Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : ભગવાન જગન્નાથજી મોસાળ પધાર્યાં, ભવ્ય શોભાયાત્રા યોજાઈ, 15 દિવસ ભક્તોને આપશે દર્શન

Ahmedabad : આ વર્ષે ભગવાન શ્રી જગન્નાથજીની 147 મી ભવ્ય રથયાત્રાનું (147th grand Rath Yatra) આયોજન કરવામાં આવી રહ્યું, જેનું કાઉનડાઉન શરૂ થઈ ગયું છે. આજે સવારે જળયાત્રા યોજાઇ હવે ભગવાન મોસાળ સરસપુર રણછોડરાયજી મંદિરે પધાર્યા છે. ત્યારે સરસપુર વાસીઓએ...
09:25 PM Jun 22, 2024 IST | Vipul Sen

Ahmedabad : આ વર્ષે ભગવાન શ્રી જગન્નાથજીની 147 મી ભવ્ય રથયાત્રાનું (147th grand Rath Yatra) આયોજન કરવામાં આવી રહ્યું, જેનું કાઉનડાઉન શરૂ થઈ ગયું છે. આજે સવારે જળયાત્રા યોજાઇ હવે ભગવાન મોસાળ સરસપુર રણછોડરાયજી મંદિરે પધાર્યા છે. ત્યારે સરસપુર વાસીઓએ દર વર્ષની જેમ સામૈયુ કર્યું હતું. ભગવાનનાં દર્શનનો લ્હાવો સૌ ભક્તોને મળે તે માટે વિશાળ શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

સરસપુરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન

બેન્ડબાજા અને બગી સાથે ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા

સરસપુર આંબેડકર હોલથી (Saraspur Ambedkar Hall) વાંજતે-ગાજતે બેન્ડબાજા અને બગી સાથે ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા બાદ ભગવાન રણછોડરાયજી સરસપુર ખાતે મોસાળમાં મંદિરમાં બિરાજ્યાં હતા. પરંપરાગત રીતે રથયાત્રા પૂર્વે 15 દિવસ પૂનમથી ભગવાન શ્રી જગન્નાથજી મૌસાળમાં રણછોડરાયજી મંદિરે પધારે છે અને વર્ષમાં આ પંદર દિવસ એવા હોય છે કે ભગવાન મોસાળમાં રણછોડરાયજી મંદિરે (Ranchodharaiji temple) ભક્તોને દર્શન આપતા હોય છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તો પણ અહીં ભગવાનનાં દર્શને કરવા માટે આવતા હોય છે.

બેન્ડબાજા અને બગી સાથે ભગવાનની શોભાયાત્રા

15 દિવસ મોસાળમાં રહેશે ભગવાન

પૂનમનાં રોજ મોસાળમાં ભગવાન પધારે અને ત્યારબાદ તેમની રોજેરોજ પૂજા-અર્ચના થતી હોય છે. ભજન મંડળી સતત ભજન ચાલતા હોય અલગ-અલગ મનોરથ પણ ભગવાનને ધરાવામાં આવે છે. 15 દિવસ સરસપુર (Saraspur) ખાતે ઉત્સવનો માહોલ જોવા મળે છે અને સૌ ભક્તો મોટી સંખ્યામાં આ પ્રસંગને માણતા હોય છે. અષાઢ સુદ બીજનાં દિવસે ભગવાન જગન્નાથ મંદિરથી રથયાત્રાનો (Rath Yatra) પ્રારંભ થાય છે. પહેલા દિવસે ભગવાન મોસાળથી નિજ મંદિરે પરત ફરતા હોય છે અને પછી અષાઢ સુદ બીજનાં દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાય છે. અમદાવાદનાં (Ahmedabad) 18 કિમીથી વધુના વિસ્તારમાં ભગવાન નગરચર્ચાએ નીકળે છે અને ભક્તોને દર્શન આપે છે. આ મહોત્સવની શરૂઆત આજથી થઈ છે, ભગવાન મોસાળમાં પધાર્યા છે અને રણછોડરાયજી મંદિરમાં ભક્તોનાં દર્શનાર્થે બિરાજમાન થયા છે.

અહેવાલ- સંજય જોષી, અમદાવાદ

આ પણ વાંચો - VADODARA : ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથજી પરિવારની સ્નાન યાત્રા યોજાઇ

આ પણ વાંચો - Porbandar: સુદામાપુરીમાં ભગવાન જગન્નાથની પવિત્ર જળથી સ્નાન યાત્રા

આ પણ વાંચો - GONDAL : શ્રી અક્ષર મંદિરના 10 સંતો સહિત 700 હરિભક્તોની પદયાત્રા યોજાઈ

Tags :
147th grand Rath YatraAhmedabad Rath YatraGujarat FirstGujarati NewsJagannath MandirJalYatraLord JagannathRath YatraSaraspur Ranchhodraiji temple
Next Article