Ahmedabad : શહેરમાં એક દિવસમાં બે હિટ એન્ડ રની ઘટના,એક મહિલાનું મોત
Ahmedabad : રાજ્યમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતની (Road accident) ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે અમદાવાદમાં (Ahmedabad) અકસ્માતોનો કેર યથાવત રહ્યો છે. જેમાં શહેરમાં રફતારના રાક્ષસની રફતાર થંભી રહી નથી. તેમાં વસ્ત્રાલ બાદ કેશવબાગ ખાતે અકસ્માત થયો છે. કેશવબાગ ખાતે કાર ચાલકે એક્ટિવાચાલક (Activa ) અને અન્ય એકને અડફેટે લીધા છે. ત્યારે એક્ટિવાચાલાક મહિલાને હોસ્પિટલ ખસેડાવામાં આવી છે.
વસ્ત્રાલમાં હિટ એન્ડ રનની ઘટના બની
યુવતીની હાલત ગંભીર છે. સવારે અમદાવાદના વસ્ત્રાલમાં હિટ એન્ડ રનની (Hit and run )ઘટના બની છે. જેમાં રતનપુરા ગામ પાસે અકસ્માત થયો છે. તેમાં 63 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયુ છે. મહિલા શાક લેવા જતી હતી ત્યારે ઘટના બની છે. અડફેટે લેનાર વાહનચાલક ભાગી છૂટયો છે. તેમજ આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં બેફામ બનેલા કાર ચાલકો અકસ્માત કરી રહ્યાં છે
ગુજરાત રાજ્યમાં એક પછી એક હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી રહી છે, રાજ્યમાં બેફામ બનેલા કાર ચાલકો અકસ્માત કરી રહ્યાં છે. પૂર્વ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. રતનપુરા ગામ પાસે સવારે અજાણ્યા વાહને મહિલા ચાલકને ટક્કર મારી હતી. જેમાં મહિલા ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ.
મહિલા વહેલી સવારે શાક લેવા જતી હતી
મહિલા વહેલી સવારે શાક લેવા જતી હતી ત્યારે આ ઘટના બની હતી. તેમજ જૂનાગઢમાં હીટ એન્ડ રનમાં 3 યુવકોનાં મોત થયા છે. જેમાં અજાણ્યો કાર ચાલક અકસ્માત કરી ફરાર થયો છે. તેમજ આ ગોઝારો અકસ્માત બાટવાના પાજોદ ગામ પાસે બન્યો છે. જેમાં કારચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત થયો હતો.
આ પણ વાંચો - VADODARA : શરદી-ખાંસીની દવા લેવા નિકળેલી મહિલાના ઘરે તેમના મૃત્યુનો સંદેશ પહોંચ્યો
આ પણ વાંચો - Junagadh Accident : પાજોદ ગામે ઇકોચાલકે અડફેટે લેતા બાઇકસવાર ત્રણ આશાસ્પદ યુવાનોનાં મોત
આ પણ વાંચો - Vadodara Riots: વડોદરાના એકતાનગરમાં બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો, 10 લોકો થયા ઘાયલ