Ahmedabad : પિરાણામાં એક જ કોમના બે જૂથ વચ્ચે ઘર્ષણ, SRP સહિતનો કાફલો ઘટના સ્થળે
અમદાવાદ (Ahmedabad) પિરાણા ગામ નજીક બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. દરગાહની જમીનને લઈને એક જ કોમના બે જૂથ વચ્ચે તકરાર થતા SRP સહિતનો કાફલો ગામમાં ખડકી દેવાયો હતો. જૂથ અથડામણને લઈને પોલીસે વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. માહિતી મુજબ, પ્રાંગણના બાંધકામને લઈને ફરી વિવાદ થયો છે. અગાઉ પણ આ મામલે વિવાદ થયો હતો.
દરગાહના પ્રાંગણના બાંધકામમાં ફેરફારને લઈ અથડામણ
અમદાવાદના પિરાણા ગામ (Pirana Village) નજીક બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બનતા વિસ્તારમાં સ્થાનિક પોલીસ સહિત SRP નો કાફલો ગામમાં ખડકી દેવાયો હતો. માહિતી મુજબ, પિરાણા ગામ નજીક આવેલ એક દરગાહના પ્રાંગણના કેટલાક બાંધકામમાં ફેરફાર અંગે એક જ કોમના બે જૂથ વચ્ચે પુનઃ વિવાદ થયો હતો. ગત મોડી રાતે બે જૂથો આમને સામને આવી જતા વિવાદ વકર્યો હતો. આ ઘટના સામે આવતા સમગ્ર પિરાણામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હાલ પોલીસે (Ahmedabad Police) મામલો શાંત પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અગાઉ પણ થયો હતો વિવાદ
પ્રાપ્ત અહેવાલ અનુસાર, બે જૂથ વચ્ચે અથડામણ થતા સ્થિતિ વધુ વણસે નહીં તે માટે સ્થાનિક પોલીસ સાથે srp સહીતના સશસ્ત્ર જવાનો અસરગ્રસ્ત વિસ્તારમાં ગોઠવાયા હતા. સાથે જ અમદાવાદ (Ahmedabad) જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. માહિતી મુજબ, અમદાવાદ ગ્રામ્ય પોલીસે હાલ સ્થિતિ પર કાબૂ મેળવ્યો છે. અગાઉ પણ દરગાહના પ્રાંગણના કેટલાક બાંધકામમાં ફેરફાર અંગે બે જૂથ વચ્ચે વિવાદ થયો હતો.
આ પણ વાંચો - Gujarat High Court માં મોટી ભરતી, 1.42 લાખ રૂપિયા સુધીનો પગાર મેળવવાની તક
આ પણ વાંચો - Dahod : બોગસ વોટિંગનું સો. મીડિયા પર LIVE કરી BJP નેતા પુત્રે કહ્યું- EVM મારા બાપનું છે…!
આ પણ વાંચો - JETPUR : ‘મતદાન શેમાં કરવાનું છે’ કહીં ભાજપના કાર્યકર પર ત્રણ શખ્સનો છરીથી હુમલો