Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bharuch Police Raid: ભરૂચના ગામની સીમમાંથી કતલખાનું ગૌ-માસ અને જીવતી ગાય સાથે ઝડપાયું

Bharuch Police Raid: ભરૂચ (Bharuch) રૂરલ પોલીસે (Bharuch Police) મનુબર ગામની સીમમાં ગાયની કતલ પહેલા ગૌ-માંસ સાથે ત્રણને ઝડપી એક ગાયને પણ બચાવી ભરૂચ (Bharuch) ના રામ જાનકી મંદિર ખાતે સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી હતી. ભરૂચમાં પોલીસે બાતમીના આધારે કતલખાનું...
11:15 PM May 19, 2024 IST | Aviraj Bagda
Bharuch Police Raid

Bharuch Police Raid: ભરૂચ (Bharuch) રૂરલ પોલીસે (Bharuch Police) મનુબર ગામની સીમમાં ગાયની કતલ પહેલા ગૌ-માંસ સાથે ત્રણને ઝડપી એક ગાયને પણ બચાવી ભરૂચ (Bharuch) ના રામ જાનકી મંદિર ખાતે સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી હતી.

ભરૂચ જિલ્લા રૂરલ પોલીસ (Bharuch Police) સ્ટાફે બાતમીના આધારે ગામાના માણસો તથા પશુચિકીસ્તક ડોકટર સાથે મનુબર ગામની સીમમાં દેત્રાલ વગામાં અહમદ મુગટની વાડીમાં બાતમી વાળી જગ્યાએ રેઇડ કરી હતી. ત્યારે કરતા ત્રણ ઇસમો ખુલ્લી જગ્યામાં લાઇટના ગોળાના અજવાળે એક ગાયને કતલ કરી છરા ચપ્પા વડે માસના ટુકડા કરતા નજરે પડ્યા હતા.

આ પણ વાંચો: Tapi : દીપડાનો શિકાર કરી અંગોની ખરીદ વેચાણ કરતા 4 ઝડાપાયા, તપાસમાં મોટા ખુલાસા થવાની વકી!

જીવત ગાય સાથે ગૌ-માંસને જપ્ત કર્યું

જે ગૌ-માંસ જોતા પ્રાથમિક દ્રષ્ટીએ જ ગાય હોવાનું માલુમ પડતા આ કતલ કરેલ ગાયની આસપાસ જોતા ગાય કતલ કરવાના ધારદાર હથિયારો તથા અન્ય સાધનો મળી આવેલા હતા. તેમજ બાજુમાં આવેલ ખંડેરના જુના મરઘી ફાર્મ હાઉસની ઓથમા આવેલ એક બોરડીના ઝાડના થડ સાથે ગાયને ગળામાં દોરીથી થડ સાથે બાંધી રાખી હતી.

આ પણ વાંચો: Surendranagar : હચમચાવે એવી ઘટના..! માત્ર 3 માસની બાળકીને ભુવાએ દીધા અગરબત્તીના ડામ, થયું મોત

કુલ 45 હજાર રોકડા જપ્ત કર્યા હતા

આ કતલ ખાનામાંથી ભરૃચ રૂરલ પોલીસે (Bharuch Police) 370 કિલો ગૌ-માંસનો જથ્થો જપ્ત કર્યો હતો. તે ઉપરાંત આ કતલ ખાનામાં હાજર જીવત ગાયને રામજાનકી આશ્રમ ખાતે મોકલી આપવામાં આવી હતી. તે ઉપરાંત ઘટનાસ્થળ પરથી કુલ 45 હજાર રોકડા જપ્ત કર્યા હતા. તે ઉપરાંત ઘટનાસ્થળ પરથી પોલીસે પુરાવા માટે પાંચ મોટા છરા, ચપ્પા, દોરડું, મોબાઈલ અને મોટર સાયકલ કબજે કરી છે. હાલમાં પોલીસે વિવિધ કલમો હેઠળ કેસ નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Amreli : રાજુલાના પીપાવાવ પોર્ટમાં વનકર્મી પર ખૂંખાર સિંહનો જીવલેણ હુમલો

Tags :
BharuchBharuch PoliceBharuch Police RaidSlaughterhouse
Next Article