Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AMC : રૂ. 778 કરોડના ખર્ચે સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ, રૂ. 25 કરોડના ખર્ચે એલિસબ્રિજનું રિ-ડેવલપમેન્ટ થશે

આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) સ્ટેન્ડિંગ કમિટીની મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જેમાં એલિસબ્રિજ રિડેવલપમેન્ટ (Ellisbridge Re-development), શહેરમાં સીસીટીવી કેમેરા, સફાઈ-સ્વચ્છતા, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિત કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પણ ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરને વધુ સ્વચ્છ...
amc   રૂ  778 કરોડના ખર્ચે સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ  રૂ  25 કરોડના ખર્ચે એલિસબ્રિજનું રિ ડેવલપમેન્ટ થશે

આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) સ્ટેન્ડિંગ કમિટીની મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જેમાં એલિસબ્રિજ રિડેવલપમેન્ટ (Ellisbridge Re-development), શહેરમાં સીસીટીવી કેમેરા, સફાઈ-સ્વચ્છતા, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિત કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પણ ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરને વધુ સ્વચ્છ બનાવવા માટે મનપા દ્વારા શહેરના કેટલાક પોઇન્ટ પર CCTV કેમેરા લગાવવાનું નક્કી કરાયું છે.

Advertisement

અલગ-અલગ ન્યુસન્સ પોઇન્ટ પર 300 થી વધુ કેમેરા લગાવાશે

આજે એએમસીની (AMC) સ્ટેન્ડિંગ કમિટીની (Standing Committee) મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરીને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ (Dewang Dani) જણાવ્યું હતું કે, આજની બેઠકમાં શહેરમાં સ્વચ્છતા, સફાઈની સમસ્યા અંગે ચર્ચા કરીને શહેરના કેટલાક પોઇન્ટ પર CCTV કેમેરા લગાવવામાં આવશે, તેવું નક્કી કરાયું છે. શહેરના સ્મશાનગૃહમાં પણ CCTV કેમેરા લગાવાશે. ઉપરાંત, અલગ-અલગ ન્યુસન્સ પોઇન્ટ પર 300 થી વધુ કેમેરા લગાવવામાં આવશે તેવું નક્કી કરાયું છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી

Advertisement

એલિસબ્રિજનું વર્ષો બાદ રિ-ડેવલોપમેન્ટ

આ સિવાય, સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એલિસબ્રિજને રિડેવલપ (Ellisbridge Re-development) કરવાનો મહત્ત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. એલિસબ્રિજનું વર્ષો બાદ રિ-ડેવલોપમેન્ટ થશે. રૂ. 25 કરોડના ખર્ચે એલિસબ્રિજની રિ-ડેવલપમેન્ટ કામગીરી થશે. આગામી 3 વર્ષની અંદર હેરિટેજ લુક અને ડેકોરેટિવ લાઈટ સાથે બ્રિજને તૈયાર કરાશે. અટલબ્રિજની જેમ જ એલિસબ્રિજ પણ લોકો માટે ફરવાનું સ્થળ બનશે. એલિસબ્રિજ પર બેસવાની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે.

રૂ. 778 કરોડના ખર્ચે સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ બનાવાશે

સાબરમતી નદીને (Sabarmati River) પ્રદૂષિત થતી અટકાવાં AMC ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. AMC દ્વારા રૂ. 778 કરોડના ખર્ચે સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે. વર્લ્ડ બેંક ફેડીંગ પ્રોજેક્ટ અંતર્ગત સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ થશે. વાસણા ખાતે નવો 375 mlg ક્ષમતાનો આ પ્લાન્ટ બનાવાશે. હાલ વાસણા ખાતે 126 mld નો પ્લાન્ટ કાર્યરત છે. સુએઝમાં ટ્રિટમેન્ટ પ્લાન્ટ (Suez Treatment Plant) માધ્યમથી ચોખું પાણી સાબરમતી નદીમાં છોડાશે. પશ્ચિમ વિસ્તારમાં આવતું સુએઝ ટ્રિટ કરાશે. વર્લ્ડ બેંક દ્વારા AMC ને રૂ. 3 હજાર કરોડની નાણાકીય સહાય કરાશે.

Advertisement

આ પણ વાંચો - Anant Ambani : જામનગરમાં સેલિબ્રિટિઝનું ઘોડાપુર, કિંગ ખાન ફેમિલી સાથે, રિહાના, સલમાન ખાન, અમિતાભ બચ્ચન પણ પહોંચ્યા

Tags :
Advertisement

.