Banaskantha Infrastructure: ડીસામાં રમત-ગમત સંકુલનું ખાતમુહૂર્ત અને સીસીટીવી કેમેરાનું ઉદ્ઘાટન કરાયું
Banaskantha Infrastructure: આજે Banaskantha ના ડીસામાં Home Minister Harsh Sanghvi ના હસ્તે જિલ્લાનું પ્રથમ રમત-ગમત સંકુલ (Sports Complex) નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહમંત્રીએ Banaskantha જિલ્લા પોલીસને સૂચનો પાઠવ્યા હતા. તેમાં તેમણે જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા પીડિતા પર સંવેદનશીલતા સાથે વર્તવું જોઈએ.
- ડીસામાં અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ખાતમુહૂર્ત કરાયું
- ડીસાના રસ્તાઓ પર 248 થી વધુ કેમેરા લગાવાશે
- રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
Banaskantha ના ડીસામાં રમતગમત સંકુલ (Sports Complex) નું ખાતમુહૂર્ત અને CCTV Camera નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ડીસામાં પોણા 12 કરોડ રૂપિયાના ખર્ચે Olympic કક્ષાનું રમત ગમત સંકુલ (Sports Complex) નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સંકુલમાં ખેલાડીઓ Badminton, કબડ્ડી, ખોખો, Long tennis સહિત 35 જેટલી રમતો રમી શકશે. એટલું જ નહીં પરંતુ દર વર્ષે આ રમતગમત સંકુલ (Sports Complex) ના મેન્ટેનન્સ માટે સરકાર દ્વારા 2 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે.
ડીસાના રસ્તાઓ પર 248 થી વધુ કેમેરા લગાવાશે
તે ઉપરાંત ડીસા શહેર બનાવવા માટે અને ગુનાખોરીઓ અટકાવવા માટે CCTV કેમેરાનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ડીસા શહેરના મુખ્ય માર્ગો પરના તમામ પોઇન્ટ પર 248 થી વધુ કેમેરા લગાવવામાં આવશે. જેના થકી શહેરમાં ગુનાખોરીને બનતી અટકાવી શકાશે અને ગુનેગારોને ઝડપી પકડવામાં પોલીસને મદદ પણ મળી રહેશે.
રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
આ પ્રસંગે સ્ટેજ પરથી ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મારી બનાસકાંઠા જિલ્લા એસપીને ખાસ સૂચન છે કે ડીસા હોય પાલનપુર હોય થરાદ હોય કે કોઈપણ શહેરમાં મોડી રાત્રે બેસીને કોઈ ટપોરીઓ શહેરનો માહોલ ન બગાડે તેની ચિંતા લોકલ પોલીસે કરવી જોઈએ. સાથે જ કોઈ પિડિત વ્યક્તિ કે હેરાન થયેલ વ્યક્તિ ફરિયાદ આપવા માટે જ્યારે પોલીસ સ્ટેશનમાં આવે ત્યારે તેની સાથે ગુનેગાર જેવો વ્યવહાર ન થવો જોઈએ. ફરિયાદ માટે કોઈ વ્યક્તિ આવે તો સામેથી પાણીનો ગ્લાસ આપવાથી પોલીસની શક્તિ ઓછી નથી થવાની પણ પોલીસ પ્રત્યે લોકોની શ્રદ્ધા વધશે.
આ પણ વાંચો: Savarkundla Water Line: અમરેલીના સાવરકુંડલામાં પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી આવી સામે