AIR INDIA ની ફ્લાઇટમાં બોમ્બની અફવા, સિક્યોરીટી જવાનો ખુણે-ખુણા ફેંદી વળ્યા
AIR INDIA FLIGHT BOMB THREAT : AIR INDIA ની દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઇટમાં દિલ્હી એરપોર્ટ પર બોમ્બની માહિતી મળતા એરપોર્ટ અને એરલાઇન્સના અધિકારીઓના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. તાત્કાલિક મુસાફરોને ઉતારી લેવામાં આવ્યા હતા. અને બોમ્બ સ્કવોર્ડની સાથે જ અલગ અલગ સિક્યોરીટી એજન્સીના જવાનો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. સિક્યોરીટી જવાનોએ આખુંય પ્લેન ફંફોસી કાઢ્યું હતું. પેસેન્જના સમાનની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ કંઇ પણ શંકાસ્પદ મળી આવ્યું ન્હતું.
બોમ્બ હોવાની અફવાહ સામે આવી
સુત્રો જણાવી રહ્યા છે કે, એર ઇન્ડિયાના ટોયલેટમાં એક ટીશ્યુ પેપર મળી આવ્યું હતું. જેના પર બોમ્બ લખવામાં આવ્યું હતું. આ મેસેજ પેસેન્જરે પ્રથમ વાંચ્યો હતો. અને ત્યાર બાદ ક્રુને જાણ કરવામાં આવી હતી. જાણ થતા જ ક્રુ ફફડી ઉઠ્યા હતા. અને તાત્કાલિક આગળ જાણ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. જો કે, બોમ્બ હોવાની અફવાહ સામે આવી છે.
પેસેન્જરને વોશરૂમમાંથી ટીશ્યુ પેપર મળ્યું
સુત્રોના જણાવ્યા અનુસાર, 15 મે ના રોજ સાંજે 7 - 30 કલાકે દિલ્હી એરપોર્ટથી વડોદરા એરપોર્ટ માટે ફ્લાઇટ ઉડાન ભરવાની હતી. ફ્લાઇટમાં પેસેન્જરોએ પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું હતું. ફ્લાઇટ ઉડાન ભરે તે પહેલા પેસેન્જરને વોશરૂમમાંથી ટીશ્યુ પેપર પર બોમ્બ લખેલું મળી આવ્યું હતું. જે અંગે તેણે ફ્લાઇટના ક્રુ મેમ્બર્સને જાણ કરી હતી. તે બાદ સિક્યોરીટી જવાનોએ બાજી સંભાળી હતી. અને ફ્લાઇટનું ઉડાન અટકાવીને પેસેન્જરોને ઉતારી લેવામાં આવ્યા હતા. સિક્યોરીટી જવાનોએ પ્લેન અને તેમાં રહેલા તમામ મુસાફરોના સામાનની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તેમાં કંઇ પણ શંકાસ્પદ મળી આવ્યું ન્હતું. આખરે પ્લેનની ઉડાનને લીલીઝંડી આપી દેવામાં આવી હતી.
આ પણ વાંચો -- Sanjay Singh Mahida: ભાજપના વધુ એક ધારાસભ્યનો લેટરબોમ્બ, ‘સરકારી સિસ્ટમ’ સામે MLAનો આરોપ