ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Ahmedabad RathYatra : 1100 જવાનોનું પેટ્રોલિંગ, 3D મેપિંગ, AI, 1500 CCTV, આ વખતે આવી છે તૈયારીઓ!

ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રાને (Rath Yatra) લઇ અમદાવાદમાં (Ahmedabad RathYatra) જમાલપુર જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, જે હેઠળ રથયાત્રાના સંવેદનશીલ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે ફૂટ પેટ્રોલિંગ, 3D મેપિંગ, AI સહિત અનેક ટેક્નોલોજીનો ઉપયોગ,...
10:14 AM Jun 06, 2024 IST | Vipul Sen
featuredImage featuredImage

ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રાને (Rath Yatra) લઇ અમદાવાદમાં (Ahmedabad RathYatra) જમાલપુર જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, જે હેઠળ રથયાત્રાના સંવેદનશીલ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે ફૂટ પેટ્રોલિંગ, 3D મેપિંગ, AI સહિત અનેક ટેક્નોલોજીનો ઉપયોગ, અલગ અલગ વિસ્તારોમાં 1500 થી વધુ CCTV કેમેરા, પોકેટ કેમેરા, ડ્રોનનો ઉપયોગ સહિતની તૈયારી હાથ ધરાઈ છે.

રથયાત્રાના રૂટ પર પોલીસનું પેટ્રોલિંગ

રથયાત્રાની પૂરજોશમાં તૈયારીઓ

અમદાવાદમાં અષાઢી સુદ બીજના (7 જુલાઈ, 2024) રોજ ભગવાન જગન્નાથની (Lord Jagannath) 147મી રથયાત્રા નીકળવાની છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે. અમદાવાદની રથયાત્રામાં (Ahmedabad RathYatra) દેશ-વિદેશથી ભક્તો મોટી સંખ્યામાં જોડાતા હોય છે. ત્યારે આ વખતે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લઈ જમાલપુર જગન્નાથ મંદિર ટ્રસ્ટ (Jamalpur Jagannath Temple Trust) અને વહીવટી તંત્ર, પોલીસ વિભાગ (Ahmedabad Police) દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રથયાત્રાના દિવસે કોઈ અનિચ્છિનિય ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે.

રથયાત્રા પૂર્વે ક્રાઇમ બ્રાન્ચનું ફૂટ પેટ્રોલિંગ

3D મેપિંગ, AI સહિત અનેક ટેક્નોલોજીનો ઉપયોગ

પ્રાપ્ત માહિતી મુજબ, રથયાત્રાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) રથયાત્રાના સંવેદનશીલ વિસ્તાર પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું, જેમાં ક્રાઇમ બ્રાન્ચના 1100 જવાનોએ ભાગ લીધો હતો. રથયાત્રાના 15 કિમીના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરાશે, જે હેઠળ 3D મેપિંગ, AI સહિત અનેક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. અલગ-અલગ વિસ્તારોમાં 1500 જેટલા CCTV કેમેરાઓ લગાવવામાં આવશે. અનેક વાહનોમાં પણ કેમેરા લગાવાશે અને પોકેટ કેમેરા પણ રખાશે. દર વર્ષ કરતાં આ વર્ષે વધુ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે એવી પણ માહિતી છે. આ સાથે કોઇ શંકાસ્પદ વ્યક્તિ જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે.

 

આ પણ વાંચો - AHMEDABAD : પાક. થી હુમલો કરવાનું કાવતરું! આ રીતે અમદાવાદમાં હથિયાર મોકલાયા

આ પણ વાંચો - Rajkot : અકસ્માત બાદ ઉશ્કેરાયેલ મહિલાએ જાહેર માર્ગ પર પોતાની જ એક્ટિવાને આગ ચાપી, પછી નાચવા લાગી!

આ પણ વાંચો - Junagadh: ગણેશ ગોંડલની ધરપકડ બાદ તપાસ અધિકારીએ આવું કેમ કર્યું ?

Tags :
Ahmedabad Crime BranchAhmedabad PoliceAhmedabad Rath YatraCCTV camerasGujarat FirstGujarati NewsJamalpur Jagannath Temple TrustLord JagannathRath Yatra