Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GCAS ની પ્રવેશ પ્રક્રિયામાં ગડબડી સામે ABVP નું ઊગ્ર વિરોધ પ્રદર્શન, શિક્ષણમંત્રી સાથે કરી મુલાકાત

'ગુજરાત કોમન એડમિશન સર્વિસ'નાં (GCAS) પોર્ટલની કાર્યદક્ષતા અને શિક્ષણ વિભાગનાં ભ્રષ્ટ 'બ્યુરોક્રેટ્સ' ની દાનતનાં અભાવને લિધે સામાન્ય વિધાર્થીઓને ખૂબજ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ એડમિશન પ્રક્રિયા લાંબો સમય લઈ રહી છે, જેને લીધે કંટાળીને વિધાર્થી પ્રાઈવેટ...
gcas ની પ્રવેશ પ્રક્રિયામાં ગડબડી સામે abvp નું ઊગ્ર વિરોધ પ્રદર્શન  શિક્ષણમંત્રી સાથે કરી મુલાકાત

'ગુજરાત કોમન એડમિશન સર્વિસ'નાં (GCAS) પોર્ટલની કાર્યદક્ષતા અને શિક્ષણ વિભાગનાં ભ્રષ્ટ 'બ્યુરોક્રેટ્સ' ની દાનતનાં અભાવને લિધે સામાન્ય વિધાર્થીઓને ખૂબજ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ એડમિશન પ્રક્રિયા લાંબો સમય લઈ રહી છે, જેને લીધે કંટાળીને વિધાર્થી પ્રાઈવેટ યુનિવર્સિટીઓમાં એડમિશન લેવા મજબૂર બની રહ્યા છે. વિધાર્થીનાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન થવાને લીધે પણ ધણી સમસ્યાઓ ઊભી થઈ છે, જેમાં મહિલા કોલેજમાં પુરુષ વિધાર્થીને એડમિશન મળી જવાની ધટનાઓ પણ સામે આવી છે. GCAS પોર્ટલ પર કોલેજોનાં નામ અને તેની પૂર્ણ માહિતી પણ ઉપલબ્ધ ન હોવાને લીધે વિધાર્થીઓ ધણી મુંઝવણમાં મુકાયા છે.

Advertisement

વિધાર્થી પરિષદ દ્વારા અગાઉ પણ શિક્ષણ અગ્રસચિવને આવેદન આપીને વિધાર્થીઓની સમસ્યાઓથી પ્રશાસનને અવગત કરી તેના નિરાકરણ માટે નિષ્ફળ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જો કે, વિધાર્થીઓની સમસ્યાનો કોઈ નિકાલ મળ્યો નહી અને વિધાર્થીઓની સમસ્યાઓમાં દિવસેને દિવસે નવી-નવી સમસ્યાઓનો વધારો થતાં, વિધાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાથી અખિલ ભારતીય વિધાર્થી પરિષદ (ABVP) દ્વારા "ઠીક કરેંગે તીન કામ પ્રવેશ, પરીક્ષા ઔર પરિણામ" ના નારા સાથે સમગ્ર ગુજરાતભરના 35 જિલ્લાઓ અને 4 મહાનગરોમાં રાજ્ય વ્યાપી આદોલન કરવામાં આવ્યું, જેમા તમામ રાજ્ય વિશ્વવિદ્યાલયોને તાળા લગાવીને અને બાકી રસ્તા રોકીને ઊગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

વિદ્યાર્થી પરિષદનાં રાજ્યવ્યાપી ઊગ્ર આંદોલન બાદ તમામ રાજ્ય વિશ્વવિદ્યાલયો તાળાબંધી કર્યા બાદ, વિદ્યાર્થી પરિષદનાં પ્રદેશ પ્રતિનિધિ મંડળ દ્વારા શિક્ષણમંત્રી સાથે મુલાકાત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓ અને તેના નિરાકરણ હેતું સુખદ નિરાકરણ માટે શિક્ષણમંત્રી ઋષિકેશભાઇ પટેલે આ તમામ મુદ્દાઓ પર ગંભીરતાથી રજૂઆત સાંભળી અને બેઠક બાદ આ તમામ મુદ્દાઓનું નિરાકરણ આવશે, તેવા પ્રયાસો કરવા માટે વિદ્યાર્થી પરિષદને બાંહેધરી આપી છે.

Advertisement

ABVP  ની 7 સૂત્રી માંગો માની તમામ પર ગંભીર ચર્ચા બાદ નીચે મુજબની બાંહેધરી આપવામાં આવી છે;

1. જે વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશનથી વંચિત રહી ગયેલ છે તેમને GCAS પર રજિસ્ટ્રેશનની હજુ એક તક આપવામાં આવશે.

Advertisement

2. GCAS માં પ્રથમ રાઉન્ડ બાદ પણ ચોઈસ ફિલિંગ કરી બીજી કોલેજમાં એડમિશન લેવા હેતુ યુનિવર્સિટી સ્તરેથી છૂટ આપવામાં આવશે.

3. કોલેજનાં મેરિટ લિસ્ટ પર અને વિદ્યાર્થીની માહિતી નિયંત્રિત રાખવા પ્રયાસ કરવામાં આવશે.

4. આવનારા રાઉન્ડ પહેલા યુનિવર્સિટી સ્તરેથી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની વ્યવસ્થા કરવામાં આવશે.

5. LLB લો કોલેજની એડમિશન પ્રક્રિયા આજથી શરુ કરવામાં આવશે.

6. જે વિશ્વવિદ્યાલયની સ્નાતક અભયસક્રમોના પરિણામ અથવા પુનઃચકાસણી અથવા પૂરક પરીક્ષાના પરિણામો બાકી છે તેમને તુરંત જાહેર કરવા નિર્દેશ કરવામાં આવશે.

7. કોલેજનું સીટ મેટ્રિક્સ GCAS પોર્ટલ પર આપવામાં આવશે.

ABVP ગુજરાત પ્રદેશમંત્રી સમર્થ ભટ્ટે જણાવ્યું કે, "GCAS ને લઈને વિદ્યાર્થીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડવા વિદ્યાર્થી પરિષદ સતત પ્રયત્નશીલ રહ્યું છે. પરંતુ હજુ સુધી પણ આ વિષય પર કોઈ સુખદ્ સમાધાન મળ્યું ન હોવાને લીધે, વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા આજે સમગ્ર ગુજરાતભરમાં આંદોલન ચલાવવામાં આવ્યું છે. રાજ્યવ્યાપી આંદોલન બાદ શિક્ષણમંત્રીને મળી વિદ્યાર્થી પરિષદના પ્રતિનિધિમંડળ દ્વારા તમામ વિષયો સુખદ નિરાકરણની બાંહેધરી આપવામાં આવી છે. ગુજરાત વ્યાપી આજના આંદોલનથી વિદ્યાર્થીઓની અનેક સમસ્યાઓ ઉકેલાશે તેનો સૌ કાર્યકર્તામાં આનંદ છે અને આ જીત ગુજરાતની મજબૂત છાત્રશક્તિની દ્રઢ ઈચ્છા શક્તિની જીત છે."

અહેવાલ : સંજય જોષી, અમદાવાદ

આ પણ વાંચો - Harsh Sanghvi : ‘Anti-Drugs Campaign’ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું- 4 વર્ષમાં 9680 કરોડનું ડ્રગ્સ ઝડપાયું 

આ પણ વાંચો - Rajkot : પીડિતાએ વર્ણવી હચમચાવે એવી આપવીતી! સ્વામી પર લગાવ્યા ગંભીર આરોપ

આ પણ વાંચો -  VADODARA : ખાનગીને જોરદાર ટક્કર આપતી સુવિધાઓ સરકારી શાળામાં

Tags :
Advertisement

.