Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Altaf Bassi : રીઢા ગુનેગાર અલ્તાફ બાસીના રિમાન્ડ નામંજૂર, કોર્ટમાં કહ્યું- પોલીસે 3 દિવસથી..!

ગોમતીપુરમાં (Gomtipur) તોડફોડ મુદ્દે અલ્તાફ બાસીની (Altaf Bassi) ધરપકડ કેસમાં મોટા અપડેટ આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે (crime branch) આરોપીને મેટ્રો કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરી હતી. જો કે, કોર્ટે આરોપીના રિમાન્ડ નામંજૂર કર્યા હતા અને આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં (judicial...
11:59 PM May 16, 2024 IST | Vipul Sen

ગોમતીપુરમાં (Gomtipur) તોડફોડ મુદ્દે અલ્તાફ બાસીની (Altaf Bassi) ધરપકડ કેસમાં મોટા અપડેટ આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે (crime branch) આરોપીને મેટ્રો કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરી હતી. જો કે, કોર્ટે આરોપીના રિમાન્ડ નામંજૂર કર્યા હતા અને આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં (judicial custody) મોકલવા હુકમ કર્યો હતો. કોર્ટમાં આરોપીએ દલીલ કરી હતી કે તે ચારતોળા કબ્રસ્તાનનો (chartoda kabristan) પ્રમુખ છું અને પોલીસે પાછળના દરવાજેથી તેની અટક કરી હતી. આ સાથે આરોપીએ ત્રણ દિવસથી સૂવા નથી દીધો અને છાતીમાં દુ:ખાવાની રજૂઆત કરી હતી.

આરોપીના પોલીસ પર ગંભીર આરોપ

ગોમતીપુર તોડફોડ મામલે ક્રાઇમ બ્રાન્ચે આરોપી અલ્તાફ બાસીની (Altaf Bassi) ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે (crime branch) આરોપી અલ્તાફ બાસીને મેટ્રો કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડની માગ કરી હતી. દરમિયાન, મેટ્રો કોર્ટે આરોપીને પોલીસથી કોઈ ફરિયાદ છે કે કેમ ? તેવું પૂછતાં આરોપી અલ્તાફે ફરિયાદ કરી હતી. પ્રાપ્ત અહેવાલ અનુસાર, આરોપીએ કોર્ટમાં કહ્યું હતું કે, સાહેબ હું ચારતોળા કબ્રસ્તાનનો પ્રમુખ છું. પોલીસે મારી પાછળના દરવાજેથી અટક કરી હતી. આ સાથે આરોપી અલ્તાફે આરોપ લગાવતા આગળ કહ્યું કે, પોલીસે મને ત્રણ દિવસ સુધી સૂવા નથી દીધો. બે દિવસથી છાતીમાં દુ:ખાવો થાય છે અને યુરીનમાંથી બ્લડ પણ આવે છે.

અલ્તાફ બાસી 17 જેટલા ગંભીર ગુનાઓ

આરોપીએ અલ્તાફે આરોપ લગાવ્યો કે, ક્રાઇમ બ્રાન્ચનો વહિવટદાર મને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપે છે. કોર્ટે (metro court) તમામ દલીલો સાંભળ્યા બાદ આરોપીના રિમાન્ડ નામંજૂર કર્યા હતા. સાથે જ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો હતો. જણાવી દઈએ કે, આરોપી અને રિઢા ગુનેગાર અલ્તાફ બાસી પર હત્યા, હત્યાનો પ્રયાસ સહિતના 17 જેટલા ગંભીર ગુનાઓ ભૂતકાળમાં નોંધાઈ ચૂક્યાં છે. ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં (Gomtipur Police Station) ઉપરાછાપરી ત્રણ FIR થતાં અલ્તાફ ફરાર થઈ ગયો હતો. ફરાર અલ્તાફ બાસીને ઝડપી તેની સામેના નોંધાયેલા કેસોની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Crime Branch Ahmedabad) સંભાળી લીધી છે.

આ પણ વાંચો - Ahmedabad : કબ્રસ્તાનના દબાણ ખાલી કરાવવા વક્ફ કમિટીએ કયા સમાજ સેવકને સોપારી આપી ?

આ પણ વાંચો - Ahmedabad શહેરમાં પોલીસ કોન્સ્ટેબલ પર મહિલા બુટલેગરના સાગરીતોએ કર્યો હુમલો

આ પણ વાંચો - Ahmedabad Police : હેડ કૉન્સ્ટેબલ પર હુમલાના કેસમાં DG ઑફિસે માગ્યો ખૂલાસો

 

Tags :
AhmedabadAhmedabad City PoliceAIMIMAltaf BassiAltafkhan Pathan aka Altaf BasiAtiq Ahmedchartoda kabristanCrime BranchGomtipurGomtipur PoliceGujarat FirstGujarati Newsjudicial custodyPolice remand. metro court
Next Article