Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Amreli : બોરવેલમાં ફસાયેલ બાળકી જિંદગીની જંગ હારી, આખી રાત ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન

અમરેલીના (Amreli) સુરાગપુર ગામમાં ગઈકાલે દોઢ વર્ષની એક માસૂમ બાળકી આરોહી બોરવેલમાં ખાબકી હતી. છેલ્લા 18 કલાકથી 108, NDRF અને ફાયર વિભાગની ટીમે આરોહીને બચાવવા માટે ભારે જહેમત કરી હતી. પરંતુ, તેમ છતાં માસૂમ જિંદગી સામેની જંગ હારી ગઈ. રાતભર...
amreli   બોરવેલમાં ફસાયેલ બાળકી જિંદગીની જંગ હારી  આખી રાત ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન

અમરેલીના (Amreli) સુરાગપુર ગામમાં ગઈકાલે દોઢ વર્ષની એક માસૂમ બાળકી આરોહી બોરવેલમાં ખાબકી હતી. છેલ્લા 18 કલાકથી 108, NDRF અને ફાયર વિભાગની ટીમે આરોહીને બચાવવા માટે ભારે જહેમત કરી હતી. પરંતુ, તેમ છતાં માસૂમ જિંદગી સામેની જંગ હારી ગઈ. રાતભર NDRF અને ફાયર વિભાગે (Amreli fire brigade) ઓપરેશન ચાલુ રાખ્યું હતું પરંતુ, માસૂમ બાળકનું જીવન બચાવવામાં સફળતા ન મળી. માહિતી મુજબ, વહેલી સવારે બોરવેલમાંથી આરોહીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

Advertisement

બાળકીને બહાર કાઢવા યુદ્ધ ધારણે કામગીરી કરાઈ

અમરેલીના (Amreli) સુરાગપુર ગામની (Suragpur village) વાડી વિસ્તારમાં આવેલ બોરવેલમાં (borewell) ગઈકાલે ખેત મજૂરની બાળકી ખાબકી (child is lying in a borewell) હતી. દોઢ વર્ષની માસૂમ બાળકી આરોહી બોરવેલમાં પડી જતાં અમરેલી ફાયર વિભાગ (fire brigade), NDRF અને ઇમરજન્સી સેવા 108 ને જાણ કરાઈ હતી. બાળકીને બચાવવા માટે યુદ્ધનાં ધોરણે કામગીરી ચાલી હતી. માહિતી મુજબ, આરોહીને બોરવેલમાં ઑક્સિજન મળી રહે તે માટે 108 દ્વારા તજવીજ હાથ ધરાઈ હતી. જ્યારે ફાયર વિભાગ અને NDRF દ્વારા આરોહીને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું.

Advertisement

18 કલાક મોત સામે ઝઝૂમતી માસૂમ આખરે જિંદગીની જંગ હારી

ઘટનાના 18 કલાક સુધી બાળકીનું રેસ્ક્યૂ ઓપરેશન (Rescue Opration) હાથ ધરાયું. ફાયર વિભાગ અને NDRF ની ટીમે આરોહીને બચાવવા આખી રાત રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ રાખ્યું. જો કે, વહેલી સવારે NDRF અને અમરેલી ફાયર વિભાગની ટીમે આરોહીને બોરવેલમાંથી બહાર તો કાઢી હતી પરંતુ તે બેભાન અવસ્થામાં હતી. ત્યાર બાદ હેલ્થ વિભાગના અધિકારીઓએ જ્યારે આરોહીની તપાસ કરી તો મૃત હતી. પ્રાથમિક તબીબ દ્વારા આરોહીને મૃત જાહેર કરાઈ હતી. 18 કલાક સુધી બોરવેલમાં ફસાયેલ માસૂમે આખરે જિંદગીની જંગ હારી હતી.

Advertisement

આ પણ વાંચો - Amreli : બોરવેલમાં 45-50 ફૂટના અંતરે બાળકી હોવાનાં અનુમાન, 108 અને ફાયર ટીમની રેસ્ક્યૂ કામગીરી

આ પણ વાંચો - Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડા તાલુકા સેવા સદનની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા

આ પણ વાંચો - Chennai : 1800 KM દૂર અપહ્યુતને કેવી રીતે ક્રાઈમ બ્રાંચે બચાવ્યો ?

Tags :
Advertisement

.