Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

BJP Arjun Modhwadia: ભાજપ નેતાનો અનોખો અંદાજ, ઢોલના તાલે ઘોડે સવારી કરી એન્ટ્રી લીધી

BJP Arjun Modhwadia: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ને લઈ ઉમેદાવારો અને નેતાઓએ જોરશોરથી પાર્ટીને જીત અપાવવા માટે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે ગુજરાત (Gujarat) રાજ્ય BJP માટે મતદાન મેળવવા માટે BJPગઢ કહેવામાં આવે છે. તેથી ગુજરાતમાં...
09:36 PM Apr 10, 2024 IST | Aviraj Bagda
BJP Arjun Modhwadia

BJP Arjun Modhwadia: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ને લઈ ઉમેદાવારો અને નેતાઓએ જોરશોરથી પાર્ટીને જીત અપાવવા માટે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે ગુજરાત (Gujarat) રાજ્ય BJP માટે મતદાન મેળવવા માટે BJPગઢ કહેવામાં આવે છે. તેથી ગુજરાતમાં BJPના દિગ્ગજ નેતાની સાથે લોકસભાના ઉમેદવારો વિવિધ માધ્યમોથી જનસંપર્ક કરી રહ્યા છે.

ત્યારે આજરોજ પોરબંદર (Porbandar) માં વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચારમાં અર્જુન મોઢવાડિયા BJP ના એક કાર્યક્રમમાં ખૂબ જ અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. BJP નેતા અર્જુન મોઢવાડિયા લોકોની વચ્ચે ઢોલના તાલે ઘોડે સવારી કરીને લોકોની વચ્ચે એન્ટ્રી લીધી હતી. આ પહેલા પણ BJP નેતા અર્જુન મોઢવાડિયાનો અલગ અંદાજ જોવા મળ્યો હતો.

ઘોડે સવારી કરી અર્જુન મોઢવાડિયાએ

અગાઉ BJP નેતા અર્જુન મોઢવાડિયા મણિયારો રાસ રમતા-રમાત અને રામ મંદિરમાં ધૂન બોલવતા નજરે આવ્યા હતા. જોકે આ વખતે BJP નેતા અર્જુન મોઢવાડિયા પોરબંદરના બગવદર ગામે રામદેવપીર મહારાજના મંદિરે બારપહોરના પાટોત્સવ કાર્યક્રમમાં ઘોડે સવારી કરી લોકોની વચ્ચે પહોંચ્યા હતા.

લોકોની લાગણીને માન આપ્યું હતું

જોકે લોકોનો કહેવા પર અને તેમની લાગણીને માન આપવા બદલ BJP નેતા અર્જુન મોઢવાડિયાએ ઘોડે સવારી કરી હતી. તે ઉપરાંત હાલ તો, પોરબંદરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા (Dr. Mansukh Mandaviya) કમર કસીને BJPનો પ્રચાર કરી રહ્યા છે. તે પોરબંદર જિલ્લાના તમામ તાલુકાઓ અને ગામડાઓમાં જનસંપર્ક કરી BJPને મત આપવા માટે લોકોને રિઝવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: HIMATNAGAR : અહી ચેટીચાંદની યાત્રામાં મતદાન જાગૃતિ અભિયાનના ટેબ્લો પણ જોડાયા, વાંચો અહેવાલ

આ પણ વાંચો: કોંગ્રેસને માત્ર ગુજરાતમાંથી જ નહીં પણ દેશમાંથી મળી રહ્યો છે જાકારો : BJP પ્રવક્તા

આ પણ વાંચો: Vadodara Swine Flu: અમદાવાદ, ભાવનગર બાદ વડોદરા આવ્યું Swine Flu ના સકંજામાં

Tags :
Arjun ModhwadiaBJPBJP CandidateBJP LeaderDr. Mansukh MandviaGujaratGujarat BJPGujaratFirstLok-Sabha-electionPorbandar
Next Article