Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : સો.મીડિયા ઈન્ફ્લ્યુએન્સરે યુવકના ચહેરા પર છાણ લગાવી ચપ્પલથી માર્યો, મારી નાખવાની ધમકી આપી

અમદાવાદના (Ahmedabad) સાબરમતી વિસ્તારમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પરની એક પોસ્ટને લઈ યુવકનું અપહરણ કરી તેની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હોવાની ઘટના બની છે. 19 વર્ષીય યુવકે મુકેલી પોસ્ટ જોઈને ઉશ્કેરાયેલા સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સરે તેના ઘરેથી...
ahmedabad   સો મીડિયા ઈન્ફ્લ્યુએન્સરે યુવકના ચહેરા પર છાણ લગાવી ચપ્પલથી માર્યો  મારી નાખવાની ધમકી આપી

અમદાવાદના (Ahmedabad) સાબરમતી વિસ્તારમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પરની એક પોસ્ટને લઈ યુવકનું અપહરણ કરી તેની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હોવાની ઘટના બની છે. 19 વર્ષીય યુવકે મુકેલી પોસ્ટ જોઈને ઉશ્કેરાયેલા સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સરે તેના ઘરેથી અપહરણ કરી માર મારી વીડિયો બનાવી ક્રૂરતાની હદ વટાવી હતી. જો કે, આ મામલે ગુનો દાખલ થતા પોલીસે આરોપી અને તેના સાગરિતોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

યુવકે વીડિયો બનાવતા અપહરણ કર્યું

પોલીસ ફરિયાદ મુજબ, અમદાવાદના (Ahmedabad) સાબરમતી વિસ્તારમાં રહેતા ધ્યાન લોધા નામનો યુવક ગાંધીનગરમાં BCA નો અભ્યાસ કરે છે. ધ્યાન ચાંદખેડા (Chandkheda) સ્મશાન રોડ પર આવેલા જીમમાં રોજ કસરત કરવા જાય છે. એકાદ મહિના પહેલા જીમમાં ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લ્યુએન્સર રજત દલાલ આવ્યો હતો અને તે ફેમસ હોવાથી ફરિયાદી અને તેની સાથેના જીમના મેમ્બરોએ ફોટો પડાવ્યા હતા. જે બાદથી રજત દલાલ સપ્તાહમાં એકાદ વાર જીમમાં કસરત કરવા અને શિખવાડવા આવતો હતો. 1 જૂનના રોજ ફરિયાદી ધ્યાન લોધાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો બનાવ્યો હતો, જેમાં 'રોજ સવારે જીમમાં આવીને મો બતાવીને મારો દિવસ બગાડે છે' તેવું હિન્દીમાં લખાણ લખ્યું હતું. જે વીડિયો વાયરલ થતાં રજત દલાલે 4 જૂનના રોજ તેને ઈન્સ્ટાગ્રામ પર ફોન કરી જીમમાં બોલાવ્યો હતો. જો કે, તે ન આવતા રજત દલાલ ધ્યાન લોધાના ઘરે પહોંચ્યો હતો.

આરોપીઓની ગાડી

Advertisement

ઉઠક-બેઠક કરાવી, યુવક બેભાન થતાં મોઢા પર પેશાબ કર્યો

ધ્યાન લોધા સોસાસટીની બહાર આવતા જ આરોપીઓએ તેને નંબર પ્લેટ વગરની થાર ગાડીમાં બેસાડી વીડિયો બનાવવા બાબતે મારી નાખવાની ધમકી આપી હતી. ગાડીમાં બેઠેલા અન્ય બે શખ્સ કુણાલ રાણા અને શિવમ મલેકે ફરિયાદીને માર માર્યો હતો અને રજતે ફરિયાદી પાસે પોતાને પિતા કહેવડાવી માફી માંગતો વીડિયો બનાવ્યો હતો. જે બાદ આરોપીઓ યુવકને ચાંદખેડામાં (Chandkheda) એક તબેલામાં લઈ ગયા હતા અને યુવકના ચહેરા પર છાણ લગાવી ચપ્પલથી મારી તેને ફરીથી માફી મંગાવડાવી વીડિયો બનાવ્યો હતો. ત્યાર બાદ યુવકને ગાડીમાં બેસાડી ગોદરેજ ગાર્ડન સીટી (Godrej Garden City) પાસે ગ્રીન ગેલેસ સોસાયટીમાં લઈ જઈ કોમ પ્લોટમાં ઉઠક બેઠક કરાવી માંફી મંગાવી ફરી વીડિયો ઉતાર્યો હતો. એટલે ન અટકીને આરોપીઓએ યુવકને ઢસડીને લીફ્ટમાં લઈ જઈ ઘરનું બાથરૂમ સાફ કરાવ્યું અને ફરી વીડિયો બનાવ્યો હતો. દરમિયાન, યુવક બેભાન થઈ જતાં રજતે તેના ચહેરા પર પેશાબ કરી તેને જગાડ્યો હતો. દરમિયાન, ફરિયાદીની માતાના અનેક ફોન આવતા યુવકે તેને છોડી દેવાની વિનંતી કરતા અંતે તેને ઘરે જવા દીધો હતો.

Advertisement

યુવકની માતાને ગાળો આપી, મારી નાખવાની ધમકી આપી

આરોપીઓએ યુવકની માતાને પણ ગાળો આપી 'તમારો દીકરો નાનો છે એટલે છોડી દીધો નહીંતર મારી નાખતો' તેવું જણાવી પોતાની પહોંચ ઊંચી છે અને પોલીસ (Ahmedabad) પોતાના ખિસ્સામાં રહે છે તેમ કહીને ફરિયાદીની માતાને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને માતાની સામે પણ ફરી યુવકને ઉઠક બેઠક કરાવી વીડિયો બનાવ્યો હતો. યુવકને સારવાર માટે ખસેડતા અંતે આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે (Sabarmati Police) ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

અહેવાલ - પ્રદિપ કાછીયા

આ પણ વાંચો - Jamnagar : GG હોસ્પિટલમાં રિક્ષા સાથે ઘૂસ્યો ડ્રાઇવર, દર્દી-સ્ટાફનો જીવ તાળવે ચોંટ્યો! જુઓ Video

આ પણ વાંચો - Junagadh : કાર-બાઇક વચ્ચે અકસ્માત થતાં બે આશાસ્પદ યુવકોનાં મોત, યુવતી સહિત 4 ઇજાગ્રસ્ત

આ પણ વાંચો - હપ્તાના પણ હપ્તા! “દયાળુ” અધિકારીઓએ ભ્રષ્ટાચારમાં પણ EMI શરૂ કર્યા

Tags :
Advertisement

.