Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : બર્ગરનાં શોખીનો ચેતજો..! કાફેમાં ગ્રાહકે ઓર્ડર કર્યું બર્ગર અને નીકળી જીવાત!

રાજ્યમાં ફરી એકવાર ખાદ્યપદાર્થમાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, અમદાવાદમાં (Ahmedabad) આવેલા એક કેફેના બર્ગરમાંથી જીવાત નીકળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. શહેરનાં રાજપથ-રંગોલી રોડ (Rajpath-Rangoli Raod) પર આવેલા કોર્પોરેટ કાફેની આ ઘટના હોવાનું જાણવા મળ્યું...
ahmedabad   બર્ગરનાં શોખીનો ચેતજો    કાફેમાં ગ્રાહકે ઓર્ડર કર્યું બર્ગર અને નીકળી જીવાત

રાજ્યમાં ફરી એકવાર ખાદ્યપદાર્થમાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, અમદાવાદમાં (Ahmedabad) આવેલા એક કેફેના બર્ગરમાંથી જીવાત નીકળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. શહેરનાં રાજપથ-રંગોલી રોડ (Rajpath-Rangoli Raod) પર આવેલા કોર્પોરેટ કાફેની આ ઘટના હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાનો ગ્રાહકે વીડિયો પણ બનાવ્યો હતો.

Advertisement

બર્ગરમાંથી જીવાત નીકળી હોવાનો દાવો

રાજ્યમાં હોટેલ-રેસ્ટોરન્ટના બેદરકાર માલિકોને જાણે લોકોના સ્વાસ્થ્યની કોઈ ચિંતા જ ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળવાની ઘટના એક પછી એક સામે આવી રહી છે. વેફરમાંથી દેડકો, અથાણામાંથી ગરોળી (Lizards), સિઝલરમાંથી વંદા (Cockroaches) બાદ હવે બર્ગરમાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે. અહેવાલ અનુસાર, અમદાવાદના (Ahmedabad) રાજપથ-રંગોલી રોડ પર આવેલા કોર્પોરેટ કાફેમાં (Corporate Cafe) બર્ગરમાંથી જીવાત નીકળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઘટનાનો ગ્રાહકે વીડિયો પણ બનાવ્યો છે.

કોર્પોરેટ કાફેમાં ગ્રાહકે મંગાવેલ બર્ગરમાં જીવાત નીકળી હોવાનો દાવો

Advertisement

બેદરકારો સામે આરોગ્ય વિભાગ ક્યારે કરશે કડક કાર્યવાહી ?

જો કે, વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતા હવે એવું લાગી રહ્યું છે કે, હોટેલ-રેસ્ટોરન્ટના બેદરકાર માલિકોને લોકોના સ્વાસ્થ્યની કોઈ ચિંતા જ નથી. આ પ્રકારની ઘટનાઓ સામે આવતા હવે લોકોમાં ભય છે કે કેફે, હોટેલ-રેસ્ટોરન્ટમાં મોંઘીદાટ થાળીમાં ગમે ત્યારે જીવ-જંતુ પીરસાઇ શકે છે. મોંઘુદાટ બિલ ચૂકવવા છતાં પણ આરોગ્યપ્રદ ભોજનનું મળશે તેની કોઈ ગેરંટી નથી. આવા બેદરકારો સામે આરોગ્ય વિભાગ (Health Departmen) ક્યારે કડક કાર્યવાહી કરશે ? તેવા સવાલ થઈ રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Valsad : દેડકા, ગરોળી બાદ હવે સિઝલરમાંથી ‘વંદો’ નીકળ્યો! ગ્રાહકે Video બનાવી કર્યો દાવો

આ પણ વાંચો - Jamnagar : ચીઝનાં શોખીનો… ખાતા પહેલા ચેતી જજો! શખ્સે કર્યો આ મોટો દાવો

આ પણ વાંચો - Aravalli : અમદાવાદ બાદ હવે અરવલ્લીમાં નમકીનમાંથી ગરોળી નીકળી!

Tags :
Advertisement

.