ધોરણ 10 અને 12ના પરિણામ ક્યારે જાહેર થશે...જાણો વિગતવાર
- 15 એપ્રિલ પછી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થવાની સંભાવના
- એપ્રિલના અંતિમ સપ્તાહમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવી શકે છે
- મેં મહિનાની શરૂઆતમાં જ ધોરણ 10નું પરિણામ આવી શકે છે
ગાંધીનગરઃ વર્ષ 2025માં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાના પરિણામોની આતૂરતાથી રાહ જોવાઈ રહી છે. ગુજરાત બોર્ડ ધો.10 અને12ના પરિણામને મે મહિનામાં જાહેર કરે છે. જો કે આ વર્ષે ગુજરાત બોર્ડ ધોરણ-12નું પરિણામ એપ્રિલ મહિનામાં જાહેર કરશે. બોર્ડની પરીક્ષાના પરિણામ અંગે એક મહત્વની જાણકારી મળી રહી છે. જે અનુસાર 15 એપ્રિલ પછી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થવાની સંભાવના છે. જ્યારે એપ્રિલના અંતિમ સપ્તાહમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવી શકે છે.
આ પણ વાંચોઃ Gondal : શું તમે ક્યારે રૂ. 1000, 450 અને 175 નાં સિક્કા જોયા છે ? તો જોઈ લો આ અદ્ભુત કલેક્શન !
મે મહિનામાં આતૂરતાનો અંત
એપ્રિલ 2025માં ધોરણ 12ના દરેક પ્રવાહના પરિણામ બાદ ગુજરાત બોર્ડ ધોરણ 10ના પરિણામ મે મહિનામાં જાહેર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, બોર્ડ દ્વારા પરિણામની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જોકે, આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ગુજરાત બોર્ડના લાખો વિદ્યાર્થીઓના ઈંતેજારનોનો અંત આવશે. બોર્ડ દ્વારા પેપર ચેકિંગની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ હવે પરિણામ સંદર્ભની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તેથી કહી શકાય કે એપ્રિલના અંત સુધીમાં ધોરણ 12નું પરિણામ અને મે મહિનામાં ધોરણ 10નું પરિણામ જાહેર થવાની શક્યતાઓ છે.
gseb.org
ઉલ્લેખનીય છે કે આ વખતે ધોરણ 10 અને ધોરણ 12ના કુલ 14 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. હવે પરિણામ બાદ જોવાનું એ રહ્યું કે કેટલા વિદ્યાર્થીઓ પાસ થાય છે અને કેટલા વિદ્યાર્થીઓને નિષ્ફળતા મળે છે. ધોરણ 10 અને ધોરણ 12ના કુલ 14 લાખ વિદ્યાર્થીઓની પરિણામ લક્ષી આતૂરતાનો અંત મે મહિનાની શરૂઆત સુધી આવી જશે. પરિણામ જાહેર થયા પછી પરિણામ ઓનલાઈન જોઈ શકાશે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જઈને તેમનું પરિણામ જોઈ શકે છે.
આ પણ વાંચોઃ Gandhinagar : એક તરફ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, બીજી તરફ BJP નું સક્રિય કાર્યકતા સંમેલન