Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Amit Shah in Gujarat : આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી, જાણો કાર્યક્રમોની સંપૂર્ણ વિગત

Amit Shah in Gujarat : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah) આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. આજે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગાંધીનગર (Gandhinagar), બનાસકાંઠા, પંચમહાલમાં (Panchmahal) યોજાનાર વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યારે આવતીકાલે...
amit shah in gujarat   આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી  જાણો કાર્યક્રમોની સંપૂર્ણ વિગત

Amit Shah in Gujarat : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah) આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. આજે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગાંધીનગર (Gandhinagar), બનાસકાંઠા, પંચમહાલમાં (Panchmahal) યોજાનાર વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યારે આવતીકાલે તેઓ વહેલી સવારે 4 અમદાવાદના (Ahmedabad) જગન્નાથ મંદિરે મંગળા આરતી કરશે. ત્યાર બાદ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે.

Advertisement

કેન્દ્રીય ગૃહ મંત્રીના આજનાં કાર્યક્રમ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે (Amit Shah in Gujarat) છે. આજે ગાંધીનગરનાં મહાત્મા મંદિર (Mahatma Mandir) ખાતે સવારે 10.30 કલાકે યોજાનાર 102 માં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે 'સહકારથી સમૃદ્ધિ' કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. ત્યાર બાદ બપોરે 2 વાગે બનાસકાંઠાના (Banaskantha) ચાંગડા ગામમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સહકારી પાયલટ પ્રોજેક્ટની મુલાકાત લેશે ત્યાર પછી મહિલા દૂધ ઉત્પાદકોને 0% વ્યાજના RuPay ક્રેડિટ કાર્ડનું વિતરણ કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સાંજે 5 કલાકે પંચમહાલનાં ગોધરા (Godhra) પહોંચશે. અહીં, સહકારી પાયલટ પ્રોજેક્ટની મુલાકાત લેશે ત્યાર બાદ પંચામૃત ડેરી ખાતે સાંજે 5.45 કલાકે રાજ્યની તમામ જિલ્લા સહકારી બેંકો અને ડેરીનાં ચેરમેન સાથે મહત્ત્વની બેઠક યોજશે.

Advertisement

અમદાવાદના જગન્નાથ મંદિરે મંગળા આરતી કરશે

આવતીકાલે એટલે કે 7 જુલાઈના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અમદાવાદનાં જમાલપુર (Jamalpur) ખાતે આવેલા જગન્નાથ મંદિરે (Jagannath Temple) વહેલી સવારે 4 વાગે મંગળા આરતીમાં ભાગ લેશે. ત્યાર બાદ સવારે 10.30 કલાકે આધુનિક મલ્ટી સ્પેશિયાલિટી SLiMS હોસ્પિટલનું ઉદઘાટન કરશે. સવારે 11 કલાકે આંબાવાડી ખાતે અમીન પી.જે.કે.પી. વિદ્યાર્થી ભવનનું ઉદઘાટન પણ કરશે.

ગોધરામાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ શનિવારે સાંજે પંચમહાલ જિલ્લાના ગોધરાની મુલાકાતે આવનાર છે. સહકારી વિભાગનાં કાર્યક્રમને અનુલક્ષી કેન્દ્રીય ગૃહમંત્રીનાં ગોધરા આગમનને લઈ પોલીસ વિભાગ દ્વારા જરૂરી બંદોબસ્ત સહિતની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. સહકાર મંત્રી અમિત શાહ ગોધરાની (Godhra) મુલાકાત દરમિયાન પ્રથમ આંગડિયા અર્થક્ષમ સેવા સહકારી મંડળીની મુલાકાત લઈ સહકારી સભ્યો સાથે વાતચીત કરશે. ત્યારબાદ આંગડિયાથી આશાપુરા છારિયા દૂધ સહકારી મંડળીની મુલાકાત લઈ ત્યાં પણ સભ્યો સાથે વાતચીત કરશે. ત્યારબાદ પંચમહાલ ડેરી (Panchmahal Dairy) ખાતે જિલ્લાની સહકારી સંસ્થાઓના મહાનુભાવો સાથે ખાસ વાતચીત કરશે. ઉપરાંત, સહકાર મંત્રાલયની મુખ્ય પહેલ અંગે ગુજરાત (Gujarat) રાજ્ય સમીક્ષા બેઠક યોજાશે, જેના પછી પંચમહાલ ડેરી ખાતે ભોજન લઈ પરત પ્રસ્થાન કરશે. જે માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો - Rahul Gandhi ગુજરાતના પ્રવાસે, રાજકોટ ગેમ ઝોન, મોરબી બ્રિજ ઘટનાના પીડિતોને મળશે…

આ પણ વાંચો - Surat : નવાપુરા GIDC માં ભીષણ આગ, ફાયરની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

આ પણ વાંચો - Breaking News : ગુજરાતના વધુ એક અધિકારી ઘરભેગા…

Tags :
Advertisement

.