ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Amreli : રાજુલાના પીપાવાવ પોર્ટમાં વનકર્મી પર ખૂંખાર સિંહનો જીવલેણ હુમલો

અમરેલીના (Amreli) રાજુલાના પીપાવાવ પોર્ટમાં (Pipavav Port) ફોરેસ્ટ કર્મી પર સિંહના હુમલાની ઘટના સામે આવી છે. પીપાવાવ પોર્ટના તળાવ વિસ્તારમાં સિંહે વનકર્મી પર હુમલો (Lion Attack) કરીને જમણા પગ અને હાથમાં બચકું ભર્યું હતું. જો કે, અન્ય વનકર્મીઓ આવી જતા...
09:15 PM May 19, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google

અમરેલીના (Amreli) રાજુલાના પીપાવાવ પોર્ટમાં (Pipavav Port) ફોરેસ્ટ કર્મી પર સિંહના હુમલાની ઘટના સામે આવી છે. પીપાવાવ પોર્ટના તળાવ વિસ્તારમાં સિંહે વનકર્મી પર હુમલો (Lion Attack) કરીને જમણા પગ અને હાથમાં બચકું ભર્યું હતું. જો કે, અન્ય વનકર્મીઓ આવી જતા વનકર્મીનો બચાવ થયો હતો. ઇજાગ્રસ્ત ફોરેસ્ટ કર્મીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે, પીપાવાવ પોર્ટમાં 8 થી 9 સિંહનું ગ્રૂપ વસવાટ કરે છે.

અમરેલી (Amreli) જિલ્લાના રાજુલા (Rajula) તાલુકાના પીપાવાવ પોર્ટ વિસ્તારમાં અમરુભાઈ વાવડિયા વનકર્મી તરીકે ફરજ બજાવે છે. દરમિયાન, પીપાવાવ પોર્ટની અંદર પાઠડા સિંહે ફોરેસ્ટર અમરુભાઈ પર હુમલો કર્યો હતો. સિંહે અમરુભાઈના જમણા પગ અને હાથના ભાગે બચકું ભર્યું હતું. જો કે, અન્ય વનકર્મીઓ આવી જતા અમરુભાઈનો આબાદ બચાવ થયો હતો. ઇજાગ્રસ્ત અમરુભાઈને સારવાર અર્થે રાજુલા સરકારી હોસ્પિટલમાં (Rajula Government Hospital) ખસેડવામાં આવ્યા હતા. આ મામલે રાજુલા વન વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. માહિતી મુજબ, પીપાવાવ પોર્ટમાં 8 થી 9 સિંહનું ગ્રૂપ વસવાટ કરી રહ્યું છે.

સિંહે વનકર્મીના જમણા પગ અને હાથમાં બચકું ભર્યું હતું.

ગઈકાલે દીપડાનાં બચ્ચાનું રેસ્ક્યું

જૂનાગઢના (Junagadh) વંથલીમાં ગઈકાલે દીપડાનાં બચ્ચાનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. વંથલીના વાડી વિસ્તારમાં દીપડો (leopard) આવ્યો હોવાની વાત ફેલાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જો કે, લોકોએ વન વિભાગને જાણ કરતા ટીમ ત્યાં પહોંચી અને દીપડાના બચ્ચાને રેસ્ક્યૂ કરી વન વિસ્તારમાં લઈ ગઈ હતી.

 

આ પણ વાંચો - Junagadh : વંથલીથી દીપડાનાં 2 બચ્ચાનું કરાયું રેસ્ક્યું

આ પણ વાંચો - VADODARA : શિકારી દિપડાને પકડવા માટે સઘન વ્યવસ્થા ગોઠવાઇ

આ પણ વાંચો - Amreli : મોડી રાતે બકરીનો શિકાર કરતા 9 વર્ષની સિંહણ મોતનાં મુખમાં ધકેલાઈ

Tags :
AmreliAmrubhai Vavadiaforest departmentforest workerGujarat FirstGujarati Newsleopardlion attackPipavav PortrajulaRajula Government Hospital
Next Article