Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Banaskantha : બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનું વેચાણ, ગંદકી રાખનારા એકમોની હવે ખેર નહીં!

બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં બેદરકારી દાખવતી એકમો સામે મોટી કાર્યવાહી કરાઈ છે. બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થ અને સાફ-સફાઈ ન જાળવી ગંદકી રાખનાર 12 એકમો સામે દંડાત્મક પગલાં ભરી રૂ.39.85 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. માહિતી મુજબ, નાયબ નિવાસી કલેક્ટર (Deputy Resident Collector)...
banaskantha   બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનું વેચાણ  ગંદકી રાખનારા એકમોની હવે ખેર નહીં

બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં બેદરકારી દાખવતી એકમો સામે મોટી કાર્યવાહી કરાઈ છે. બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થ અને સાફ-સફાઈ ન જાળવી ગંદકી રાખનાર 12 એકમો સામે દંડાત્મક પગલાં ભરી રૂ.39.85 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. માહિતી મુજબ, નાયબ નિવાસી કલેક્ટર (Deputy Resident Collector) દ્વારા અલગ-અલગ 12 ચુકાદા આપીને દંડની આ કાર્યવાહી કરવામાં આવી છે.

Advertisement

12 એકમોને રૂ.39.85 લાખનો દંડ

છેલ્લા કેટલાક દિવસથી ખાદ્ય પદાર્થોમાંથી દેડકા, ગરોળી, વંદો અને અન્ય જીવાત નીકળી આવ્યાની ઘટનાઓ આપણી સમક્ષ આવી છે. ત્યારે બનાસકાંઠામાં (Banaskantha) નાયબ નિવાસી કલેક્ટર દ્વારા હવે બેદરકારી દાખવતી એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી મુજબ, જિલ્લાની 12 એકમોને મસમોટો દંડ ફટકારવામાં આવ્યો છે. નાગરિકોને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનું વેચાણ અને એકમમાં સાફ-સફાઈ ન જાળવી ગંદકી રાખનાર 12 એકમોને રૂ.39.85 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ એકમોને લાખો રૂપિયાનો દંડ

માહિતી મુજબ, હલકી કક્ષાનો ફરાળી લોટ, પેકેજિંગ, ડ્રિંકિંગ વોટરનાં (Drinking Water) વિક્રેતાઓ, ક્રીમ, કેરીનો રસ (Mango Juice), માવો અને પનીર વિક્રેતાઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટની (Rajkot) દર્શન બેવરેઝીસની દાવત ડ્રિંકિંગ વોટરને રૂ. 11.25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉપરાંત, સ્વામિનારાયણ ફરાળી લોટના સુરતના ઉત્પાદકને રૂ. 3.25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. કિચન એક્સપ્રેસ બ્લેક સોલ્ટ પાવડરનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ આવતા કલોલમાં મેં. કિચન એક્સપ્રેસ ઓવરસીસ સન્તેજને રૂ. 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો - લ્યો બોલો! ફરી એકવાર બાલાજી કંપની વિવાદમાં સપડાઈ, વેફરના પેકેટમાંથી નીકળ્યો ઉંદર

Advertisement

આ પણ વાંચો - Bhuj: જાણીતા મોલ “સ્માર્ટ બજાર”માંથી લીધેલી બ્રિટાનીયા કેકમાં નીકળી ઈયળ, કચ્છનું ફુડ વિભાગ ઘોર નિંદ્રામાં

આ પણ વાંચો - VADODARA : નોન વેજની દુકાનોમાં ભારે ગોલમાલ મળી

ગુજરાત ફર્સ્ટ (Gujarat First )તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First )(Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.