Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

AHMEDABAD ISCON BRIDGE ACCIDENT: તથ્ય વિરુદ્ધ 1700 પાનની ચાર્જશીટ તૈયાર, 50થી વધારે લોકોના લેવાયા નિવેદન

ઈસ્કોન ઓવરબ્રિજ અકસ્માતનો મામલો આજે પોલીસ કોર્ટમાં રજૂ કરી શકે છે ચાર્જશીટ પોલીસે 1700 પાનાની ચાર્જશીટ કરી છે તૈયાર કેસમાં પોલીસે કલમ 308 પણ કરી છે દાખલ તપાસમાં પોલીસે સમગ્ર રૂટ પરના CCTV ફૂટેજ પણ લિધા છે ઈસ્કોન પહેલા...
11:47 AM Jul 27, 2023 IST | Hiren Dave

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જનાર તથ્ય પટેલ સામે આજે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ શકે છે. આરોપી તથ્ય પટેલે 19 જુલાઈએ મોડી રાત્રે બેફામ રીતે કાર હંકારીને 9 લોકોને કચડી માર્યા હતા. જેના એક જ અઠવાડિયામાં ટ્રાફિક પોલીસ આજે  1700 પાનાની ચાર્જશીટ રજૂ કરી શકે છે. આ કેસમાં કલમ 308નો પણ ઉમેરો કરવામાં આવ્યો છે.

 

ચાર્જશીટમાં શું ઉલ્લેખ ?

પોલીસે તથ્ય પટેલ, પ્રજ્ઞેશ પટેલ, તથ્યના મિત્રો સહિત કુલ 50 લોકોથી વધુના નિવેદન લેવાયા છે.. ચાર્જશીટમાં FSL, DNA અને જેગુઆર કંપનીના રિપોર્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર રૂટ પરના CCTV ફૂટેજ પણ પુરાવા તરીકે મૂક્યા છે. આ ઉપરાંત તથ્ય પટેલે ઈસ્કોન પહેલા કરેલા અન્ય 2 અકસ્માતોની વિગતોનો પણ ઉલ્લેખ કરાયો છે. મહત્વનું છે કે આ કેસમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ અઠવાડિયામાં ચાર્જશીટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો.

બ્રિજ અકસ્માતનો  બનાવ 

ઉલ્લેખનીય છે કે અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટે તથ્ય પટેલના 24 જુલાઈએ સાંજે 4 કલાક સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. આજે જ્યારે ઈસ્કોન અકસ્માત કેસમાં તથ્યને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે પોલીસે આગળના રિમાન્ડ ન માંગતા તેને હવે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. હવે તથ્યને સાબરમતી જેલમાં રાખવામાં આવશે. જ્યારે પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાનું રી કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું.

 

અમદાવાદના માણેક  બાગ અકસ્માતની ઘટના 

 અમદાવાદ (Ahmedabad) શહેરના રસ્તાઓને મોડી રાત્રે રેસિંગ ટ્રેક બનાવી દેનારા નબીરાઓ ઈસ્કોન બ્રીજની ઘટનાથી હજુ સુધર્યાં નથી. અમદાવાદ શહેરમાં ગત રાત્રીના બે અકસ્માતો સર્જાયા જેમાં શહેરના માનસી સર્કલથી માણેકબાગ વચ્ચે નશાની હાલતમાં બેફામ રીતે નશાની હાલતમાં BMW કાર હંકારી અકસ્માત સર્જ્યો હતો તો બીજી તરફ પંચવટી ચાર રસ્તા પર બેફામ આવતી કારે ઓટો રિક્ષાને અડફેટે લેતા 2 મહિલા, 2 બાળકો અને 1 પુરુષ ઈજાગ્રસ્ત થતા તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં (Sola Civil Hospital) ખસેડવામાં આવ્યા છે.

 

અમદાવાદના પંચવટી ચાર રસ્તા પાસે એક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો

બીજી તરફ રાત્રીના બે વાગ્યાના અરસામાં અમદાવાદના પંચવટી ચાર રસ્તા પાસે એક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સીજી રોડ તરફથી આવતી કારે રામદેવનગર તરફથી આવતી રિક્ષા સાથે અકસ્માત સર્જાયો જેમાં રિક્ષા પલ્ટિ ખાઈ ગઈ જેમાં 5 લોકો સવાર હતા જેમને ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. દશામાનું જાગરણ હોવાથી પરિવાર રિક્ષામાં એલિસબ્રિજ તરફ જઈ રહ્યો હતો. આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આપણ  વાંચો-બુધવારની મોડી રાત્રે શું થયું? GUJARAT FIRST સાથે પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ઘટના

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

 

 

Tags :
5 thousand pages sheetAhmedabad Iscon Bridge AccidentDCP Neeta DesaiHarsh Sanghviiskcon bridge accidentIskcon Bridge Jaguar AccidentIskcon Bridge Thar AccidentJaguar Accident Casepolice charge sheet
Next Article