Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad Crime News: EOW ના PI બી.કે. ખાચરે કોર્ટમાં અરજી કરી સહકાર આપવા કરી વિનંતી

Ahmedabad Crime News: અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ઓફિસના ગેટ બહાર મહિલા તબીબ વૈશાલી જોશીનો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલા તબીબની રહસ્યમય મોતની ઘટનાએ ચકચાર મચાવી હતી. પ્રાથમિક તપાસ મુજબ, ડૉ. વૈશાલી જોશી અને EOW ના PI બી.કે. ખાચર વર્ષ 2020...
04:13 PM Mar 20, 2024 IST | Aviraj Bagda
Dr. Vaishali Joshi, Gujarat Police, PI B K Khachar

Ahmedabad Crime News: અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ઓફિસના ગેટ બહાર મહિલા તબીબ વૈશાલી જોશીનો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલા તબીબની રહસ્યમય મોતની ઘટનાએ ચકચાર મચાવી હતી. પ્રાથમિક તપાસ મુજબ, ડૉ. વૈશાલી જોશી અને EOW ના PI બી.કે. ખાચર વર્ષ 2020 થી ઇન્સ્ટાગ્રામના માધ્યમ દ્વારા એકબીજાના સંપર્કમાં હતા. મૃતક વૈશાલી જોશીની ડાયરીમાં 15 પેજનું લખાણ મળી આવ્યું હતું. તેમાં PI ખાચર સાથે પ્રેમસંબંધ હોવાની હકીકત સામે આવી હતી.

મૃતક પાસેથી મળી આવેલી સુસાઈડ નોટમાં લખેલું હતું કે, તેનો અંતિમ સંસ્કાર PI બી.કે. ખાચર કરે. ત્યારે આ મામલાએ રાજ્યભરમાં ખળભળાટ મચાવી દીઘો હતો. અમદાવાદ પોલીસ મહિસાગરના ડેભારી ગામે પહોંચી હતી. અમદાવાદ પોલીસ દ્વારા તેના પરિવારજનો સાથે 10 કલાક જેવો સમય પસાર કરીને ઘટનાક્રમ અંગે નિવેદન લેવામાં આવ્યું હતું.

Ahmedabad Crime News

EOW ના PI એ આગોતરા જામીન અરજી નોંધાવ્યા

ત્યારબાદ અમદાવાર ક્રાઈમ બ્રાંચ પોલીસ દ્વારા EOW ના PI બી.કે. ખાચર વિરુદ્ધ આત્મહત્યા અને દુષ્પ્રેરણાની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. ત્યારે EOW ના PI બી.કે. ખાચરે સેશન્સ કોર્ટમાં કરી આગોતરા જામીન અરજી કરી હતી. આ અરજીમાં જણાવ્યું હતું કે, મોત પામનારને કાયદાની સહાય મેળવવાની જરૂરિયાત હોવાથી તેમના સંપર્કમાં આવી હતી.

તપાસમાં સહકાર આપવાની રજૂઆત કરી

જોકે સલાહ અને સહાય બાદ પણ મહિલા દ્વારા સતત સંપર્ક કરવામાં આવતો હતો. તેમનો ઉદ્દેશ પહેવલાથી જ માત્ર કાયદાનું માર્ગદર્શન આપવાનો હતો. તે ઉપરાંત તેમણે પરિવારમાં પત્ની 2 દીકરા અને 1 દીકરી હોવાથી, તપાસમાં સહકાર આપવાની રજૂઆત કરી છે. ત્યારે આ મામલે અમદાવાદની સેશન્સ કોર્ટમાં મહિલા તબીબના મૃતદેહને લઈ EOW ના PI બી.કે. ખાચર વિરુદ્ધ સુનાવણી કરવામાં આવશે.

આ પણ વાંચો: VAISHALI JOSHI CASE : PI બી.કે.ખાચરની જામીન અરજી પર સુનાવણી

આ પણ વાંચો: ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સને પ્રતિમાસ સ્ટાઈપેંડ અને 1 વર્ષ જ ઇન્ટર્નશીપ આપવા માંગ, 1400 જેટલા વિદ્યાર્થીઓ સ્ટાઇપેંડ વિહોણા

આ પણ વાંચો: Banner controversy : કારમાંથી ઉતરેલા 2 શખ્સ પાછળ કોનો દોરીસંચાર?

Tags :
Ahmedabad CrimeAhmedabad Crime BranchAhmedabad Crime NewsCrime BranchdoctorDR. VAISHALI JOSHIGujaratGujaratFirstpolice inspector
Next Article