Bharuch : ભડકોદરા ગામે જાહેર માર્ગ પર રખડતા ઢોરે બાઈક ચાલકને અડફેટે લીધો
અહેવાલ-દિનેશ મકવાણા ભરૂચ
ભરૂચ જિલ્લામાં જાહેર માર્ગો ઉપર રખડતા ઢોરોના કારણે વાહન ચાલકોને જોખમ ઊભું થઈ રહ્યું છે અંકલેશ્વરમાં સતત રખડતા ઢોળો વાહન ચાલકોને અડફેટે લેતા હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થવાનું યથાવત રહ્યું છે અંકલેશ્વરના ભડકોદરા ગામે રખડતા ઢોરો જાહેર માર્ગો ઉપર જ તોફાને ચડતા હોવાના સીસીટીવી સાથે મોટરસાયકલ ચાલકને અડફેટે લીધો હોવાની ઘટના સામે આવી છે
ભરૂચ અંકલેશ્વર પંથકમાં રખડતા ઢોરો વાહન ચાલકો માટે જોખમકારક સાબિત થયા છે ગતરોજ સંધ્યાકાળના સમયે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના ભડકોદરા ગામે જાહેર માર્ગો ઉપર જ 2 આંખલાઓ તોફાને ચડ્યા હતા અને બંને આંખલાઓ જાહેર માર્ગો ઉપર જ દોડતા એક મોટરસાયકલ ચાલકને અડફેટી લેતા મોટરસાયકલ ચાલક રોડ ઉપર પટકાયો હતો.
પરંતુ તેને સામાન્ય ઇજાઓ થઈ હતી આ સમગ્ર ઘટનાઓ સીસીટીવી ફૂટેજમાં કેદ થતા ભરૂચ જિલ્લામાં રખડતા ઢોરો ન્યુસન્સ દૂર કરવામાં નગરપાલિકા સદંતર નિષ્ફળ નિવડી છે ભરૂચ જિલ્લામાં ભૂતકાળમાં રખડતા ઢોરોએ વાહન ચાલકોને અડફેટે લઈ અકસ્માતે મોત પણ નિપજાવ્યા છે ભરૂચ જિલ્લામાં નગરપાલિકાઓ દ્વારા પણ રખડતા ઢોરો જાહેર માર્ગો ઉપરથી દૂર કરવાનું અભિયાન ઉપાડવામાં આવે તે પણ જરૂરી છે
આ પણ વાંચો-KUTCH : સંવેદનશીલ ગણાતા સરક્રિક વિસ્તારમાંથી એક પાકિસ્તાની માછીમારની કરાઇ ધરપકડ