ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Banaskantha : દાંતા તાલુકાના હડાદ વિસ્તારમાં આરોગ્ય વિભાગનું સરપ્રાઈઝ ચેકિંગ

Banaskantha ; બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના વિવિઘ તાલુકાઓમા દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં તમાકુ - ગુટકા જેવી વસ્તુઓ વેચવાના બહાને નિયમોનું પાલન કરવામાં આવતું નથી, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ ની ટીમ દ્રારા દાંતા તાલુકા ના હડાદ મુકામે જ્યાં ગેરકાયદે તમાકુ...
07:28 PM Feb 29, 2024 IST | Hiren Dave
surprise checking

Banaskantha ; બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના વિવિઘ તાલુકાઓમા દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં તમાકુ - ગુટકા જેવી વસ્તુઓ વેચવાના બહાને નિયમોનું પાલન કરવામાં આવતું નથી, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ ની ટીમ દ્રારા દાંતા તાલુકા ના હડાદ મુકામે જ્યાં ગેરકાયદે તમાકુ અને તેની બનાવટનું વેચાણ કરતા દુકાનો, લારીગલ્લા તથા પાન પાર્લર તમેજ જથ્થા બંધ દુકાન ના વેપારીઓની તપાસ કરી વેપારીઓ સામે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી.ડૉ સંજય સોલંકી ,જિલ્લા અપેડેમીક મેડીકલ ઓફીસર શ્રી.ડૉ જે.એચ. હરિયાણીની સુચનાથી દાંતા તાલુક ના આરોગ્ય અધિકારી શ્રી. ડૉ કિરણ ગમાર જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ સંયુક્ત ઉપક્રમે હડાદ ખાતે ગામના નાના-મોટા વેપારીઓ પાન-ગલ્લા તમાકુ વેચતા ધારકોની જગ્યાએ આકસ્મિક ચેકિંગ હાથ ધરીને 32 જેટલા દુકાન ધારકો પાસેથી રૂપિયા 3150 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

દુકાનોમાં સ્ટીકર લગાવવામાં આવ્યા
વેપારીઓ દ્વારા તમાકુથી કેન્સર થાય છે અને 18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિને તમાકુનું વેચાણ તેમજ ખરીદીએ દંડનીય ગુનો બને છે, એવું લખાણ સાથે નિર્દેશ આરોગ્ય વિશે ચેતવણી વાળા સ્ટીકરો દુકાનોમાં લગાવવામાં આવ્યા હતા.જેમાં જિલ્લા પંચાયતના તમાકુ નિયંત્રણ સેલ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.

અહેવાલ -શક્તિસિંહ રાજપુત,અંબાજી

 

આ  પણ  વાંચો - Anand Patni : Gujarat First ન્યૂઝના પત્રકાર આનંદ પટણીને શ્રદ્ધાંજલિ અપાઈ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Ambaji NewsBanaskanthaGujaratsurprise checkingtobacco control square
Next Article