Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Aravalli : ખેડૂતો માટે ખુશીના સમાચાર,સિંચાઈ માટે છોડાયુ 140 ક્યુસેક પાણી

Aravalli : અરવલ્લી (Aravalli)જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર (Farmers good news)સામે આવ્યા. ખેડૂતોને સિંચાઈ માટે વાત્રક જળાશય માંથી પાણી છોડવામાં આવ્યું. વાત્રક જળાશય માંથી 140 કયુસેક પાણી છોડાયું. સિંચાઈ માટે પાણી છોડતા આસપાસની 1200 હેકટર જમીનને સિંચાઈનો લાભ મળશે. સાથે...
08:48 AM Apr 03, 2024 IST | Hiren Dave
Vatrak Reservoir

Aravalli : અરવલ્લી (Aravalli)જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર (Farmers good news)સામે આવ્યા. ખેડૂતોને સિંચાઈ માટે વાત્રક જળાશય માંથી પાણી છોડવામાં આવ્યું. વાત્રક જળાશય માંથી 140 કયુસેક પાણી છોડાયું. સિંચાઈ માટે પાણી છોડતા આસપાસની 1200 હેકટર જમીનને સિંચાઈનો લાભ મળશે. સાથે માલપુર બાયડ અને ધનસુરા તાલુકાન ૨૨૦૦ ખેડૂતોને ફાયદો થશે.

 

 

વાત્રક જળાશય માંથી 140 કયુસેક પાણી છોડાયું

હાલ ઉનાળાની આકરી સીઝન ચાલી રહી છે દિવસભર બળબળતો તાપ પડી રહ્યો છે જેના કારણે ચામડી પણ બળતી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ખેતરોમાં ઉભેલા પાકને પણ તડકાની અસર થાય છે. જો સમયસર પાણી ન મળે તો પાક બળી જવાની ભિતી રહે છે. ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા વાત્રક જળાશય માંથીજેના પગલે બાયડ પંથકના પાંચ ગામોના ખેડૂતોએ સિંચાઈ માટે તંત્ર સમક્ષ પાણીની માંગ કરી હતી. ખેડૂતોની માંગને કારણે સિંચાઈ વિભાગ દ્વારા વાત્રક ડેમમાંથી ડાબાકાંઠાની કેનાલમાંથી 90 ક્યુસેક પાણી છોડવામાં આવતાં 1200 હેક્ટર જમીનમાં ખેતીને જીવતદાન મળશે.

વાત્રક જળાશય માંથી છોડતાં  ખેડૂતોમાં ખુશીનો માહોલ

ઉનાળામાં માણસની સાથે પશુપક્ષી તેમજ વનસ્પતિને પણ પાણીની ખુબ જરૂરિયાત રહે છે. ત્યારે બાયડ પંથકના પાંચેક ગામના ખેડૂતોએ પોતાના ખેતરોમાં ઉભેલા પાકને સિંચાઈ મળે તો બચાવી શકાય છે તેવી માંગ સિંચાઈ વિભાગ સમક્ષ કરી હતી. સિંચાઈ વિભાગે ખેડૂતોની માંગને પગલે ડાબાકાંઠાની કેનાલમાંથી ૩૫ ક્યુસેક પાણી વાત્રક જળાશય માંથી છોડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જેવા મળી  રહ્યો  છે

અરવલ્લી જિલ્લાના ખેડૂતો મોટાભાગે ખરીફ અને રવી સીઝનમાં કઠોળ પાકોનું વાવેતર કરતા હોય છે. આ જિલ્લામાં સામાન્ય રીતે તુવેર, મગ, મઠ, અડદ, મગફળી, કપાસ, તલ, દિવેલા, ધાન્ય, ડાંગર, બાજરી, જુવાર, મકાઈ અને સોયાબીનની ખેતી થાય છે. જો કે પાછોતરા વરસાદના કારણે કઠોળના પાકમાં નુકસાન થતા ખેડૂતો રોકડિયા પાક તરફ વળ્યા છે.  વરસાદ વધુ પડતા કઠોળના પાકને માઠી અસર થાય છે. જ્યારે રોકડિયા પાકો ઓછા સમયમાં સારો નફો આપી રહ્યા છે.

આ  પણ  વાંચો - Kheda Antisocial Act: મહેદાવાદમાં અસામાજિક તત્વોએ ભારે તોડફોટ સાથે આગચાંપીને અંજામ આપ્યો

આ  પણ  વાંચો - CHHOTA UDEPUR : પંચાયતની 45 વર્ષ જૂની ઇમારત હવે અધ્યતન સુવિધાઓ સભર 3 કરોડના ખર્ચે નિર્માણ પામશે

આ  પણ  વાંચો - AHMEDABAD CIVIL : જગતનો તાત અન્ન્દાતા ખેડૂત દીકરો અંગદાન કરી બન્યો ચાર જરુરીયાતમંદનો જીવનદાતા

 

Tags :
AravalliDistrictFarmersGoodNewsGujarat FirstirrigationVatrak Reservoirwater release
Next Article