Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Amreli : જેની ઠુમ્મર અને પિતા થયા ભાવુક, વીરજી ઠુમ્મરે કહ્યું - 2009 માં દીકરીને સાસરીએ વળાવી આજે..!

Congress : લોકસભાની ચૂંટણીઓ(Loksabha Election)ના પડઘમ વાગી ચુક્યા છે. દરેક પક્ષના યોદ્ધાઓ ચૂંટણી મેદાને ઉતારવા તૈયાર છે. ગુજરાત દેશભરમાં દરેક પક્ષ ચૂંટણી પ્રચારમાં લાગી ગયો છે.  અત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાના ચાલુ છે. આજે અમરેલીથી કોંગ્રેસ (Congress)ના ઉમેદવાર જેની ઠુમ્મરે પણ...
amreli   જેની ઠુમ્મર અને પિતા થયા ભાવુક  વીરજી ઠુમ્મરે કહ્યું   2009 માં દીકરીને સાસરીએ વળાવી આજે

Congress : લોકસભાની ચૂંટણીઓ(Loksabha Election)ના પડઘમ વાગી ચુક્યા છે. દરેક પક્ષના યોદ્ધાઓ ચૂંટણી મેદાને ઉતારવા તૈયાર છે. ગુજરાત દેશભરમાં દરેક પક્ષ ચૂંટણી પ્રચારમાં લાગી ગયો છે.  અત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાના ચાલુ છે. આજે અમરેલીથી કોંગ્રેસ (Congress)ના ઉમેદવાર જેની ઠુમ્મરે પણ ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરતા પહેલા જન આશીર્વાદ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં જેની ઠુમ્મર (Jeni Thummar) અને તેમના પિતા વીરજી ઠુમ્મર (Virji Thummar) ભાવ વિભોર થયા હતા.અમરેલીમાં આ જન આશીર્વાદ સંમેલનમાં વીરજી ઠુમ્મર, પરેશ ધાનાણી સહીત કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા હતા.

Advertisement

જેની ઠુમ્મર અને તેમના પિતા ઉમેદવારી ફોર્મ ભરતી વખતે થયા ભાવુક

અમરેલી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા. તે પહેલા એક જન આશીર્વાદ સંમેલન કરવામાં હતું. અમરેલીમા જન આશીર્વાદ સંમેલનમાં દીકરી જેની ઠુમ્મર અને પિતા વીરજી ઠુમ્મર ભાવવિભોર થયા હતા. જન આશીર્વાદ સંમેલનમા પુવૅ ઘારાસભ્ય વિરજીભાઇ ઠુમ્મર દીકરીના નામાંકન પ્રસંગે ભાવુક થયા. વીરજી ઠુમ્મરે કહ્યું, 2009 માં દીકરીને સાસરીયે વળાવી આજે અમરેલીમાં દીકરી જેની ઠુમ્મરને સોંપવા આવ્યો છું. ભારતીય જનતા પાર્ટી મહીલા વિરોધી પાર્ટી છે. જન આશીર્વાદ સંમેલનમા વીરજી ઠુમ્મરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. જેની ઠુમ્મર પોતાના વક્તવ્ય દરમ્યાન પિતા વીરજી ઠુમ્મરનું નામ લેતા વીરજી ઠુમ્મરની આંખોમાં આંસુ આવી ગયા. ચૂંટણીનું ઉમેદવારી ફોર્મ ભરવા સમયે પિતા અને પુત્રીના અદભુત પ્રેમની ઝાંખી જોવા મળી.

Advertisement

છેલ્લા બે દિવસમાં કોંગ્રેસના 4  ઉમેદવારો ભાવુક બન્યા


સાબરકાંઠા લોકસભા બેઠક માટે આજે કોંગ્રેસના ઉમેદવાર ડો.તુષાર ચૌધરીએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ સમયે તુષાર ચૌધરી ચૂંટણી સભામાં ભાવુક બનેલા જોવા મળ્યા હતા. સ્ટેજ પર બેઠેલા તુષાર ચૌધરીની આંખમાં આંસુ આવી ગયા હતા અને રડી પડ્યા હતા.

Advertisement

ગેનીબેન ધ્રુસકે ધ્રુસકે રડ્યાં

સોમવારે બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન પણ ચાલુ સભામાં ભાવુક બન્યા હતા. પોતાના પ્રચાર દરમિયાન જાહેરસભાને સંબોધન કરી રહેલા ગેનીબેન એક તબક્કે ભાવુક બની ગયા હતા. તેમણે કહ્યું કે બનાસકાંઠાની પ્રજાનું મારા પર ઋણ છે અને ત્યારબાદ તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. ગેનીબેનની આંખમાં આંસુ આવી જતાં સભામાં ઉપસ્થિત લોકોએ ગેની બેન , ગેની બેનના નારા લગાવ્યા હતા અને તેમને સાંત્વના આપી હતી.

ઋત્વિક મકવાણા પણ બન્યા ભાવુક


સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા પણ રોડ શો દરમિયાન માતા અને બહેનને ભેટીને રડી પડ્યા હતા. સોમવારે ઋત્વિક મકવાણા ઉમેદવારી ફોર્મ ભરવા માટે કચેરીએ પહોંચ્યા હતા. તેમણે આ પહેલા રોડ શો કર્યો હતો.

આ  પણ  વાંચો - Congress : 2 દિવસમાં કોંગ્રેસના 3 ઉમેદવારો થયા ભાવુક

આ  પણ  વાંચો- Surat election: હું શપથ લવ છું… હું મતદાન કરીશ… સુરત બસ સ્ટેશન ચૂંટણીમય

આ  પણ  વાંચો- આજે રૂપાલા સહિત રાજ્યભરમાંથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી

Tags :
Advertisement

.