Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આજે Akshaya Tritiya, પરશુરામ જયંતી અને વર્ષી તપના પરણા, જાણો અમદાવાદ, પાલીતાણામાં ધાર્મિક કાર્યક્રમોની વિગત

આજે અખાત્રીજનો પવિત્ર (Akshaya Tritiya 2024) દિવસ છે. સાથે જ આજે ભગવાન પરશુરામ જયંતી પણ છે. આ નિમિત્તે રાજ્યભરના વિવિધ મંદિરોમાં વિશેષ પૂજા, શણગાર અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ભગવાન પરશુરામ જયંતી નિમિત્તે અમદાવાદમાં ઠેર ઠેર શોભાયાત્રાનું આયોજન કરાયું...
10:54 AM May 10, 2024 IST | Vipul Sen

આજે અખાત્રીજનો પવિત્ર (Akshaya Tritiya 2024) દિવસ છે. સાથે જ આજે ભગવાન પરશુરામ જયંતી પણ છે. આ નિમિત્તે રાજ્યભરના વિવિધ મંદિરોમાં વિશેષ પૂજા, શણગાર અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ભગવાન પરશુરામ જયંતી નિમિત્તે અમદાવાદમાં ઠેર ઠેર શોભાયાત્રાનું આયોજન કરાયું છે. જ્યારે, અખાત્રીજ નિમિત્તે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાશે. શહેરના મણિનગર વિસ્તારમાં સ્થિત કુમકુમ મંદિર ખાતે સ્વામિનારાયણ ભગવાનને ચંદનનાં વાઘાનો વિશેષ શણગાર કરાયો છે.

જગન્નાથ મંદિરમાં ચંદનયાત્રા, રથયાત્રા યોજાશે

જગન્નાથ મંદિરમાં ચંદનયાત્રા, શોભાયાત્રા

આજે અખાત્રીજના પવિત્ર દિવસે રાજ્યભરના વિવિધ મંદિરોમાં વિશેષ પૂજા અને શણગારનું આયોજન કરાયું છે. જણાવી દઈએ કે, અખાત્રીજના પાવન પર્વ નિમિત્તે અમદાવાદના જગન્નાથ મંદિરે (Jagannath Temple Ahmedabad) ભગવાન જગન્નાથજીની 147 મી ચંદનયાત્રા યોજાશે. ચંદનયાત્રા બાદ રથયાત્રાની તૈયારીનો શુભારંભ થશે. રથયાત્રા પહેલા અક્ષય તૃતિયા પર મંદિરમાં ઐતિહાસિક ચંદનયાત્રાનું આયોજન કરાયું છે.

કુમકુમ મંદિરમાં ભગવાનને ચંદનનાં વાઘાનો શણગાર

મણિનગર કુમકુમમાં ચંદનનો શણગાર

ઉપરાંત, મણિનગર ખાતે આવેલા સ્વામિનારાયણ કુમકુમ મંદિરમાં (Kumkum Temple Maninagar) પણ અખાત્રીજની વિશેષ તૈયારીઓ કરાઈ છે. કુમકુમ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનને ચંદનનાં વાઘા પહેરાવી વિશેષ શણગાર કરાયો છે. પાંચ કિલો ચંદન ઘસી ઘનશ્યામ મહારાજને (Ghanshyam Maharaj) આ શણગાર કરાયો છે. છેલ્લા સાત દિવસથી સંતોએ ચંદન ઘસીને ચંદનની કોટી તૈયાર કરી હતી. સંતોના જણાવ્યા મુજબ, વૈશાખ માસમાં ગરમી વધારે પડતી હોવાથી ઠંડક માટે ભગવાન માટે ચંદનનો શણગાર કરાયો છે. સ્વામિનારાયણ ભગવાનની શિયાળો, ઉનાળો અને ચોમાસા પ્રમાણે વિશેષ પૂજા થાય છે. શિયાળામાં ગરમ વસ્ત્રો, ચોમાસામાં ભગવાનને છત્રી અને ઉનાળામાં ચંદનના વાઘા પહેરાવાય છે.

પાલીતાણામાં અખાત્રીજના પારણા

પાલીતાણામાં અખાત્રીજના પારણા યોજાશે

ભાવનગરની (Bhavnagar) વાત કરીએ તો તીર્થનગરી પાલીતાણા ખાતે આજે હર્ષોલ્લાસ સાથે અખાત્રીજના (Akshaya Tritiya 2024) પારણા યોજાશે. વર્ષ દરમિયાન જૈનો દ્વારા કરેલા તપ-જપને લઈ અખાત્રીજના દિવસે સામુહિક પરણા કરવામાં આવશે. માહિતી મુજબ, પાલીતાણામાં (Palitana Jain Tirth) પારણા ભવન ખાતે એક હજાર જેટલા જૈન તપસ્વીઓ પારણા કરશે. આજે ઇક્ષુ રસ એટલે કે શેરડીના રસથી પારણા કરી ધન્યતા અનુભવશે. જણાવી દઈએ કે, પાલીતાણા ખાતે આજે જૈન આચાર્ય, મુનીઓ, જૈન તપસ્વીઓ અને દેશ-વિદેશમાંથી યાત્રિકો અખાત્રીજના પારણા કરશે. વર્ષ દરમિયાન તપસ્યા કરતા આરાધકો વર્ષી તપના પરણા કરશે.

પરશુરામ જયંતી નિમિત્તે શોભાયાત્રા

આજે પરશુરામ જયંતી, ઠેર ઠેર શોભાયાત્રાનું આયોજન

બીજી તરફ આજે પરશુરામ જયંતી (Parasuram Jayanti) હોવાથી અમદાવાદમાં ઠેર ઠેર શોભાયાત્રાનું આયોજન કરાયું છે. માહિતી મુજબ, શહેરના પાલડી ભઠ્ઠા રામજી મંદિરથી (Paldi Bhatta Ramji temple) ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા નીકળશે. જ્યારે, લો ગાર્ડન સમર્થેશ્વર મહાદેવ ખાતે યાત્રાનું સમાપન થશે. માહિતી મુજબ, સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે.

આ પણ વાંચો - VADODARA : ભાજપના લોકસભા ઉમેદવાર મંદિરે દર્શન કરી મતદાન કરવા રવાના, જાણો શું કહ્યું

આ પણ વાંચો - Sanatan dharm-પૂજા સમયે રક્ષા સૂત્ર બાંધવાની પરંપરા

આ પણ વાંચો - Ujjain Temple: મહાકાલને મળ્યો ગરમીથી છુટકારો, ગર્ભગૃહમાં આ વિશેષ સુવિધા કરાઈ

Tags :
Aakha teej 2024ain AcharyasAkshaya Tritiya 2024BhavnagarChandan YatraGhanshyam MaharajGujarat FirstGujarati NewsJagannath Temple AhmedabadKumkum Temple ManinagarLaw Garden Samartheshwar MahadevLord JagannathLord Parasuram JayantiPaldi Bhatta Ramji templePalitana Jain TirthaRath YatraSwaminarayan MandirVaishakh month
Next Article