોખમી રીતે હોસ્પિટલમાં અભ્યાસ કરાવતો હોવાના ચોકાવનારા અહેવાલો સામે આવી ગયા છે .
અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો -- Panchmahal : વાવડી બુઝુર્ગની શાળાના બાળકો જર્જરિત ઓરડામાં કરી રહ્યા છે અભ્યાસ