Bharuch News : ઝઘડિયા GIDC પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠ્યા..., પીડિતની માતાએ મીડિયા સામે કહ્યું...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકના એક ગામમાં 6 મહિનાથી નોકરી વેળા મોટી દીકરીના સંપર્કમાં આવેલા નરાધમે લગ્ન કર્યા વિના જ દીકરીને પાંચ મહિનાનો ગર્ભ કર્યો તો નાની દીકરીને સ્કૂલે મૂકવા જવાના બહાને બંધક બનાવી બળાત્કાર ગુજાર્યો હોય અને આવા ગંભીર ગુનામાં ઝઘડિયા GIDC પોલીસની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. જોકે હાલ તો ઝઘડિયા GIDC પોલીસે બળાત્કાર અપહરણ અને બંધક બનાવવા તેમજ જાનથી મારી નાખવાનો ગુનો દાખલ કર્યો છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDC વિસ્તારમાં કહેવાતા બનેવીએ 8 મી જુલાઈએ સગીર વયની કહેવાતી સાળીને સ્કૂલે મૂકવાના બહાને ઈકો ગાડીમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ સગીરાને નરાધમ કહેવાતા બનેવી સતીશ રાજુ વસાવાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેના પગલે ભોગ બનનાર ગભરાઈ અને ડરી ગઈ હતી.
પરંતુ કહેવાતા બનેવીએ કરેલા કૃત્યથી સગીરાને ગુપ્તાંગ ઉપર ગંભીર પ્રકારનો સોજો આવી જવા સાથે ઇન્ફેક્શન થઈ જતા તેણીને સારવાર માટે 15 દિવસ બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં પણ કહેવાતો બનેવી આવ્યો હતો અને સિવિલ હોસ્પિટલના તબીબોએ ઝઘડિયા GIDC પોલીસને વર્ધી આપી હતી જે પ્રકરણમાં પોલીસે પણ ફરિયાદીનું નિવેદન લઈ કાર્યવાહી કરવાના બદલે સમાધાન થયું હોવાનું કહી મામલાને રફેદફે કરવાનું કાવતરું રચ્યું હતું. પરંતુ સમાધાન અંગે નિવેદન પણ કઈ મહિલા કોન્સ્ટેબલની હાજરીમાં લેવાયું હતું તે એક ચર્ચાનો વિષય બની ગયો હતો.
સમગ્ર ઘટનામાં પીડિતાની માતાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે તેમ મીડિયા સમક્ષ કહ્યું હતું. ઝઘડિયા GIDC પોલીસે પીડિતાનું નિવેદન અને ફરિયાદ માટે સાથે મહિલા પોલીસ કર્મી મોકલવાના બદલે પુરુષ કર્મીઓને મોકલ્યા હતા અને પુરુષ પોલીસ કર્મીઓ સુપ્રીમ કોર્ટના આદેશનું અનાદન કરી પીડિતાનું નિવેદન લઈ રહ્યા હતા અને ત્યારે પીડીતા ડરી ડરી ગભરાય અને ક્ષોભ અનુભવી નિવેદન આપી રહી હતી.
જોકે પુરુષ પોલીસ કર્મીઓને પોતાની ભૂલનું ભાન થયા બાદ આખરે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના મહિલા પીએસઆઇ બી.જી યાદવ મેડમે સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી પીડિતાનું નિવેદન લઈ સમગ્ર પ્રકરણમાં નરાધમ કહેવાતા બનેવી રાજુ સતીશ વસાવા સામે આઇપીસીની કલમ 363,366,376,376(2)J,342,506(2), તથા પોક્સો એક્ટ 4,6,12 મુજબ ગુનો દાખલ કરી નરાધન સતીશ વસાવાની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો : Dabhoi : ઢાઢર અને ઓરસંગ નદીના હેઠવાસના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના, Video