Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Banaskantha : ડીસા બ્રિજ ઉપર બસ અને છકડા વચ્ચે સર્જાયો અકસ્માત

અહેવાલ -સચિન શેખલીયા - બનાસકાંઠા Banaskantha : બનાસકાંઠામાં એક અકસ્માતની ઘટના સામે આવી છે . ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીના બ્રિજ (Banas River Bridge)  પર STબસ અને છકડો રિક્ષા વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 5 લોકોને ઇજાઓ...
banaskantha   ડીસા બ્રિજ ઉપર બસ અને છકડા વચ્ચે સર્જાયો અકસ્માત

અહેવાલ -સચિન શેખલીયા - બનાસકાંઠા

Advertisement

Banaskantha : બનાસકાંઠામાં એક અકસ્માતની ઘટના સામે આવી છે . ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીના બ્રિજ (Banas River Bridge)  પર STબસ અને છકડો રિક્ષા વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 5 લોકોને ઇજાઓ પહોંચી છે.. જેમાં બે ઇજાગ્રસ્તો ગંભીર હોવાથી વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા છે.

Image preview

Advertisement

બનાસકાંઠા (Banaskantha)જિલ્લામાં અકસ્માતમાં દિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે બપોરના સમયે ડીસામાં એસ.ટી.બસ અને છકડો રિક્ષા વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો છે.. ધાનેરાથી અમદાવાદ જવા ઉપડેલી બસ બનાસ નદીના પુલ નજીકથી પસાર થઈ રહી હતી તે દરમ્યાન પાછળથી ખિલાસરી ભરીને આવી રહેલી છકડો રિક્ષાએ રોંગ સાઈડમાં ઓવરટેક કરવાનો પ્રયાસ કરતાં આ અકસ્માત સર્જાયો છે.

Image preview

Advertisement

મહત્વની વાત એ છે કે અકસ્માત સર્જાતા છકડો રિક્ષામાં ભરેલા ખીલાસરીના સરિયા બસમાં ઘૂસી ગયા હતા.. અને બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને સરિયાને લઈ ગંભીર ઇજાઓ પહોંચી છે.. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થનારમાં થરાદ તાલુકાના ડેડૂવા ગામના 27  વર્ષીય સોમાભાઇ માળી અને તેમના પત્ની મિરાબેન માળી, પટનાના 29 વર્ષીય સોનુકુમાર યાદવ, અમદાવાદના 42 વર્ષીય હેમંતકુમારી પરમાર અને ધાનેરાના કમલાબેન મોદીને ઇજાઓ પહોંચી છે..

Image preview

આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થનાર થરાદના ડેડૂવા ગામના મિરાબેન માળી અને સોનુકુમાર માળીની હાલત ગંભીર હોવા વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા છે.. આ અકસ્માતને પગલે બનાસ નદીના પુલ પર ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો.. અકસ્માતને પગલે ડીસા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી ટ્રાફિક દૂર કર્યો હતો.

આ  પણ  વાંચો  - ખેલ મહાકુંભના પરિણામે ગુજરાતમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ તૈયાર થયા : મંત્રી હર્ષ સંઘવી

Tags :
Advertisement

.