Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Aastha Train: સુરતથી અયોધ્યા જવા નીકળેલી આસ્થા ટ્રેન પર નંદુરબાર નજીક થયો પથ્થરમારો

Aastha Train: સુરતમાં એક મોટી ઘટના સામે આવી છે જેમાં અયોધ્યા જવા માટે રવિવારે સાંજે 8 વાગ્યે નીકળેલી આસ્થા ટ્રેન AasthaTrainપર નંદુરબાર નજીક રાત્રે 10:45 વાગ્યે અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. આ ટ્રેનમાં કુલ 1340 યાત્રીઓ સવાર હતા. ટ્રેન પર...
08:40 AM Feb 12, 2024 IST | Hiren Dave
Aastha train

Aastha Train: સુરતમાં એક મોટી ઘટના સામે આવી છે જેમાં અયોધ્યા જવા માટે રવિવારે સાંજે 8 વાગ્યે નીકળેલી આસ્થા ટ્રેન AasthaTrainપર નંદુરબાર નજીક રાત્રે 10:45 વાગ્યે અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. આ ટ્રેનમાં કુલ 1340 યાત્રીઓ સવાર હતા. ટ્રેન પર સતત પથ્થરો વાગતા મુસાફરો ગભરાઈ ગયા હતા અને ડરનો માહોલ ફેલાઈ ગયો હતો કેટલાક યાત્રીઓએ તરત જ ટ્રેનની બારીઓ બંધ કરી બચવા માટે પ્રયાસ કર્યો હતો, છતાં બે-ચાર પથ્થરો તો ટ્રેનની અંદર આવી જ ગયા હતા.

 


સુરતથી અયોધ્યા જવા માટે રવિવારે સાંજે 8 વાગ્યે નીકળેલી આસ્થા ટ્રેન (Aastha Train )પર નંદુરબાર નજીક રાત્રે 10:45 વાગ્યે અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. આ ટ્રેનમાં કુલ 1340 યાત્રીઓ સવાર હતા. ટ્રેન પર સતત પથ્થરો વાગતા મુસાફરો ગભરાઈ ગયા હતા અને ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. કેટલાક યાત્રીઓએ તરત જ ટ્રેનની બારીઓ બંધ કરી બચવા માટે પ્રયાસ કર્યો હતો, છતાં બે-ચાર પથ્થરો તો ટ્રેનની અંદર આવી જ ગયા હતા.

સુરતથી અયોધ્યા જતી આસ્થા ટ્રેન પર પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં કોઈ મુસાફરને ઇજા થઈ ન હતી, પોલીસે પ્રારંભિક તપાસ કરીને મોડી રાત્રે ટ્રેનને નંદુરબાર રેલવે સ્ટેશનથી રવાના કરી દીધી હતી. ટ્રેનમાં બેઠેલા એક યાત્રીએ ફોન પર જણાવ્યું કે, અમે ટ્રેનમાં બેઠા હતા અને અચાનક પથ્થરો ટ્રેન સાથે અથડાવવાનો જોરથી અવાજ આવવા લાગ્યો હતો. અંધારું હતું એટલે પથ્થર કોણ મારી રહ્યું હતું તે દેખાયું નથી. જે સમયે આ ઘટના બની ત્યારે સિગ્નલ ન હોવાના કારણે ટ્રેન ધીમી પડી હતી.

 

મુસાફરોએ ફરિયાદ કરતા નંદુરબાર રેલવે સ્ટેશન પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આવી ગયા હતા અને ઘટનાની ગંભીરતા પારખી તેમણે તપાસ શરૂ કરી હતી. નોંધનીય છે કે, જે વિસ્તારમાં ઘટના બની છે ત્યાં આવી ટીખળખોરોની પથ્થરમારાની ઘટના છાશવારે બનતી હોય છે.

આ  પણ  વાંચો  - SURAT : કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા હસ્તે માનવ મંદિરના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો

 

Tags :
'Aastha' TrainGujaratGujarat Firstleavingnear NandurbarStone peltedSurat for AyodhyaSurata
Next Article