Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad: ગુજરાતનું પ્રથમ જીનોમિક્સ ઇન્સ્ટિટ્યૂટની થઇ શરૂઆત

Ahmedabad: અપોલો હોસ્પિટલે (Apollo Hospitals)આજે ગુજરાતનું પ્રથમ અમદાવાદમાં અપોલોજીનોમિક્સ ઇન્સ્ટિટ્યૂટ (Apollo Genomics Institutes) શરૂ કરીને સ્વાસ્થ્ય સેવાના વિસ્તરણની જાહેરાત કરી છે. જીનોમિક્સમાં રોકાણ વધારવા સાથે અપોલો જિનોમિક્સ ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત અગાઉ મુંબઇ, દિલ્હી, હૈદ્રાબાદ અને કોલકતામાં કરવામાં આવી હતી.   જીનોમિક્સ...
07:32 PM Apr 24, 2024 IST | Hiren Dave
Apollo Genomics Institutes

Ahmedabad: અપોલો હોસ્પિટલે (Apollo Hospitals)આજે ગુજરાતનું પ્રથમ અમદાવાદમાં અપોલોજીનોમિક્સ ઇન્સ્ટિટ્યૂટ (Apollo Genomics Institutes) શરૂ કરીને સ્વાસ્થ્ય સેવાના વિસ્તરણની જાહેરાત કરી છે. જીનોમિક્સમાં રોકાણ વધારવા સાથે અપોલો જિનોમિક્સ ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત અગાઉ મુંબઇ, દિલ્હી, હૈદ્રાબાદ અને કોલકતામાં કરવામાં આવી હતી.

 

જીનોમિક્સ સાથે આ રોગના લક્ષણો સ્પષ્ટ રીતે ઓળખી શકાય છે

છેલ્લાં કેટલાક વર્ષોમાં ભારતે ચેપી રોગો સામે લડવામાં ઘણી પ્રગતિ કરી છે. જોકે ભૂતકાળમાં આનુવંશિક વિકૃતિઓની વધારે પડતી અવગણના કરવામાં આવતી હતી. જીનોમિક્સ સાથે આ રોગના લક્ષણો સ્પષ્ટ રીતે ઓળખી શકાય છે. અને શરૂઆતમાં જ નિદાન અને યોગ્ય સારસંભાળથી તેનું નિરાકરણ પણ લાવી શકાય છે. અપોલો જીનોમિક્સ ઇન્સ્ટિટ્યૂટનો ઉદ્દેશ જીનોમિક સેવાઓ લાવીને તબીબ પ્રેક્ટિસમાં પરિવર્તન કરીને દરેક ક્લિનિક અને દર્દીને પહોંચાડવાનો છે.અપોલો જીનોમિક્સ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદમાં જીનેટિક્સ ઇવેલ્યુશન, ક્લિનિકલ ડાયગ્નોસ્ટિક્સ, ઓબ્સ્ટેટ્રિક જેનેટિક્સ, કેન્સર જીનોમિક્સ, પ્રિનેટલ જેનેટિક્સ સ્ક્રિનિંગ સહિતની જીનોમિક્સ સેવાઓ ઉપલબ્ધ છે. જેનાથી દર્દીઓને આનુવંશિક વિકૃતિઓના સંચાલન અને અટકાવવા માટે યોગ્ય માહિતી મળી રહેશે.

 

હેલ્થકેરના ભાવિને ફરીથી નિર્ધારિત કરશે : ડૉ પ્રીથા રેડ્ડી

અપોલો હોસ્પિટલના વાઇસ ચેરપર્સન ડૉ પ્રીથા રેડ્ડીએ જણાવ્યું હતું કે,આજનો દિવસ અગ્રેસર સ્વાસ્થ્ય સુવિધાઓ તરફ અમારી સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિન્હરૂપ છે. અપોલો હોસ્પિટલ અમદાવાદ ખાતે જીનોમિક ઇન્સ્ટિટ્યૂટના ઉદ્ધાટન સાથે અમે તબીબી વિજ્ઞાનમાં પરિવર્તનના માર્ગ પર આગળ વધી રહ્યાં છે.આ ક્રાંતિકારી પહેલ જીનોમિક્સની શક્તિઓનો ઉપયોગ કરીને દર્દીની સંભાળ રાખવામાં અમારી અતૂટ પ્રતિબદ્ધતાને દર્શાવે છે. અમને આશા છે કે આ પ્રયાસ અમને નવીનતાની નવી સીમાઓ તરફ લઇ જશે અને હેલ્થકેરના ભાવિને ફરીથી નિર્ધારિત કરશે.

Apollo Genomics Institutes

દર્દીની સારવારમાં વધુ સારી રીતે સમજાવવામાં મદદ મળી

અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપના હોસ્પિટલ ડિવિઝનના પ્રેસિડેન્ટ અને સીઇઓ ડૉ મધુ સસિધરે જણાવ્યું હતું કે,અપોલોમાં અમે માનીએ છીએ કે દર્દીઓએ તેમની સ્વાસ્થ્યલક્ષી બાબતો અંગે નિર્ણય લેવા માટે આગળ આવવાની જરૂર છે. દર્દી આધારિત એનાલિટિક્સ સાથે વાસ્તિવક વિશ્વના ડેટા સ્ત્રોતમાં સતત વધારો થયો છે. જેનાથી નિદાન, સારવાર સહિતની બાબતોની ઊંડાણપૂર્વકની માહિતી પ્રાપ્ત થાય છે. જીનોમિક્સ આવું જ એક ક્ષેત્ર છે.વધતા NDC પાછળ,દર્દીઓના ડેટા મળી રહેવાથી પ્રેક્ટિશનરોને દર્દીની સારવારમાં વધુ સારી રીતે સમજાવવામાં મદદ મળી છે. આ આનુવંશિક આંતરદ્રષ્ટિનો લાભ લઇને દવાઓમાં વ્યક્તિગતકરણને પણ સક્ષમ કરે છે.જે રોગોના નિવારણ, નિદાન અને સારવારને લગતા નિર્ણયોમાં અત્યંત અસરકાર છે.અપોલો જીનોમિક્સ ઇન્સ્ટિટ્યૂટનો ઉદ્દેશ રોગને અટકાવવા અને વ્યક્તિગત દવા પર ધ્યાન કેન્દ્રિત કરી સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનો છે.

 

અપોલો હોસ્પિટલ્સના ગ્રૂપ મેડિકલ ડાયરેક્ટર ડૉ અનુપમ સિબ્બલે જણાવ્યું હતું કે, વિવિધ રોગો અને પરિસ્થિતિને સમજવામાં જીનેટિક્સ મહત્વની ભૂમિકા ભજવે છે. અને અપોલો જીનોમિક્સ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના સાથે અમે અમારા દર્દીઓને જીનેટિક ટેસ્ટિંગ, કાઉન્સેલિંગ, વ્યક્તિગત સારવાર જેવા વિકલ્પો પ્રદાન કરીએ છીએ. અપોલો જીનોમિક્સ ઇન્સ્ટિટ્યૂટના અત્યંત કુશળ જેનેટિક્સ નિષ્ણાતો, તબીબો અને સંશોધકોની ટીમ ભારતમાં જીનેટિક્સના ક્ષેત્રને આગળ વધારવા માટે સમર્પિત છે.

ભારત અને સમગ્ર વિશ્વમાં આરોગ્ય માટે નોંધપાત્ર પડકાર બની રહ્યું છે

અપોલો હોસ્પિટલના કન્સલ્ટન્ટ મેડિકલ જેનેટીસીસ્ટ ડૉ અંબિકા ગુપ્તાએ જણાવ્યું હતું કે, ભારત વૈવિધ્યસભર દેશ છે. તેથી જીનોમિક દવામાં પરિવર્તનની સંભાવના હોઇ શકે છે.બાળ મૃત્યુદરમાં ઘટાડો આનુવંશિક વિકૃતિઓના રોગોના એક મહત્વપૂર્ણ જૂથ તરીકે ઉભરી આવ્યું છે. સ્વાસ્થ્યને લઇને લોકો વધારે જાગૃત થયા છે.આનુવંશિક અને બિન ચેપી રોગ (NCDs) જેવા કે કેન્સર અને કાર્ડિયોવેસ્ક્યુલર ડિસઓર્ડર જેવા રોગોના નિવારણ અને નિદાન માટે જીનોમિક ટેસ્ટ અંગે જાગૃતિ વધી છે. જિનોમિક્સ ક્લિનિકનો વિસ્તાર આવી વિકૃતિઓના નિવારણ અને સંચાલન માટે મહત્વનું પગલું છે. જે ભારત અને સમગ્ર વિશ્વમાં આરોગ્ય માટે નોંધપાત્ર પડકાર બની રહ્યું છે.

અહેવાલ -સંજય જોષી -અમદાવાદ 

 

આ  પણ  વાંચો - VADODARA : લાપતા પુત્રને પરત લાવવા માટે પિતાની “ઠાકોરજી”ને વિનંતી

આ  પણ  વાંચો - Sam Pitroda Controversy : સામ પિત્રોડાના નિવેદનને ટાંકી C.R. પાટીલે કોંગ્રેસને લીધી આડે હાથ!

આ  પણ  વાંચો - BJP નું “ઓપરેશન જમણવાર”: ક્ષત્રિય આગેવાનો હવે જમાડીને સમાજને સમજાવશે

Tags :
AhmedabadApollo Genomics InstitutesApollo HospitalsDelhiGujarat first Apollo Genomics Institutehealth servicesHyderabadMUMBAI
Next Article