Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોહલીનું કેપ્ટનશિપ છોડવું સાબિત થઇ શકે છે વરદાન : રવિ શાસ્ત્રી

શનિવારથી એટલે કે 26 માર્ચથી IPLની 15મી સિઝન શરૂ થઇ રહી છે. આ વખતે 10 ટીમે આ ટૂર્નામેન્ટમાં ભાર લેશે. તમામ ટીમોમાં મેગા ઓક્શન હોવાથી તેમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. બીજી તરફ, વિરાટ કોહલી આ વખતે સુકાની પદ સંભાળ્યા વિના રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી રમશે. તેણે છેલ્લી સિઝનની સમાપ્તિ પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના કેપ્ટન તરીકે પદ છોડ્યું અને હવે, ફાફ ડુ પ્લેસિસે ટીમની બાગડોર
કોહલીનું કેપ્ટનશિપ છોડવું સાબિત થઇ શકે છે વરદાન   રવિ શાસ્ત્રી
શનિવારથી એટલે કે 26 માર્ચથી IPLની 15મી સિઝન શરૂ થઇ રહી છે. આ વખતે 10 ટીમે આ ટૂર્નામેન્ટમાં ભાર લેશે. તમામ ટીમોમાં મેગા ઓક્શન હોવાથી તેમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. બીજી તરફ, વિરાટ કોહલી આ વખતે સુકાની પદ સંભાળ્યા વિના રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી રમશે. તેણે છેલ્લી સિઝનની સમાપ્તિ પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના કેપ્ટન તરીકે પદ છોડ્યું અને હવે, ફાફ ડુ પ્લેસિસે ટીમની બાગડોર સંભાળી છે. કોહલી, જોકે, બેટ્સમેન તરીકે ફ્રેન્ચાઈઝીની સેવા કરવાનું ચાલુ રાખશે અને તે કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
આ અંગે બોલતા રવિ શાસ્ત્રીએ કહ્યું કે, કોહલી માટે કેપ્ટનશિપ છોડવું વરદાનરૂપ સાબિત થઇ શકે છે. કારણ કે હવે તે મુક્તપણે રમી શકશે અને પૂરો ફોકસ પોતાની બેટિંગ પર આપી શકશે. મહત્વનું છે કે, વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાના ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે. આ સિવાય તેણે IPLમાં પોતાની ટીમ RCB માંથી પણ કેપ્ટનશિપ છોડી દીધી છે. ત્યારે રવિ શાસ્ત્રીનું કહેવું છે કે, આમ કરવું વિરાટ માટે એક વરદાનરૂપ સાબિત થઇ શકે છે. આ પહેલા વિરાટ અને શાસ્ત્રીએ સાથે કામ કર્યું છે. રવિ શાસ્ત્રી ટીમના કોચ તરીકે કાર્યરત હતા ત્યારે વિરાટ કોહલી ટીમનો કેપ્ટન હતો. બંનેએ એકબીજાની સાથે ઘણા સમય સુધી કામ કર્યું છે. શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, “સાચું કહું તો મને લાગે છે કે કેપ્ટન્સી છોડવાનો નિર્ણય વિરાટ માટે આશીર્વાદ બની શકે છે. તેના ખભા પરથી સુકાનીપદનું દબાણ, સુકાની તરીકે જે અપેક્ષાઓ આવે છે તે હવે રહી નથી. તે બહાર જઈ શકે છે, પોતાને વ્યક્ત કરી શકે છે, મુક્તપણે રમી શકે છે અને મને લાગે છે કે તે પણ આવું કરવા માંગશે.
રવિ શાસ્ત્રી અનુભવી બેટ્સમેનની માનસિકતા અને સ્વભાવથી સારી રીતે વાકેફ છે. ભૂતપૂર્વ ભારતીય કોચે કહ્યું કે, મને લાગે છે કે સૌથી મહત્વની બાબત એ છે કે તેના પ્રદર્શન વિશે ચિંતા કરવી જોઇએ નહીં, કારણ કે તેણે વિશ્વ ક્રિકેટમાં પૂરતું પ્રદર્શન કર્યું છે જેથી લોકોને ખબર પડે કે તે ક્યાં છે. અગાઉ શાસ્ત્રીએ કહ્યું હતું કે, IPL 2022 ઘણા ખેલાડીઓ માટે ભારતીય ક્રિકેટ ટીમના ભાવી કેપ્ટન તરીકે પોતાને શોધવાની તક છે. શાસ્ત્રીએ જો કે, ભારતીય સુકાની રોહિત શર્માની પ્રશંસા કરતા કહ્યું કે, તે શાનદાર કામ કરી રહ્યો છે, પરંતુ ભારત એ પણ જોઇ રહ્યું છે કે ભવિષ્યમાં ટીમનું નેતૃત્વ કોણ કરશે. તેમણે કહ્યું કે, વિરાટ પહેલા જ પોતાની નોકરી છોડી ચૂક્યો છે. રોહિત વ્હાઇટ-બોલ ક્રિકેટમાં એક ઉત્તમ કેપ્ટન છે. પરંતુ મને લાગે છે કે, આ IPL ભારત જોઇ રહ્યું છે કે ભવિષ્યમાં ટીમની કેપ્ટનશીપ કોણ કરી શકે છે.
Advertisement
Tags :
Advertisement

.