હરણી 'હત્યાકાંડ' : બેદરકારીના બાદશાહોનું વધુ એક મોટું 'કાંડ', FIR માં મૃતકનું નામ સામેલ, આરોપીના એડ્રેસ પણ ખોટા!
વડોદરાના હરણી 'હત્યાકાંડ'માં બેદરકારીના બાદશાહોનું વધુ એક મોટું 'કાંડ' બહાર આવ્યું છે. બોટ દુર્ઘટનામાં માસૂમોના મોતના જવાબદારો સામે કાર્યવાહી કરવાને બદલે તંત્રનું નાટક જોવા મળી રહ્યું છે. હરણી 'હત્યાકાંડ'માં જે આરોપીઓ સામે FIR નોંધવામાં આવી છે, તેમાં એક મૃતકનું નામ પણ સામેલ છે. મૃતક 'હિતેશ કોટિયા'નું નામ હરણી 'હત્યાકાંડ' ની FIR માં નોંધવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, વડોદરાના હરણી 'હત્યાકાંડ'માં જવાબદાર લોકો સામે FIR નોંધવામાં આવી છે, જેમાં 18 લોકોના નામ આરોપી તરીકે નોંધવામાં આવ્યા છે. જો કે, બેદરકારીના બાદશાહોનું વધુ એક મોટું 'કાંડ' બહાર આવ્યું છે. આરોપીઓ સામે નોંધાયેલી FIR માં પોલીસની ઘોર બેદરકારી જોવા મળી છે. પોલીસે FIR માં આરોપી તરીકે એક મૃતક 'હિતેશ કોટિયા'નું નામ સામેલ દર્શાવ્યું છે. બીજા નંબરના આરોપી તરીકે દર્શાવેલ 'હિતેશ કોટિયા'નું કોરોનામાં મોત નીપજ્યું હતું.
FIRમાં નોંધાયેલ 10, નીલકંઠ બંગલો 2021 માં વેચી દેવાયો હતો.
આ સાથે FIR માં આરોપી બિનિત કોટિયા અને હિતેશ કોટિયાનું એડ્રેસ પણ ખોટું બતાવવામાં આવ્યું છે. બિનિત કોટિયા અને હિતેશ કોટિયાનું સાચું એડ્રેસ જ પોલીસ પાસે નથી. FIR માં નોંધાયેલા સરનામાં વાળો 10, નીલકંઠ બંગલો, 2021 માં વેચી દેવાયો હતો. બે વર્ષ પહેલાં વેચી ગયેલા બંગલાના એડ્રેસનો FIR માં ઉલ્લેખ કરાયો છે. આ બંગલામાં અત્યારે અન્ય વ્યક્તિ રહે છે. હરણી 'હત્યાકાંડ' ની તપાસ હેઠળ ખોટા એડ્રેસ પર પોલીસ કેવી રીતે આરોપીને પકડશે તે હવે એક મોટો સવાલ છે. આ સાથે પોલીસની કામગીરી પર સવાલ ઊઠી રહ્યા છે.
આ પણ વાંચો - Harani Lake zone કોર્પોરેશન દ્વારા સીલ કરાયું, એન્ટ્રી એક્ઝિટ પર પ્રતિબંધ