Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rath Yatra પૂર્વે રૂટ પર પોલીસ જવાનોની બુલેટ માર્ચ, ક્રાઇમ બ્રાન્ચ-SOG એ ફૂટ પેટ્રોલિંગ કર્યું

અમદાવાદના (Ahmedabad) જગન્નાથ મંદિરેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી સુદ બીજના રોજ (7 જુલાઈ, 2024) ભગવાન જગન્નાથની (Lord Jagannath) રથયાત્રા ધૂમધામથી નીકળવાની છે. ત્યારે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે....
rath yatra પૂર્વે રૂટ પર પોલીસ જવાનોની બુલેટ માર્ચ  ક્રાઇમ બ્રાન્ચ sog એ ફૂટ પેટ્રોલિંગ કર્યું

અમદાવાદના (Ahmedabad) જગન્નાથ મંદિરેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી સુદ બીજના રોજ (7 જુલાઈ, 2024) ભગવાન જગન્નાથની (Lord Jagannath) રથયાત્રા ધૂમધામથી નીકળવાની છે. ત્યારે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે. આથી, કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિમય માહોલમાં રથયાત્રા નીકળી શકે તે માટે ચુસ્ત સુરક્ષાના ભાગરૂપે અમદાવાદ પોલીસ તંત્ર (Ahmedabad Police), ક્રાઇમ બ્રાન્ચ, સાઇબર ક્રાઇમ અને SOG દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.

Advertisement

રથયાત્રાના રૂટ પર બુલેટ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ

અમદાવાદમાં રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે 147 મી રથયાત્રાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ (foot patrolling) અને બુલેટ માર્ચ (bullet march) યોજાઈ હતી. માહિતી મુજબ, ક્રાઈમ બ્રાન્ચ, સાઇબર ક્રાઇમ અને SOG એ ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જ્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર બુલેટ માર્ચ યોજાઈ હતી. આમ રથયાત્રાના 15 કિલોમીટરના રૂટ પર બુલેટ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

રથયાત્રા પૂર્વે ફૂટ અને બુલેટ પેટ્રોલિંગ

Advertisement

3D મેપિંગ, AI સહિત અનેક ટેક્નોલોજીનો ઉપયોગ

ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રાને (Rath Yatra) લઇ અમદાવાદમાં (Ahmedabad) જમાલપુર જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, જે હેઠળ રથયાત્રાના સંવેદનશીલ વિસ્તાર અને રૂટ પર ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) ફૂટ પેટ્રોલિંગ, 3D મેપિંગ, AI સહિત અનેક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે રૂટની સાથે જ અલગ અલગ વિસ્તારોમાં 1500 થી વધુ CCTV કેમેરા, પોલીસ જવાનો પાસે પોકેટ કેમેરા, ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે. માહિતી મુજબ, મંદિર (Jagannath temple), સરસપુર અને પોળોના થ્રીડી મેપ બનાવવામાં આવશે. મોડી રાત્રે 120 બાઈકો સાથે પણ પેટ્રોલિંગ કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad RathYatra : 1100 જવાનોનું પેટ્રોલિંગ, 3D મેપિંગ, AI, 1500 CCTV, આ વખતે આવી છે તૈયારીઓ!

આ પણ વાંચો - Rajkot GameZone : TPO સાગઠિયાની પૂછપરછમાં ભાજપના નેતાનું નામ ખુલ્યું! ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસ તેજ કરી

આ પણ વાંચો - Sabarkantha : કાર-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારની 2 માસૂમ બાળકી સહિત 5 સભ્યોનાં મોત

Tags :
Advertisement

.