Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Pavagadh : શું તમે પાવાગઢ જવાનું વિચારી રહ્યા છો ? તો પહેલા વાંચી લો આ મહત્ત્વના સમાચાર

પાવાગઢ (Pavagadh) જતા પ્રવાસીઓ માટે એક મહત્ત્વના સમાચાર આવ્યા છે. યાત્રાધામ પાવાગઢમાં રોપ વે સેવા (ropeway service) આગામી 6 દિવસ માટે બંધ રાખવામાં આવી છે. સમારકામની કામગીરીના (Maintenance Work) પગલે 18 માર્ચથી 23 માર્ચ સુધી રોપ વે સેવા બંધ રહેવાની...
pavagadh   શું તમે પાવાગઢ જવાનું વિચારી રહ્યા છો   તો પહેલા વાંચી લો આ મહત્ત્વના સમાચાર

પાવાગઢ (Pavagadh) જતા પ્રવાસીઓ માટે એક મહત્ત્વના સમાચાર આવ્યા છે. યાત્રાધામ પાવાગઢમાં રોપ વે સેવા (ropeway service) આગામી 6 દિવસ માટે બંધ રાખવામાં આવી છે. સમારકામની કામગીરીના (Maintenance Work) પગલે 18 માર્ચથી 23 માર્ચ સુધી રોપ વે સેવા બંધ રહેવાની કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી છે. રોપ વે સેવા આપતી કંપનીએ જણાવ્યું કે, 24 માર્ચથી રોપ વે સેવા ભક્તો માટે રાબેતા મુજબ ચાલુ થઈ જશે.

Advertisement

18 થી 23 માર્ચ સુધી રોપ વે સેવા બંધ

18 થી 23 માર્ચ સુધી રોપ વે સેવા બંધ

હોળીના (Holi) તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તહેવારમાં યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીનાં દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. જો કે, પાવાગઢ (Pavagadh) જતાં શ્રદ્ધાળુઓ માટે મહત્ત્વના સમાચાર છે. પાવગઢમાં રોપ વે સેવા (ropeway service) આગામી 6 દિવસ માટે બંધ રહેશે. માહિતી મુજબ, રોપ વે સેવા પૂરી પાડતી ઊષા બ્રેકો કંપનીએ (Usha Braco Company) આ અંગે જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું કે, તારીખ 18 માર્ચથી 23 માર્ચ સુધી રોપ વે સેવા બંધ રહેશે. સમારકામની કામગીરીને ધ્યાને રાખી રોપ વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

પાવાગઢમાં માઈભક્તોનું ઘોડાપુર

24 માર્ચથી રોપ વે સેવા રાબેતા મુજબ ચાલુ

કંપનીએ વધુમાં જણાવ્યું કે, 24 માર્ચથી રોપ વે સેવા ભક્તો માટે રાબેતા મુજબ ચાલુ થઈ જશે. જો કે, પાવાગઢ આવતા માઈભક્તોને રોપ વે બંધ રહેશે ત્યાં સુધી પગથિયાં ચઢીને નિજ મંદિરમાં દર્શન કરવા માટે જવું પડશે. ઉલ્લેખનીય છે કે તહેવારોના દિવસ દરમિયાન પાવાગઢના ડુંગર પર બિરાજમાન માતાજીનાં દર્શન કરવા માટે માઈભક્તોનું ઘોડાપુર ઊમટી પડે છે. ત્યારે હોળીનો (Holi) તહેવાર આવતો હોવાથી અગાઉમાં રોપ વે સમારકામ કામગીરી (Maintenance Work ) પૂર્ણ થઈ જાય તે માટે કંપની દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Gondal Market Yard: કેસરકેરીનું આજથી આગમન,જાણો 10 કિલો બોક્સનો ભાવ

આ પણ વાંચો - VADODARA : શહેરના જૂના મોબાઇલ માર્કેટમાં પાલિકાનો સરવે

આ પણ વાંચો - PM નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પીએમ – સૂરજ રાષ્ટ્રીય પોર્ટલનું દેશવ્યાપી લોન્ચિંગ કરાયું

Tags :
Advertisement

.