Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AMIT SHAH : આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, આ કાર્યક્રમોમાં આપશે હાજરી

AMIT SHAH ગુજરાતના ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું (VGGS-2024) 10થી 12 જાન્યુઆરી સુધી આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) સમિટની 10મી આવૃત્તિનું ઉદઘાટન કર્યું હતું. આ નિમિત્તે UAE ના રાષ્ટ્રપતિ, મોઝામ્બિકના રાષ્ટ્રપતિ, તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ સહિત...
amit shah   આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે  આ કાર્યક્રમોમાં આપશે હાજરી

AMIT SHAH ગુજરાતના ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું (VGGS-2024) 10થી 12 જાન્યુઆરી સુધી આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) સમિટની 10મી આવૃત્તિનું ઉદઘાટન કર્યું હતું. આ નિમિત્તે UAE ના રાષ્ટ્રપતિ, મોઝામ્બિકના રાષ્ટ્રપતિ, તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ સહિત દેશ-વિદેશના પ્રતિનિધિઓ અને ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. જ્યારે આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (AMIT SHAH) ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

Advertisement

ગુજરાત વાઈબ્રન્ટ સમિટમાં (VGGS-2024) 34 દેશ અને 16 સંગઠન ભાગ લઈ રહ્યા છે. ઉદઘાટન કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel), રાજ્યપાલ આચાર્જ દેવવ્રત, કેન્દ્રીય મંત્રીઓ સહિત રાજ્યના મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. ત્યાર આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (AMIT SHAH) એક દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. માહિતી મુજબ, ગૃહમંત્રી વાઇબ્રન્ટ સમિટના સમાપન સમારોહમાં હાજરી આપવાના છે.

Advertisement

આવતીકાલે વાઇબ્રન્ટ સમિટનો સમાપન કાર્યક્રમ

માહિતી છે કે, આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (AMIT SHAH) વિદ્યા સમિક્ષા કેન્દ્રના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. 12 જાન્યુઆરીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ સમિટનો સમાપન કાર્યક્રમ યોજાશે, જેમાં ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીના પહેલા સપ્તાહ દરમિયાન પણ અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ગાંધીનગર ખાતે તેમણે 201 નવીન બસોનું લોકાર્પણ કર્યું હતું. સાથે જ તુવેરદાળનું ઉત્પાદન કરતા ખેડૂતોની નોંધણી, ખરીદી અને ચુકવણી માટેના પોર્ટલનું ઉદઘાટન પણ કર્યું હતું.

Advertisement

આ પણ વાંચો - PATAN : પાટણ શહેરના બજારમાં લાગી ભીષણ આગ….

Tags :
Advertisement

.