ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat International Airport: નવા એરપોર્ટના ઉદ્ઘાટન બાદ પહેલીવાર મુસાફરોમાં ઘટાડો, કારણ ચોંકવાનારા!

Surat International Airport: હાલ, દેશની શાળોમાં વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે દરેક બાળકો ઉનાળાના વેકેશનમાં પોતાના પરિવાર સાથે વિવિધ સ્થળોએ ફરવા માટે જતા હોય છે. ત્યારે ગુજરાત રાજ્યમાં એવા અનેક સ્થળો આવેલા છે, જ્યાં હજારો કિલોમીટરથી દૂર આવતા હોય...
09:43 PM May 30, 2024 IST | Aviraj Bagda
Surat international Airport, Surat, Airport, Gujarat

Surat International Airport: હાલ, દેશની શાળોમાં વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે દરેક બાળકો ઉનાળાના વેકેશનમાં પોતાના પરિવાર સાથે વિવિધ સ્થળોએ ફરવા માટે જતા હોય છે. ત્યારે ગુજરાત રાજ્યમાં એવા અનેક સ્થળો આવેલા છે, જ્યાં હજારો કિલોમીટરથી દૂર આવતા હોય છે. તે ઉપરાંત ગુજરાતના દરેક શહેરોની એક અલગ આગવી દુનિયામાં ઓળખ છે. તેમાં પણ ખાસ કરીને સુરત શહેરની....

ત્યારે હિરા નગરી સુરત (Surat) માં તાજેતરમાં નવું ઈન્ટરનેશનલ એરપોર્ટ (international Airport) તૈયાર કરવામાં આવ્યું હતું. આ એરપોર્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 17 ડિસેમ્બર 2023 ના રોજ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત આ નવું ઈન્ટરનેશનલ એરપોર્ટ અદ્યતન તકનીકો સાથે નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ ઉનાળાનું વેકશેન ચાલી રહ્યું હોવા છતાં સુરત international Airport પર મુસાફરોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Bharuch : ફાયર સેફ્ટીના અભાવે અંકલેશ્વરની ESIC હોસ્પિટલ સીલ

ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં 10476 યાત્રીઓએ પ્રવાસ કર્યો

જોકે છેલ્લા 3 મહિનાની અંદર સુરત international Airport નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. તેમાં પણ એપ્રિલ 2024 ની અંદર સૌથી ઓછો મુસાફરોની અવર-જવર સુરતના international Airport પર જોવા મળી હતી. એપ્રિલ માસમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ મળી 1.20 લાખ મુસાફરો નોંધાયા હતા. તો ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં 10476 અને ડોમેસ્ટિક ફ્લાઈટમાં 1,10,457 યાત્રીઓએ પ્રવાસ કર્યો હતો.

આ પણ વાંચો: Valsad Tithal Beach: તિથલ બીચની મજા માણવા જતા પહેલા સરકારે જાહેર કરી સૂચના વાંચો

જાન્યુઆરીમાં 1.35 લાખ મુસાફરોએ પ્રવાસ કર્યો હતો

તે ઉપરાંત માર્ચ મહિનામાં 1.25 લાખ, ફેબ્રુઆરીમાં 1.22 લાખ, જાન્યુઆરીમાં 1.35 લાખ મુસાફરોએ પ્રવાસ કર્યો હતો. ત્યારે આ ઘટનાનું કારણ એ સામે આવ્યું છે કે, ફ્લાઇટની ઘટેલી સંખ્યા તેમજ લાઈટ કેન્સલ અને ડીલે થવાને કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટી છે. international Airport માટે આ માઠા સમાચાર સમાન બાબત છે.

આ પણ વાંચો: Rajkot Tragedy : રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, 4 અધિકારીઓની થઈ ધરપકડ

Tags :
airportGujaratGujarat FirstInternationalSuratSurat International Airport
Next Article