ક્યારે યોજાશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ? આવ્યા આ મહત્ત્વનાં સમાચાર!
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્ત્વનાં સમાચાર
- આવતા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે ચૂંટણી : સૂત્ર
- બજેટ સત્ર પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને (Sthanik Swaraj Election) લઈ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. સૂત્રો અનુસાર, આવતા અઠવાડિયામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જાહેરાત થઈ શકે છે. બજેટ સત્ર પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતાઓ છે. ખેડા જિલ્લા પંચાયત, જૂનાગઢ (Junagadh) મનપાની સામાન્ય ચૂંટણી યોજાઈ શકે છે. માહિતી અનુસાર, 73 ન.પા.ની સામાન્ય અને પેટાચૂંટણીઓ પણ જાહેર થઈ શકે છે.
આ પણ વાંચો - Amreli : ગુજરાત સરકારમાં 'એકને ગોળ એકને ખોળ' : પ્રતાપ દુધાત
આવતા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે ચૂંટણી : સૂત્ર
રાજ્યમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ચર્ચાનો માહોલ છે. જણાવી દઈએ કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તારીખોની જાહેરાત ક્યારે થશે ? તેને લઈને મહત્ત્વનાં સમાચાર સામે આવ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આવતા અઠવાડિયામાં ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. બજેટ સત્ર (Budget session) શરૂ થાય તે પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતાઓ છે.
આ પણ વાંચો - Surat : મોબાઇલની દુકાનમાં બેઠો હતો શખ્સ, અચાનક થયું એવું કે..! આશ્ચર્ય પમાડે તેવી ઘટના CCTV માં કેદ
ખેડા જિલ્લા પંચાયત, જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ
આ સાથે એવા પણ અહેવાલ છે કે, ખેડા જિલ્લા (Kheda) પંચાયત અને જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી પણ યોજાઈ શકે છે. સૂત્રો અનુસાર, રાજ્યની 73 નગરપાલિકાઓની સામાન્ય અને પેટાચૂંટણીઓની પણ જાહેરાત થઈ શકે છે. નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તૈયારીઓ ચાલી રહી છે. બજેટ સત્ર પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તેવા પ્રયાસ કરાઈ રહ્યા છે.
આ પણ વાંચો - Gujarat : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પર્યાવરણ પ્રિય નવતર અભિગમ