Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Anand : મુસાફરોથી ભરેલી ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 6 લોકોનાં મોત

આણંદમાં (Anand) ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો છે. અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈવે પર ટ્રક અને ખાનગી બસ ( Private Travel Bus) વચ્ચે ટક્કર થતાં 6 લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે. જ્યારે 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે...
anand   મુસાફરોથી ભરેલી ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત  6 લોકોનાં મોત

આણંદમાં (Anand) ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો છે. અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈવે પર ટ્રક અને ખાનગી બસ ( Private Travel Bus) વચ્ચે ટક્કર થતાં 6 લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે. જ્યારે 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે હાઇવે પર ચક્કાજામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર અને પોલીસની ટીમ પણ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને કામગીરી હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ, મોટાભાગનાં મૃતકો અને ઈજાગ્રસ્તો રાજસ્થાનનાં (Rajasthan) રહેવાસી છે.

Advertisement

3 લોકોનાં ઘટના સ્થળે, 3 ના સારવાર દરમિયાન મોત થયા.

ટ્રાવેલ્સ બસ અને એક ટ્રક વચ્ચે જોરદાર ટક્કર

અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઇવે (Ahmedabad-Baroda Express Highway) પર બરોડાથી અમદાવાદ તરફ જતાં આણંદનાં (Anand) ચિખોદરા નજીક વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો છે. મુસાફરોથી ભરેલી ખાનગી ટ્રાવેલ્સ બસ અને એક ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 10 થી વધુ લોકોને ઇજાઓ થતાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. માહિતી મુજબ, ત્રણ લોકોનાં ઘટના સ્થળ પર મોત અને ત્રણ લોકોના સારવાર દરમિયાન મોત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ, મોટાભાગનાં મૃતકો અને ઇજાગ્રસ્તો રાજસ્થાનનાં રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

Advertisement

ટ્ર્ક અને બસનો કચ્ચરઘાણ વળી ગયો

કુલ 6 લોકોના મોત, 10 થી વધુ ઇજાગ્રસ્ત

અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઇવે પર ટ્રેક અને ખાનગી બસ વચ્ચે અકસ્માતની માહિતી મળતા ફાયર અને પોલીસની (Anand Police) ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને કામગીરી હાથ ધરી હતી. અકસ્માતનાં પગલે હાઇવે પર ટ્રાફિક જામ (Traffic Jam) થયું હતું. જો કે, પોલીસ જવાનોએ ટ્રાફિક કંટ્રોલ કરતા વાહનોની અવરજવર શરૂ થઈ હતી. આ અકસ્માતને પગલે વહેલી સવારે હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Shaktisinh : ગેરકાયદેસર ખનનમાં ભાજપના ભ્રષ્ટ નેતાઓ અને અધિકારી જવાબદાર

આ પણ વાંચો - CM Bhupendra Patel નો આજે 63મો જન્મદિવસ

આ પણ વાંચો - Surat: પ્રમોદ ગુપ્તાના અપહરણ અને ખંડણી મામલે કોર્પોરેટર અમિત રાજપૂતે ગુજરાત ફર્સ્ટને આપ્યો ખુલાસો

Tags :
Advertisement

.