ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અયોધ્યા બાદ હવે અમદાવાદમાં 'રામ પથ',આ રોડને મળ્યું નવું નામ

Ahmedabad : અમદાવાદ (Ahmedabad) શહેરમાં વિવિધ રોડ શ્રીરામના રંગમાં રંગાશે. જેના માટે અમદાવાદ મનપાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કેટલાંક રોડના નામ ભગવાન ભક્તિના નામે ઓળખાશે. ભગવાન રામ સાથે જોડાયેલા પાત્રોના નામ થી અમદાવાદના રોડ ઓળખાશે. જેમાં અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોન માં...
06:03 PM Feb 23, 2024 IST | Hiren Dave
Vejalpur Road new name

Ahmedabad : અમદાવાદ (Ahmedabad) શહેરમાં વિવિધ રોડ શ્રીરામના રંગમાં રંગાશે. જેના માટે અમદાવાદ મનપાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કેટલાંક રોડના નામ ભગવાન ભક્તિના નામે ઓળખાશે. ભગવાન રામ સાથે જોડાયેલા પાત્રોના નામ થી અમદાવાદના રોડ ઓળખાશે. જેમાં અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોન માં આવેલા રોડ ભક્તિ રંગમાં રંગાયેલા જોવા મળશે.

વેજલપુર રોડનું નામ બદલવામાં આવ્યું

આ માટે અમદાવાદ (Ahmedabad) મનપા દ્વારા મળેલી બેઠકમાં અમદાવાદના વિવિધ રોડના નામ બદલવા અંગે સૂચન આપવામાં આવ્યા છે. જેમાં સરખેજને શ્રી રામપથ અને વેજલપુરમાં અવધૂત માર્ગ નામાભિધાન કરાશે. તેમજ સરખેજમાં ITCC બિલ્ડીંગ ક્રોસ રોડ થી ઝવેરી સર્કલ સુધીનો માર્ગ શ્રી રામપથ તરીકે ઓળખાશે.

આ સાથે જ વેજલપુરમાં વૈજનાથ મહાદેવ મંદિર થી શ્રીનંદનગર થઈ મકરબા ટર્નિંગ ક્રોસ રોડ થઈ સરખેજ દત્ત મંદિર સુધીનો માર્ગ 'ગુરુદેવ દત્ત બ્રહ્મર્ષિ રંગ અવધૂત માર્ગ' તરીકે ઓળખાશે. જ્યારે જોધપુર વોર્ડમાં રામદેવનગર ચાર રસ્તા થી સાર્થક ટાવર થઈ રવિ રશ્મિ સોસાયટી ચાર રસ્તા સુધીના રસ્તાને 'ગુરુ દેવદત્ત ધનલક્ષ્મીબેન ત્રિવેદી માર્ગ' તરીકે ઓળખાશે.

નવા રોડનું નિર્માણ

જ્યારે અમદાવાદના ગાંધીઆશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેકટ અંતર્ગત કાર્ગો મોટર્સથી બત્રીસી ભવન સુધીનો રોડ કાયમીધોરણે 10 માર્ચ સુધીમાં બંધ કરી દેવામાં આવશે.એક નવો વૈકિલ્પક રોડ ગાંધીઆશ્રમથી રાણીપ S. T. ડેપોને જોડતો બનાવવામા આવ્યો છે. જે ટૂંક સમયમાં ખુલ્લો મુકવામાં આવશે.

આ  પણ  વાંચો - PM Modi 25 ફેબ્રુઆરીએ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

 

Tags :
After AyodhyaAhmedabadahmedabads-roadscolordevotionGujaratnew namenew name 'Ram Pathpaintedsarkhej roadShri RamVejalpur Road new name
Next Article