Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : શાહઆલમ દરવાજા પાસે જાહેરમાં બેહરામપુરાના કાઉન્સિલર પર 3 થી 4 રાઉન્ડ ફાયરિંગ

અમદાવાદના (Ahmedabad) શાહઆલમ દરવાજા પાસે જાહેરમાં ફાયરિંગની ઘટના બની છે. માહિતી મુજબ, જમીન બાબતે બેહરામપુરાના (Behrampura) કાઉન્સિલર પર 3થી 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. ઇજાગ્રસ્ત કાઉન્સિલરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઇસનપુર પોલીસે (Isanpur Police) આ મામલે ગુનો...
ahmedabad   શાહઆલમ દરવાજા પાસે જાહેરમાં બેહરામપુરાના કાઉન્સિલર પર 3 થી 4 રાઉન્ડ ફાયરિંગ

અમદાવાદના (Ahmedabad) શાહઆલમ દરવાજા પાસે જાહેરમાં ફાયરિંગની ઘટના બની છે. માહિતી મુજબ, જમીન બાબતે બેહરામપુરાના (Behrampura) કાઉન્સિલર પર 3થી 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. ઇજાગ્રસ્ત કાઉન્સિલરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઇસનપુર પોલીસે (Isanpur Police) આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જમીન મામલે અંગત અદાવતમાં ફાયરિંગ

અમદાવાદના (Ahmedabad) શાહઆલમ દરવાજા (Shah Alam Darwaza) પાસે રવિવારે સાંજના સમયે જાહેરમાં એક ફાયરિંગની ઘટના બની છે. માહિતી મુજબ, આ ઘટનામાં બેહરામપુરાના (Behrampura) કાઉન્સિલર તસ્લીમ આલમ તીરમીજી પર 3 થી 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. કોઈ જમીન બાબતે વિવાદ થતા અંગત અદાવતમાં આ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની માહિતી હાલ સામે આવી છે. ઇજાગ્રસ્ત કાઉન્સિલર તસ્લીમ આલમ તીરમીજીને (Taslim Alam Tirmiji) સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. માહિતી છે કે આ ઘટનામાં તસ્લીમ આલમ તીરમીજીનો પુત્ર પણ ઘાયલ થયો છે.

Advertisement

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

શાહઆલમના દરવાજા (Shah Alam Darwaza) પાસે જાહેરમાં ફાયરિંગ થયું હોવાની ઘટનાની જાણ થતા ઇસનપુર પોલીસ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી. જો કે, આ મામલે હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી છે કે કેમ તે અંગે કોઈ માહિતી હાલ સામે આવી નથી. જો કે, પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કે ડિવિઝનના એસીપી મિલાપ પટેલે જણાવ્યું કે, જમીન વિવાદમાં અંગત અદાવત રાખીને આ ફાયરિંગ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, પ્રાથમિક તપાસ હેટળ સીસીટીવી ફૂટેજ ચેક કરતા વેપનનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવું જાણવા મળ્યું છે. પરંતુ, ફાયરિંગ થયું છે કે કેમ તે હજું ચોક્કસ કહી શકાય તેમ નથી.

Advertisement

આ પણ વાંચો - Panchmahal : પગ લપસી જતાં પુત્રી તળાવમાં પડી, બચાવવા જતા પિતા પણ ડૂબ્યા, બંનેના મોત

Tags :
Advertisement

.