Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Principal Suspend: 2 બહેનોના કરુણ મોતના મામલે પ્રાથમિક શાળાના આચાર્ય કરાયા સસ્પેન્ડ

Principal Suspend: બનાસકાંઠાના (Banaskantha) દાંતા તાલુકામાંથી એક હચમચાવે એવી ઘટના સામે આવી હતી. દાંતા (Danta) તાલુકાની એક પ્રાથમિક શાળામાં હીંચકે ઝૂલતી 3 સગી બહેનોને અચાનક જોરદાર કરંટ લાગ્યો હતો, જે પૈકી 2 સગી બહેનોનાં કરૂણ મોત નીપજ્યાં હતા. આ મામલે...
principal suspend  2 બહેનોના કરુણ મોતના મામલે પ્રાથમિક શાળાના આચાર્ય કરાયા સસ્પેન્ડ

Principal Suspend: બનાસકાંઠાના (Banaskantha) દાંતા તાલુકામાંથી એક હચમચાવે એવી ઘટના સામે આવી હતી. દાંતા (Danta) તાલુકાની એક પ્રાથમિક શાળામાં હીંચકે ઝૂલતી 3 સગી બહેનોને અચાનક જોરદાર કરંટ લાગ્યો હતો, જે પૈકી 2 સગી બહેનોનાં કરૂણ મોત નીપજ્યાં હતા. આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓએ તાપાસ હાથ ધરી હતી.

Advertisement

  • બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી વિનુ પટેલની કડક કાર્યવાહી
  • મોર ડુંગરા પ્રાથમિક શાળામાં થયેલા અકસ્માતમાં આચાર્ય સસ્પેન્ડ
  • અધિકારીઓ શાળાના શિક્ષકોને ફટકારી નોટીસ

ત્યારે મળતી માહિતી મુજબ, આ ઘટના દાંતા તાલુકામાં આવેલી મોર ડુંગરા પ્રાથમિક શાળામાં ઘટી હતી. તેથી અંબાજીના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસમાં શાળાના આચાર્ય લક્ષ્મણભાઈ મોતીભાઈ પાંડવની ઘોર બેદરકારી જણાવી છે.

Principal Suspend

Principal Suspend

Advertisement

પ્રાથમિક શાળાના આચાર્ચને કર્યા સસ્પેન્ડ

તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુ પટેલે જણાવ્યું કે શાળાની રૂબરૂ મુલાકાત લેતા અને સીઆરસી (CRC) નો રિપોર્ટ જોતા શાળાના આચાર્ય મુખ્ય શિક્ષક તરીકેની ફરજ બજાવવામાં નિષ્ફળ ગયા છે. તેથી તેમને જિલ્લા શિક્ષણ અધિકારીએ ફરજ પરથી બળતરફ કર્યા છે. તે ઉપરાંત તેમને સુઈગામ તાલુકાની મેઘપુરા શાળામાં હેડ ક્વાટર પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા.

અન્ય શિક્ષકોને ફટકારી નોટીસ

તો પ્રાથમિક શાળાના અન્ય શિક્ષકોને નોટીસ ફટકારવામાં આવી છે. જોકે આ ઘટનામાં 3 માસૂમ દીકરીઓને જ્યારે હીંચકા પર ઝૂલતા સમયે કરંટ લાગ્યો હતો. ત્યારે 2 દીકરીઓનું ઘટના સ્થળ પર કરૂણ મોત નીપજ્યું હતું.  બંને બહેનોના આજ બપોરે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.  તે ઉપરાંત 3 દીકરીઓની એક દીકરી જે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. અંતે તે પણ સ્વસ્થ થઈ ગઈ છે.

Advertisement

આ પણ વાંચો: Banaskantha : દાંતામાં હીંચકે ઝૂલતા લાગ્યો કરંટ, ત્રણ પૈકી 2 માસૂમ બાળકીઓનાં મોત

આ પણ વાંચો: આબુરોડ ખાતે SST ટીમની મોટી કાર્યવાહી, વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી 3 લાખ 11 હજારની રકમ મળી

આ પણ વાંચો: Gondal BJP News: કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભાના ઉમેદવાર ડૉ.મનસુખ માંડવિયા રમ્યા ગરબે

Tags :
Advertisement

.