Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Amreli : હોટેલના કમ્પાઉન્ડમાંથી ચોરી કરેલ પેટ્રોલ, ડીઝલ, ડામરનો લાખો રૂ.નો જથ્થો ઝડપાયો, ભાગીદાર સહિત બેની ધરપકડ

અમરેલીના (Amreli) રાજુલા પંથકમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડીને એક હોટેલના કમ્પાઉન્ડમાંથી ડીઝલ, પેટ્રોલ અને ડામરનો બિનકાયદેસર જથ્થો ઝડપી પાડ્યો છે. માહિતી મુજબ, આ કાર્યવાહીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની...
amreli   હોટેલના કમ્પાઉન્ડમાંથી ચોરી કરેલ પેટ્રોલ  ડીઝલ  ડામરનો લાખો રૂ નો જથ્થો ઝડપાયો  ભાગીદાર સહિત બેની ધરપકડ

અમરેલીના (Amreli) રાજુલા પંથકમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડીને એક હોટેલના કમ્પાઉન્ડમાંથી ડીઝલ, પેટ્રોલ અને ડામરનો બિનકાયદેસર જથ્થો ઝડપી પાડ્યો છે. માહિતી મુજબ, આ કાર્યવાહીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પેટ્રોલ, ડીઝલ, ડમર મળીને કુલ 34 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે ટ્રક ડાઈવર સહિત બે લોકોની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

અમરેલી (Amreli) જિલ્લામાં પેટ્રોલ (Petrol) અને ડીઝલ (Diesel) ચોરીની ઘટનાઓમાં સતત વધારો થયો છે. ગઠિયાઓ પોલીસના કોઈ પણ ડર વિના બેખોફ થઈને પેટ્રોલ, ડીઝલની ચોરી કરી રહ્યા છે. દરમિયાન, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટી કાર્યવાહી કરી છે. ટીમને બાતમી મળી હતી કે, અમરેલીના રાજુલા પંથકમાં (Rajula) આવેલ પીપાવાવ ચોકડીથી પીપાવાવ પોર્ટ નજીક આવેલ રાજધાની હોટેલના કમ્પાઉન્ડમાં ચોરી કરેલ પેટ્રોલ, ડીઝલ અને ડામરનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન ટીમે ચોરી કરેલું 12,550 લિટર ડીઝલ (અંદાજે કિંમત રૂ. 11 લાખ 54 હજાર 600), 300 લિટર પેટ્રોલ (અંદાજે કિંમત રૂ. 28,800) અને 19 ટન ડામર જેની આશરે કિંમત રૂ. 6 લાખ 27 હજાર થાય છે, જપ્ત કર્યું હતું.

ઝડપાયેલા આરોપી

Advertisement

કુલ 34 લાખ 17 હજારનો મુદ્દામાલ જપ્ત

ઉપરાંત, ટીમે 1 ટેન્કર, 1 ફોર વ્હીલર વાહન, 3 મોબાઈલ, રોકડ 33 હજાર 970 મળી કુલ રૂ. 34 લાખ 17 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. માહિતી મુજબ, આ કાર્યવાહી હેઠળ દીગ્વિજય ખુમાણ નામના ભાગીદાર અને ડીઝલ ભરવા આવેલ ટ્રક ડ્રાઇવર સલીમ પઠાણની ધરપકડ કરી હતી. આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યારે બીજી તરફ પીપાવાવ મરીન પોલીસ (Pipavav Marine Police) અને અમરેલી (Amreli) પોલીસ તંત્રની નાક નીચે થતી ડીઝલ, પેટ્રોલની ચોરી ઝડપાઈ જતાં તેમની કામગીરી સામે કેટલાક ગંભીર સવાલો ઊભા થયા છે.

Advertisement

આ પણ વાંચો - Earthquake : કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં ધરા ધ્રૂજી, આંચકો અનુભવતા લોકો બહાર દોડ્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.