Bharuch Collector Office: ભરૂચમાં બૌડા વિભાગની કચેરીમાં મહિલા અરજદારે આપઘાતનો કર્યો પ્રયાસ
Bharuch Collector Office: ભરૂચ (Bharuch) ની જૂની કલેક્ટર કચેરી (Collector Office) માં પીડિત મહિલા દ્વારા વારંવાર મુશ્કેલી અંગે 6 જેટલી રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ મામલે તેને લાંબા સમય સુધી ન્યાય ના મળતા કચેરીમાં આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
ત્યારે મળતી માહિતી મુજબ ભરૂચ (Bharuch) માં જૂની કલેકટર કચેરી (Collector Office) માં બૌડા વિભાગ કાર્યરત છે. જેમાં વડોદરા (Vadodara) ની રહીશ સંગીતાબેન મહેતાએ તેમની નર્મદા નદી પાસે આવેલી માલિકીની જમીન અંગે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે તેમની માલિકીની જમીન પર તેમના ભાડુઆતે ગેરકાયદેસર રીતે બાંધકામ શરૂ કરી દીધું છે.
ભાડુઆતે માલિકની જમીન પર બાંધકામ શરૂ કર્યું

Bharuch Collector Office
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નર્મદા નદીમાં જ્યારે પૂર આવ્યું હતું. ત્યારે નર્મદા નદી (Narmada) ના વિસ્તારમાં તેમનું ઘર બનેલું હતું. તેમાં ભરતી નામની મહિલા ભાડે રહેતી હતી. પરંતુ પૂરના કારણે તેમનું ઘર ઘસી પડ્યું હતું. ત્યારબાદ તેમના ભાડુઆતે તેમની માલિકીની જમીન પર ગેરકાયદેસર રીતે બાંધકામ શરૂ કરી દીધું હતું. જે પૈકી બૌડા વિભાગએ સંગીતાબેનની ફરિયાદના આધારે બાંધકામ પર સીલ લગાડવામાં આવ્યું હતું. પરંતુ તેમ છતા ભાડુઆતે બાંધકામ ચાલુ રાખ્યું હતું.
સંગીતાબેન પાસેથી Suicide Note પણ મળી આવી
જેના પગલે વારંવાર બૌડા વિભાગમાં ફરિયાદ કરવા છતાં તેમની ફરિયાદનું નિરાકરણ આવી રહ્યું ન હતું. જોકે સંગીતાબેનને સરકારી કચેરીમાં યોગ્ય સમયે ન્યાય ન મલતા કચેરીમાં ફિનાઈલ ગટગટાવી ગયા હતા. ત્યારે તેમને તાત્કાલિક ધોરણે Civil Hospital લઈ જવામાં આવ્યા હતા. તે ઉપરાંત સમગ્ર મામલે પોલીસ કેસ પણ નોંધાયો હતો. જૈ પૈકી સંગીતબેનના પર્સમાંથી Suicide Note પણ મળી આવી હતી.

Bharuch Collector Office
બાંધકામ તોડવાનો હુકમ આવ્યો ન હતો
તે ઉપરાંત બૌડા વિભાગના અધિકારીઓનું કહેવું હતું કે, તેમની ફાઈલ આ ઓફિસમાં ચાલે છે. તેમની અરજી ઉપર સુનાવણી થયા બાદ ગેરકાયદેસર બાંધકામ તોડવાનો હુકમ આવવાની રાહ જોવાઈ રહી હતી. ત્યારે હાલમાં, સમગ્ર મામલે પોલીસે FIR નોંધીને આગળ તજવીજ હાથ ધરી છે.
અહેવાલ દિનેશ મકવાણા
આ પણ વાંચો: Indian Coast Guard News: ભારતીય તટરક્ષક દ્વારા પ્રદૂષણ પ્રતિભાવ સેમિનાર અને વર્કશોપનું આયોજન
આ પણ વાંચો: VADODARA : પોતાનાને દુ:ખી અને બીજાને મોટા કરવાનું સ્થાનિક લેવલનું રાજકારણ, મારી રીત અલગ છે – કેતન ઇનામદાર